કેરી નો બાફલો- ઉનાળામાં લૂ સામે રક્ષણ મેળવવા માટે નો રામબાણ ઇલાજ અને તેના ફાયદા

0

👉🏻કેરી નો બાફલો…
👉🏻ઉનાળામાં લૂ સામે રક્ષણ મેળવવા માટે નો રામબાણ ઇલાજ અને તેના ફાયદા

ભર ઉનાળામાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે..
અનેક ઉપાયો કરીએ છીએ તથા ઠંડા પીણા પીએ છીએ..
ઉનાળામાં લૂ સામે રક્ષણ મેળવવા માટે, તથા ઉનાળામાં તાપને લીધે અન્ય બીમારી ન થાય તે માટે બાફલો ખૂબ જ અમૃત જેવું કામ કરે છે..

ગુજરાતમાં અત્યારે હીટવેવની અસર જોવા મળી રહી છે.. આપણે ત્યાં એપ્રિલની અંદર ૪૦ ડિગ્રી ઉપર તાપમાન જતું હોય છે… આ વખતે માર્ચમાં જ ૪૦ ડિગ્રી ઉપર તાપમાન જતું રહ્યું છે.. આવા સમયમાં ગરમીથી પોતાની જાતનું રક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે..
dehydration ,ચક્કર આવવા, sun stroke.. આ બધા જ પ્રોબ્લેમ માંથી બહાર લાવતું એક કુદરતી પીણું કેરીનો બાફલો અેક tasty ઔષધ.

👉🏻બાફલો બનાવવાની રીત..
સામગ્રી

– ૩ થી ૪ નંગ મોટી કાચીકેરી – 500 ગ્રામ ખાંડ -મીઠું -ક્રશ કરેલું જીરુ

સૌપ્રથમ કેરીની છાલ કાઢી લો… ત્યારબાદ તેને બાફવા મુકી દો..

કેરી બફાઈ જાય પછી તેના પલ્પને અલગ કરી દો.. એક કઢાઈં લો, તેમાં ૫૦૦ ગ્રામ ખાંડ લો. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને ચાસણી તૈયાર કરો, ત્યારબાદ આ પલ્પને ચાસણીમાં મિક્સ કરી દો.. થોડીવાર સુધી, આ પલ્પને ચાસણી સાથે મિક્સ થવા દો… ત્યારબાદ મિક્સરમાં તેને ગ્રાઈન્ડ કરી લો..બાફલો તૈયાર છે…

પણ તેને ઉપયોગમાં લેવા માટે.. એક ગ્લાસ લો, ગ્લાસમાં સવા ગ્લાસ જેટલો ક્રશ કરેલો પલ્પ લો..
તેમાં જીરું અને મીઠું નાખી હલાવી દો.. ત્યારબાદ બાકીના ભાગમાં પાણી ઉમેરો.. અને ચમચીથી મિક્સ કરી દો… તૈયાર છે ગરમી સામે રક્ષણ મેળવવા માટે નું અમૃત કેરી નો બાફલો..

👉🏻 બાફલા ના ફાયદા…

1. ઉનાળાની ભયંકર લૂ સામે રક્ષણ મળે છે..
2. તાપને લીધે શરીરમાં થતા નુકસાનને અટકાવે છે.
3. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે.. તેથી ડીહાઇડ્રેશનની તકલીફ થતી નથી…
4. કેરીની અંદર ભરપૂર માત્રામાં glucose હોવાથી, તાપને લીધે ચક્કર આવવાથી રક્ષણ મળે છે…

તો આજે જ બનાવો કેરીનો બાફલો..

લેખક – નિરાલી હર્ષિત
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

જાણો ફાલુદા બનાવની રેસીપી..ગરમીની મૌસમમાં રહો ઠંડા ઠંડા Cool Cool – રેસીપી શેર કરો

ટૂંક સમયમાં જ કેરીની સીજન શરુ થવા જઈ રહી છે તો આજની આ રેસીપી તમને ખુબ કામ આવી શેક છે. આજે અમે તમને મેંગો શેઈકની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. ગરમીની સીજનમાં મેંગો મિલ્ક શેઈક બાળકો ની સાથે સાથે દરેક લોકોને પસંદ આવતું હોય છે. આ શેઈક બનાવા માટે હંમેશા રેસા વગરની કેરી જ ઉપીયોગમાં લેવી જોઈએ. કેમ કે રેસા વાળી કેરી માંથી બનેલા શેઈકથી મો માં રેસા આવી શકે છે અને તે પૂરી મજા અને સ્વાદ બગાડી નાખે છે. માટે હંમશા સારી ક્વોલેટી જેવી કે કેસર, હાફૂસ, બદામ પ્રકારની કેરીનો જ ઉપયોગ કરો.

હંમેશા ફ્રેશ દુધનો જ ઉપયોગ કરો જેથી તમે તેને એક કે બે દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. સવારે ફ્રેશ દૂધ સાથે મેંગો શેઈક બનાવી લો અને ફ્રીજમાં મૂકી દો. બાદમાં તેને તમે દિવસ દરમિયાન ગમે ત્યારે પી શકો છો. સાથે જ તમે શેઈક માં સ્વાદ બદલાવા માટે આઈસક્રીમ પણ ઉમેરી શકો છો. જે પુનેનું ફેવરીટ ડ્રીંક માનવામાં આવે છે જેને ‘મૈંગો મસ્તાની’ કહેવામાં આવે છે.

સાથે જ તમે શેઈક માં અમુક ડ્રાઈ ફ્રુટ્સ, માવો,ક્રીમ વગેરે તમારી પસંદ અનુસાર ઉમેરી શકો છો.

શેઈક બનાવાં માટેની જરૂરી સામગ્રી:

એક કપ કેરીના ટુકડા, 1 કપ દૂધ, 1/8 ટી સ્પુન એલચીનો પાઉડર, 1 સ્પુન ખાંડ, 2-3 પિસ્તાના નાના ટુકડા, અન્ય ડ્રાઈ ફ્રુટ્સ તમારી ઈચ્છા અનુસાર.

બનાવાની રીત:

કેરીના ટુકડાઓને મિક્સ કરો, તેમાં ખાંડ, અને 1/4 દૂધ મિક્ષ કરી ક્રશ કરો, ફરી તેમાં બાકી બચેલું 1/4 દૂધ, એલચી પાઉડર નાખીને ફરીથી ક્રશ કરો, બાદમાં તેને ગ્લાસમાં નિકાળો અને કાપેલા ડ્રાઈ ફ્રુટ્સ ઉપર મુકો, અન્ય આઈસક્રીમ, કે ડ્રાઈ ફ્રુટ્સ, માવો વગેરે પણ તમારી ઈચ્છા અનુસાર ઉમેરી શકો છો, સાથે જ તેને ઠંડું બનાવા માટે થોડા બરફના ટુકડા પાણ નાખો, લો બની ગયું તમારું ફેવરીટ મિલ્ક મૈંગો શેઈક.

Story Author: આરતી પટોડીયા
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here