કેવી રીતે આવ્યા ભગવાન શિવ પાસે ત્રિશુળ, ડમરુ, નાગ અને ચંદ્ર – વાંચો એની પાછળની સ્ટોરી

0

જ્યારે પણ આપણે ભગવાન શિવ નું ધ્યાન ધરીએ છીએ ત્યારે આપણી આંખ ની સામે એક પરમ વૈરાગ્ય સ્વરૂપ શિવ ની મુર્તિ દ્રશ્ય માન થાય છે. તેમના એક હાથ માં ત્રિશુળ, બીજા હાથ માં ડમરુ, ગળા માં સર્પો ની માળા પહેરેલી હોય અને મસ્તક પર અર્ધ ચંદ્ર વિરાજમાન છે. એટલે કે ભગવાન શિવ સાથે આ ચાર વસ્તુ કેમ જોડાયેલી છે? શું તમને આવો ક્યારેય પ્રશ્ન થયો છે. શિવ ના કોઈ પણ મંદિર માં જઈએ આપણ ને આ ચાર વસ્તુ તેની સાથે જોવા મળે છે. હવે પ્રશ્ન થાય કે આ ચાર વસ્તુ શિવ સાથે પહેલે થી જ હતી કે પછી અલગ અલગ સમયે તેમની સાથે જોડાઈ, આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવ નો આ ચાર વસ્તુ સાથે સંબંધ કઈ રીતે બન્યો.
ભગવાન શિવ નું ત્રિશુળ
ભગવાન શિવ સર્વશ્રેષ્ઠ અને બધા પ્રકાર ની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા ના જ્ઞાતા છે. પરંતુ પૌરાણિક સમય માં તેમના બે પ્રમુખ અસ્ત્રો નો ઉલ્લેખ મળે છે એક ધનુષ અને બીજું ત્રિશુળ. ભગવાન શિવ ના ધનુષ વિશે તો એ કથા છે કે તેનું નિર્માણ સ્વયં શિવજી એ કર્યું હતું. પણ ત્રિશુળ વિશે એવી કોઈ માહિતી મળતી નથી કે તેમની પાસે ત્રિશુળ કેવી રીતે આવ્યું. પણ એવું માનવા માં આવે છે કે જ્યારે બ્રહ્મનાદ થી શિવ નું પ્રાગટ્ય થયું ત્યારે તેમની સાથે રજ, તમ, સત, આ ત્રણ ગુણ પણ પ્રગટ થયા. આ ત્રણ ગુણ શિવજી ના ત્રણ શૂલ એટલે કે ત્રિશુળ બન્યા. આ ત્રણ ગુણો વચ્ચે સાંમજસ્ય બનાવવું ખુબ કઠિન હતું, આથી ત્રિશુ;ળ ના રૂપ માં શિવ જી એ તેને પોતાના હાથ માં ગ્રહણ કર્યું.

ભગવાન શિવ નું ડમરુ
શિવ જી ના હાથ માં ડમરુ આવવા ની કથા ખૂબ જ રોચક છે. સૃષ્ટિ ના પ્રારંભ માં જ્યારે દેવી સરસ્વતી પ્રગટ થઈ ત્યારે તેમણે પોતાની વીણા ના સ્વર માથી ધ્વનિ ને જન્મ આપ્યો. પણ આ ધ્વનિ સુર અને સંગીત વિહીન હતી. તે સમયે શિવજી એ નૃત્ય કરી ને ચૌદ વખત ડમરુ વગાડ્યું. અને આ ધ્વનિ થી સંગીત ના ધંદ,તાલ નો જન્મ થયો. કહેવા માં આવે છે કે ડમરુ બ્રહ્મ સ્વરૂપ છે, જે દૂર થી વિસ્તૃત દેખાય છે પણ નજીક જતાં તે સંકુચિત થતું જાય છે. અને બીજા છેડા ને મળી જાય છે. અને ફરી વિશાળ થાય છે. સૃષ્ટિ માં સંતુલન બનાવી રાખવા માટે શિવજી ડમરુ ને પોતાની સાથે લઈ ને પ્રગટ થયા છે.ભગવાન શિવ નો નાગ/સર્પ
શિવજી નું ધ્યાન ધરીએ ત્યારે સૌપ્રથમ તેમના ગળા માં આપણ ને નાગ કે સર્પ ના દર્શન થાય છે. એટલે કે શિવ ની સાથે હંમેશા નાગ હોય છે. આ નાગ નું નામ વાસુકી છે. આ સર્પ વિશે પુરાણો માં માહિતી આપવા માં આવી કે તે નાગો નો રાજા છે અને નાગલોક માં તેમનું શાસન છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આ સર્પ એ દોરી નું કામ કર્યું હતું અને જેનાથી સાગર નુ મંથન થયું હતું. કહેવા માં આવે છે કે વાસુકી નાગ પરમ શિવ ભક્ત હતો. તેની ભક્તિ થી પ્રસન્ન થઈ શિવજી એ તેમણે નાગલોક નો રાજા બનાવ્યો હતો અને પોતાના ગળા માં આભૂષણ ના રૂપ માં ગ્રહણ કર્યો.

ભગવાન શિવ ના મસ્તક પર શોભતો અર્ધ ચંદ્ર
શિવ પુરાણ માં કથા આવે છે કે ચંદ્ર ના વિવાહ દક્ષ પ્રજાપતિ ની 27 કન્યાઓ સાથે થયા હતા. અને આ 27 કન્યાઓ જ 27 નક્ષત્ર કહેવાય છે. આ કન્યાઓ માં ચંદ્ર રોહિણી નામ ની કન્યા ને વિશેષ પ્રેમ કરતાં હતા. આથી આ ફરિયાદ તે કન્યાઓ એ પોતાના પિતા દક્ષ પ્રજાપતિ ને કરી. અને દક્ષે ચંદ્ર ને ક્ષય થવા નો શાપ આપ્યો. આ શાપ માથી મુક્તિ મેળવવા માટે ચંદ્ર એ ભગવાન શિવ ની તપસ્યા કરી. ચંદ્ર ની તપસ્યા થી પ્રસન્ન થઈ ને શિવજી એ તેના પ્રાણ બચાવ્યા અને તેને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું. જે જ્ગ્યા પર ચંદ્ર એ તપસ્યા કરી તે સ્થાન સોમનાથ કહેવાયું. એવી માન્યતા છે કે દક્ષ ના શાપ ના કારણે જ ચંદ્ર વધે અને ઘટે છે.

આમ ભગવાન શિવ ની મહિમા અનોખી છે. અને તેમની કથા ઓ પણ ખૂબ જ રોચક છે. શિવ નું પરમ વૈરાગ્ય સ્વરૂપ જ મન ને પરમ શાંતિ આપી જાય છે. આવી રહ્યો છે શ્રાવણ માસ એટલે કે શિવજી ની પુજા, અર્ચના અને તપસ્યા નો માસ. આ માસ માં બને એટલી શિવ ની મહિમા ગાઓ અને સાંભળો.

માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here