કેરળમાં પૂર પછી જોવા મળ્યો અનોખો નજારો, 2 હિસ્સા માં વહેંચાઈ ગયો સમુદ્ર, સામે આવ્યું આ કારણ….

0

કેરળ માં પૂર પછી મચેલી તબાહી થી લોકો હજી બહાર આવ્યા ન હતા કે હવે પ્રદેશ માં સૂકા અને વેરાન બની જવાનો ખતરો વાઈ રહ્યો છે.રિપોર્ટ ના આધારે પૂર ના એક મહિના પછી થી જ નદીઓ અને કુવા નું જળસ્તર ઘટતું જઈ રહ્યું છે. એવામાં પાણી ઘટવાની એક તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. તસ્વીર કેરળ ના પોન્નાની સમુદ્રી તટ ની છે. જેમાં સમુદ્ર ની વચ્ચે રેતીનો પાળો દેખાઈ રહ્યો છે જેને લોકો રામ સેતુ જણાવીને શેયર કરી રહ્યા છે.
કેટલો લાંબો છે આ પાળો:

રિપોર્ટ ના આધારે સમુદ્ર ની વચ્ચે એક કિલોમીટર સુધી લાંબો પાળો બની ગયો છે. દૂર થી જોવા પર સમુદ્ર બે હિસ્સા માં વહેંચાયેલો દેખાય છે. જો કે હજી તેની પાકી જાણકારી નથી મળી કે આ પાળો કેવી રીતે બન્યો. અહીં પર થયેલા ભારે વરસાદ ને લીધે રેતી વહીને વચ્ચે ના ભાગમાં જમા થઇ ગઈ છે. જયારે પાણી ઓછું થયું તો આ રેતી દેખાવા લાગી.
પાળો જોવા માટે પહોંચી રહ્યા છે લોકો:
પોન્નાની સમુદ્ર પર બનેલા પાળાની તસ્વીર વાઇરલ થઇ રહી છે. તેને જોવા માટે લોકોની ભીડ લાગી રહી છે. એવામાં કોઈ અકસ્માત ના બને તેના માટે પોલીસ ની સુરક્ષા પણ કરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સના આધારે વર્ષ 1996 માં નદીઓ ના વહાવમાં બદલાવ આવવાને લીધે આ પાળો બન્યો હતો. 2009 માં પણ આવો પાળો જોવામાં આવ્યો હતો, જેને જોવા માટે ગયેલા ચાર લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમાના એકની મૃત્યુ પણ થઇ ગઈ હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here