કેટલી હિમ્મત હશે કે પોતાના પતિના શ્રાધ પછી રાત દિવસ એક કરીને ફૌજી બનવાનું નક્કી કર્યું…જાણો આ બહાદુર નારી વિશે

0

આ દેશ નાં લોકો જેટલા પોતની સેના પર ફક્ર અને અભિમાન કરે છે, તેટલાજ સંવેદનશીલ તેઓ શહીદો અને તેના પરિવારજનો પર હોય છે. હાલમાં જ એક શહીદ ની પત્ની નો એકદમ ભાવુક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પોતાના પતિ ની મૃત્યુ પછી જ્યારે પણ તેમને પોતાના પતિ ની યાદ આવે છે ત્યારે તે તેની જેકેટ પહેરી લે છે.

હાલમાંજ ચેન્નાઈ ના OTA થી 800 આર્મી કેન્ડીડેટ્સ પાસ આઉટ થઈ હતી. તે બધા 11 મહિનાની કઠીન ટ્રેનીંગ પછી ઓફિસર બની રહ્યા હતા. દરેક ખુશીમાં એક બીજાને ગળે મળીને શુભકામના આપી રહ્યા હતા. તેમાંથી બે Candidatesનાં નામ હતા સ્વાતિ મહાદિક અને નિધિ મિશ્રા.

સ્વાતિ મહાદિક નાં પતિ કર્નલ સંતોષ મહાદિક 2015 માં જમ્મૂ- કાશ્મીર નાં કુપવાડા આતંકવાદીઓ સામે લડતા લડતા જ શહીદ થઈ ગયા હતા જ્યારે નિધિનાં પતિ નાયક મિશ્રા ની હાર્ટ એટેક ને લીધે 2009 માં મૃત્યું થઈ ગઈ હતી.

આ દિવસોની યાત્રા એટલી આસાન હતી કે, જેટલી સાંભળવામાં લાગે છે. બન્ને ને એ વાતની રાહત ન મળી કે તેમના પતિ એક ફૌજી હતા. સ્વાતિ પોતાના પતિના ગયા બાદ તેની ડ્રેસને અલમારીમાં ટાંગીને રાખતી હતી અને ત્યાંથી જ તેમણે આર્મીમાં જાવા માટેની પ્રેરણા મળી. તેની સામે ઘણી એવી મુશ્કેલીઓ હતી. પહેલી ઉમર,આર્મીમાં આવેદન માટે ની સીમા 27 વર્ષ છે, જો કે સ્વાતિએ જ્યારે SSB ક્લીયર કરી હતી ત્યારે તે 30 વર્ષથી પણ વધારે ઉમરની હતી. પણ તેના ડેડીકેશન ને જોઇને તેની માંગ ને મંજુર રાખવામાં આવી હતી. તેના પછી 11 મહિનાની કઠીન ટ્રેનિંગ, જ્યાં તેમણે પોતાના બન્ને બાળકોને છોડવા પડયા હતા. સ્વાતિ લેફટીનેન્ટ નાં પદ ઉપર પુને ની  Ordinance Corps જોઈન્ટ કરવાની હતી.
નિધિ પાસે પહેલાથીજ MBA ની ડીગ્રી હતી અને તે એક કંપનીમાં HR હતી. પરંતુ પતિના મૃત્યુ પછી આર્મી જોઈન કરવાનું નક્કી કર્યું. તે સમયે તેના પરિવારે તેમનો સાથ આપ્યો હતો અને બાળકો ને પણ સંભાળ્યા હતા. તેને રીટર્ન એક્ઝામ ક્લીયર કરવામાં પુરા 5 Attempt લાગ્યા હતા, પરંતુ છતાં પણ તેમણે પોતાને સાબિત કરી બતાવ્યું. નિધિ પણ ઝાંસી નો  Ordinance ડીપાર્ટમેંટ જોઈન કરશે.

પતિને ગુમાવ્યાનું દુઃખ ને તેને કમજોર નાં બનાવી, પરંતુ વધારે મજબુત બનાવી અને આજે આ બંન્ને જ્યાં છે તે બધુજ તેના મહેનત નાં લીધેજ છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here