કેવી રીતે રાખવામાં આવ્યા મુકેશ અંબાણીના જુડવા બાળકોના નામ, ખુબ જ દિલચસ્પ છે કહાની….

સામાન્ય ઇન્સાન હોય કે કોઈ સેલેબ્સ, દરેક માં-બાપ પોતાના બાળકોના નામ સમજી વિચારીને રાખતા હોય છે. દેશના સૌથી ધનિક બીઝનેસમૈન મુકેશ અંબાણીના જુડવા બાળકો ઇશા અને આકાશ અંબાણીના નામકરણની સાથે કઈક આવી જ બાબત જોડાયેલી છે. જણાવી દઈએ કે ખુદ મુકેશ અંબાણીએ તેનું નામ રાખ્યું છે.

ઇશા અને આકાશ અંબાણી:

નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈશા અને આકાશના જન્મ પહેલા તે અમરિકામાં હતી. તેને છોડીને મુકેશ અંબાણી કામના સિલસિલામાં ઇન્ડીયા આવ્યા હતા. બાદમાં તેને કોલ આવ્યોં અને તેને ફરી આવવું પડ્યું કેમ કે કોઈપણ સમયે બાળકોનો જન્મ થવાની સંભાવના હતી. તેના બાદ મુકેશ પોતાની માં સાથે સ્પેશીયલ પ્લેનમાં અમેરિકા જવા માટે નીકળી પડ્યા.જો કે રસ્તામાં જ તેઓને નીતાની માં બનવાની ખબર મળી. પાઈલોટે આવીને જણાવ્યું કે તેમને એક છોકરો અને એક છોકરી થયા છે. બંને જુડવા છે. પ્લેનમાં જશ્ન નો માહોલ હતો. જ્યારે મુકેશ નીતા પાસે પહોંચ્યા ત્યારે તેણે ખુદ મુકેશને જ બાળકોના નામ રાખવા માટેની વાત કહી હતી.

આકાશ અંબાણી:  આવી રીતે મળ્યું ઇશા અને આકાશ નામ:

ત્યારે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ”જ્યારે પ્લેન પહાડ ઉપરથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે મને આ ખુશખબરી મળી હતી. માટે મારી દીકરીનું નામ ઇશા રાખવામાં આવશે”. જણાવી દઈએ કે ઇશા નો મતલબ ‘પહાડો ની દેવી’ થાય છે. તેણે દીકરાનું નામ આકાશ એટલા માટે રાખ્યું કેમ કે ત્યારે તે પ્લેનમાં ઉડાન ભરી રહ્યા હતા.

ઇશા અંબાણી:શું કરી રહ્યા છે આકાશ અને ઇશા:

ઇશા હાલ રિલાયંસ Jio ની જવાબદારી સંભાળી રહી છે. તે રિલાયંસ ટેલીકોમ અને રીટેલ કંપનીઓ માં ડાયરેકટર છે. સાથે જ આકાશ અંબાણી રિલાયંસ Jio નાં પ્રોજેક્ટ હેડ-ડાયરેકટર છે. સાથે જ રિલાયંસ રીટેલ બોર્ડના મેમ્બર પણ છે.

હીરા કારોબારીની દીકરી સાથે લગ્ન કરશે આકાશ:હાલમાં જ આકાશ અંબાણીએ ગોવામાં હીરા કારોબારીની દીકરી શ્લોકા મેહતાને પ્રપોઝ કર્યું હતું. શ્લોકા તેની બાળપણની દોસ્ત છે. બંને ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલમાં સાથે અભ્યાસ કરતા હતા. જાણકારી અનુસાર આ વર્ષના અંત એટલે કે ડીસેમ્બરમાં બંનેના લગ્નનો ભવ્ય સમારોહ યોજવામાં આવશે.

સૌજન્ય: ભાસ્કર

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!