વાંચો કેવી રીતે થયું હતું રાધાજીનું મૃત્યુ, કેમ કૃષ્ણએ તોડી હતી પોતાની વાંસળી? વાંચો રહસ્ય

0

આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર રાધા અને કૃષ્ણનું નામ એવી રીતે જોડાયેલું છે કે જયારે આપણે એકનું નામ લઈએ અને બીજું નામ ના લઈએ તો એ અધૂરું અધૂરું લાગે છે. આના કારણે જ કૃષ્ણભક્તો તેમને રાધા-કૃષ્ણ કહીને સંબોધતા હોય છે. આ બંને નામ એ એકબીજા માટે જ બનેલા છે આ બંને નામને એકબીજાથી અલગ કરી શકાતા નથી. આ બંને નામ એકસાથે લઈને જાપ કરવામાં આવે તો વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલીઓ સરળતાથી પાર પડી જાય છે.

તમે ગમે ત્યારે કોઈ મંદિરમાં જાવ તો તમે પણ જોયું જ હશે કે જ્યાં પણ કૃષ્ણની મૂર્તિ હોય છે ત્યાં તેમની બાજુમાં જ રાધાજીની પણ મૂર્તિ હોય જ છે. રાધા અને કૃષ્ણની પ્રેમ કહાની તો દુનિયાભરમાં પ્રખ્યાત છે જ. પણ એક સત્ય એ પણ છે કે કૃષ્ણના જીવનમાં એક સમય એવો આવે છે જયારે તેઓને રાધાજીને છોડીને જવું પડ્યું હતું.

શું તમે જાણો છો રાધાજીનું મૃત્યુ કેવીરીતે થયું હતું અને તેમની અંતિમ ઈચ્છા શું હતી? અમે જાણીએ છીએ કે તમને આ સવાલનો જવાબ ખબર નહિ હોય. તો ચાલો આજે અમે તમને એ જવાબ આપી દઈએ અને વિસ્તારથી જણાવીએ. જયારે કંસમામાએ કૃષ્ણ અને બલરામને મથુરા આવવા માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે પહેલીવાર કૃષ્ણજી રાધાજીથી અલગ થયા હતા. પણ નિયતિને બીજું જ મંજુર હતું. બસ આ જ વિધિ વિધાનની રમતમાં રાધાજી એ કૃશ્ન્જીને ફરીથી મળ્યા હતા. હા વાંચીને થોડું અજીબ લાગશે પણ હા એકવાર રાધાજીએ કૃષ્ણની નગરી દ્વારકા પહોચી ગયા હતા.

જયારે કૃષ્ણજીએ રાધાજીને જોઈ ત્યારે તેઓ ખુશીથી જુમી ઉઠ્યા હતા. એ સમય દરમિયાન બંને એકબીજા સાથે આંખો આંખોમાં વાત કરતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દ્વારકામાં રાધાજીને કોઈ ઓળખતું નથી હોતું. ત્યારે રાધાજીએ વિનંતી કરી હતી એટલે કૃષ્ણએ તેમને પોતાના મહેલમાં સેવીકાનું કામ સોપ્યું હતું. આ સમય દરમિયાન રાધાજી એ આખોદિવસ મહેલમાં રહેતા હતા અને મહેલના બધા કામ જોવાનું કામ કરતા હતા. જયારે તેમને મૌકો મળે કૃષ્ણજીના દર્શન પણ કરી લેતા હતા. પણ ઉંમર વધવાને કારણે તેમને કૃષ્ણજીને છોડીને જવા મજબુર થઇ ગયા હતા. ત્યારે એકદિવસ તેઓ છાનામાના કોઈને જાણ કર્યા વગર મહેલ છોડીને ચાલ્યા જાય છે. પોતે રાધાજી ને પણ પોતે ક્યાં જઈ રહ્યા છે એ ખબર નહોતી પણ કૃષ્ણજીને ખબર હતી.

આમને આમ સમય વિતતો રહે છે અને રાધાજી એકલા રહી જાય છે. ત્યારબાદ તેમને કૃષ્ણની કમી મહેસુસ થવા લાગી. આવા સમયમાં તેઓ ફક્ત એકવાર કૃષ્ણજીને જોવા માંગતા હતા અને જયારે રાધાજીની આ ઈચ્છા વિષે કૃષ્ણજીને જાણ થાય છે ત્યારે કૃષ્ણજી એ રાધાજીના સામે પ્રગટ થઇ જાય છે. તમને જણાવી દઈએ કે કૃષ્ણજીને પોતાની સામે જોઇને બહુ ખુશ થઇ ગયા હતા. ત્યારે બીજી તરફ એ સમય પણ નજીક આવી ગયો હતો જયારે રાધાજી એ પોતાના પ્રાણ ત્યજી દુનિયાને અલવિદા કહેવા માંગતા હતા. ત્યારબાદ રાધાજીએ કૃષ્ણજીને કહ્યું કે તેઓ તેમની પાસે કઈક માંગવા માંગે છે ત્યારે કૃષ્ણજીએ તેમને ના કહી છે.

પણ રાધાજીના બહુજ આગ્રહ કરવા પર કૃષ્ણજી માની જાય છે અને ત્યારે રાધાજી કૃષ્ણને છેલ્લીવાર વાંસળી વગાડતા જોવા માંગે છે ત્યારે કૃષ્ણજી એ પોતાની વાંસળી ઉઠાવે છે અને તેને વગાડવા લાગે છે. વાંસળીની ધૂન સંભાળતા જ રાધાજી પોતાના પ્રાણ ત્યજી દે છે મતલબ કે પોતાનું શરીર ત્યાગી દે છે. તમને જણાવી દઈએ કે રાધાજીના ચાલ્યા ગયા પછી કૃષ્ણજી બહુ ઉદાસ થઇ જાય છે અને તેઓ પોતાની વાંસળી તોડી નાખે છે અને તેને દુર ફેંકી દે છે. ખાસ વાત એ છે કે રાધાજીના અંતિમ સમયે જયારે કૃષ્ણજીની રાહ જોઈ હતી એ જગ્યા રાધારાની મંદિરના નામથી ઓળખાય છે. એ જગ્યા આપણા નજીકના રાજ્ય મહારાષ્ટ્રમાં જ આવેલ છે.

રાધાજીએ ભલે પોતાના શરીરને ત્યાગી દીધું હોય પણ તેમની આત્મા એ આજે પણ કૃષ્ણમાં વસે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!