આજે જાણો દેવી રૂક્ષ્મણીએ રાધા કૃષણના પ્રેમને કેવી રીતે ઓળખ્યો !

0

બધા જ લોકો એ વાતથી પરીચીત છે કે ભગવાન કૃષ્ણ રાધાને જ પ્રેમ કરતાં હતા. તો કેમ રાધા સાથે લગ્ન ન કર્યા ને દેવી રૂક્ષ્મણી સાથે જ લગ્ન કર્યા. આ પ્રશ્ન દરેકના મનમાં થતો જ હશે. અરે આ પ્રશ્ન દેવી રૂક્ષ્મણીને પણ થયો હતો.

જ્યારે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપે અને દેવી લક્ષ્મી રૂક્ષ્મણી રૂપે આ પૃથવી પર જન્મ લીધો હતો એટ્લે લગ્ન તો કૃષ્ણનાં નિયતીનાં લેખ આધારે રૂક્ષ્મણી સાથે જ નક્કી હતા.

પરંતુ ભગવાન કૃષ્ણએ પ્રેમ તો રાધાને જ કર્યો હતો, એ પણ અનહદ. આ વાત દેવી રૂક્ષ્મણી પણ જાણતા હતા.જ્યારે પણ કૃષ્ણને કોઈ દુખ પહોચે ત્યારે એક જ શબ્દ તેમના મોઢે આવતો “ રાધે” ….

વારંવાર આ સાંભળતી રૂક્ષ્મણીને રોજ પ્રશ્ન થાય કે આ રોજ રાધાનું જ નામ કેમ લીધા કરે છે. એમને સાચવી તો હું રહી છુ. ને દેવી રૂક્ષ્મણી પણ રાધા જેટલો જ પ્રેમ કૃષ્ણને કરતાં હતા. એટ્લે એ કૃષ્ણની જ ખુશી ચાહતા હતા એટ્લે એમને કૃષ્ણને રાધાને પ્રેમ કરવા દીધો. પરંતુ દેવી રૂક્ષ્મણીને મનમાં એવું હતું કે રાધાના પ્રેમ કરતાં મારો પ્રેમ મહાન છે. મારા પ્રેમની તોલે રાધા ક્યારેય ન આવી શકે. એટ્લે તેઓએ રાધાને મળવાનું વિચાર્યું. કૃષ્ણ પાસેથી રાધાનું સરનામું લઈને રાધાને મળવા જાય છે.

તેઓ રાધાને મળવા તેના મહેલ પહોંચી જાય છે. મહેલના જઈને જોવે છે તો એમને એક સુંદર અપ્સરાને ઝાંખી પાડી દે તેવી સુંદર સ્ત્રી જોવા મળે છે. એટ્લે દેવી રૂક્ષ્મણીએ પૂછ્યું તમે રાધા છો ? ત્યારે એ સ્ત્રીએ જવાબ આપ્યો રાધાજી અંદર એમના કક્ષમાં ક્ગે હું તો તેમની દાસી છુ.

રૂક્ષ્મણીએ મનમાં જ વિચાર્યું કે રાધાની દાસી આવી સુંદર ? શું રાધા ખરેખર સુંદર હશે ? ને જેમ જેમ મહેલમાં જતાં ગયા તેમ તેમ એક થી એક સુંદર દાસી જોવા મળે છે. ને અંતે રાધાના કક્ષમાં પ્રવેશે છે.

ને પ્રવેશ કરતાં જ એક સુંદર સ્ત્રીને જોવે છે. સોળે શણગાર સજેલી. લાંબા ને કાળા પગના તળિયા સુધીના ખુલ્લા વાળ, એનું રૂપ તો એવું કે આ સંસારમાં હજી સુધી એવી કોઈ સ્ત્રી જન્મી નથી…ને સૂર્ય જેવો તેજસ્વી ચમકદાર ને આકર્ષિત તેમનું તેજ. થોડીવાર તો રૂક્ષ્મણી કશું બોલી જ નહી .અભિભૂત જ રહી રાધાને અનિમેષ નજરે જોયા કરે છે. ને એકદમ રાધાની નજીક જઈને રાધાના ચરણોમાં વંદન કરે છે.

ને ત્યાં જ રાધાના પગમાં છાલા જુએ છે. આટલો કોમળ ને મુલાયમ દેહ છ્તા આવા પગમાં છાલા ? એને તરત જ રાધાને પૂછ્યું , રાધા આ શું છે ? તારા પગમાં છાલા ? “

રાધાએ જવાબ આપતા કહ્યું “ દેવી રૂક્ષ્મણી કાલે મારો કાન ગરમ દૂધ પીવાથી દાઝી ગયો હતો….ને એને પીડા ન થાય એટ્લે એની પીડા હું લઈ લવ છુ. કેમકે હું કાનના હૃદયમાં છુ.”

આ સાંભળતા જ રૂક્ષ્મણીએ વિચાર્યું કે , “ રાધાના પ્રેમની તોલે તો તેમનો પ્રેમ જાણે કે તલભાર પણ નથી” ને તે ચૂપચાપ એકશબ્દ બોલ્યા વગર ત્યાથી પાછા ફરી ગયા.

આમ દેવી રૂક્ષ્મણીએ રાધા અને કૃષ્ણના નિસ્વાર્થ પ્રેમને જાણી શક્યા હતા.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!