કેવા મળશે તમને જીવનસાથી જાણો રાશિ અનુસાર…બધી જ રાશિ વિશે વાંચો આર્ટિકલમાં

0

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણો કે રાશિ પ્રમાણે સાતમા ભાવમાં રહેલો જીવનસાથી કેવો હશે..

રાશિ અનુસાર જાણીએ તેમનો સ્વભાવ..

1. મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકોની કુંડળીમાં સાતમા ભાવનો સ્વામી શુક્ર હોય છે. શુક્ર અને લગ્નનો કારક માનવામાં આવે છે. મેષ રાશિવાળા જાતકો સુંદર અને સુશિક્ષિત જીવનસાથી મેળવે છે.

2. વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકોની કુંડળીમાં સાતમાં ભાવનો સ્વામી મંગળ અને રાશિ વૃશ્ચિક છે. કન્યા અથવા તો પુરુષના જીવનસાથીની રુચિ ભણવામાં ઓછી હશે. અને તેમને જીવનમાં ક્યારેક-ક્યારેક સંઘર્ષનો સામનો કરવો પડશે.

3. મિથુન રાશિ

મિથુન રાશિના સાતમા ભાવમાં ગુરુ છે. અને તેમની રાશિ ધનુ છે. આ રાશિના જાતકો દેખાવે ખૂબ જ સુંદર દેખાવવાળા જીવનસાથી મળે છે. તે ખૂબ જ ગૌરવ અનુભવી શકાય તેવા કાર્યો કરે છે. પરંતુ પોતાની વાત ન માને તેવા વ્યક્તિઓ તેમને સહેજ પણ પસંદ નથી.

4. કર્ક રાશી

કર્ક રાશી ના લગ્નના સ્થાનમાં ચંદ્ર છે સાતમા ભાવમાં શનિ છે.. આ રાશિ આ રાશિના જાતકોને તેમના જીવનસાથી ભણવામાં ખૂબ જ રસ ધરાવતા હોય તેવા મળે છે. તેઓ ખૂબ આત્મસન્માન જાળવવામાં માનતા હોય છે.

5. સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોમાં સાતમા ભાવમાં શનિ અને રાશિ કુંભ હોય છે. આ રાશિના જાતકોને જીવનસાથી ખૂબ જ મહેનતુ મળે છે. તે હંમેશા વડીલોનો આદર કરે છે. અને તે હંમેશા બીજાની ભલાઈ માટે ના કાર્યો કરે છે.

6. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે સાતમા ભાવમાં ગુરુ હોય છે અને રાશી મીન હોય છે આ રાશિના જાતકોને જીવનસાથી ખૂબ જ ધાર્મિક સ્વભાવના મળે છે. દેખાવમાં ખૂબ જ સુંદર અને બોલવામાં એકદમ ચપળ વ્યક્તિ જીવનસાથીના રૂપમાં મળે છે.

7. તુલા રાશિ

તુલા રાશિના લોકોને સાતમાં ભાવમાં, મંગળ અને રાશિ મેષ છે. આ રાશિના જાતકોને જીવનસાથીનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો મળે છે. પરંતુ તેમનું લગ્નજીવન ખૂબ જ સફળ રહે છે.

8. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોમા સાતમા ભાવમાં શુક્ર છે અને રાશિ વૃષભ છે. વૃશ્ચિક રાશિના જાતકોના જીવનસાથી ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. અને ખૂબ જ ભાવુક હોય છે. આ જીવનસાથી સંબંધોમાં મધુરતા બનાવવા માટેનો પ્રયત્ન કરતા રહે છે.

9. ધન રાશિ

ધન રાશિના લગ્ન ભાવમાં બુધ અને સાતમા ભાવમાં મિથુન હોય છે. આ રાશિના જાતકોના જીવનસાથી એકદમ સંસ્કારી શાંત સ્વભાવના સુંદર અને વિચારશીલ હોય છે.

10. મકર રાશિ

મકર રાશિના જાતકોમાં લગ્ન ભાવમાં ચંદ્ર અને રાશિ કર્ક છે. આ રાશિના જાતકોના જીવનસાથી ખૂબ જ અનુશાસન વાળા, ભાવુક અને મદદશીલ સ્વભાવના હોય છે. તેઓ મધુરભાષી હોય છે.

11. કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોના જીવનસાથી ખૂબ જ મિલનસાર સ્વભાવના હોય છે , વાણીમાં વિનમ્રતા, તથા પોતાની વાત મનાવી શકે તે રીતની આવડત ધરાવતા હોય છે.

12. મીન રાશિ

મીન રાશિ ના લગ્નના સાતમા ભાવમાં બુધ અને રાશિ કન્યા હોય છે. આ રાશિના જાતકોના જીવનસાથી દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને ઓછું બોલવા વાળા હોય છે. તથા પોતાના મનમાં બહુ બધી ઈચ્છાઓ રાખે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here