ખુશખબર: હવે ગાડી ચલાવતા સમયે હવે તમારી નહીં રાખવા પડે જરૂરી કાગળ,સરકારે આપી મોટી રાહત

0

ડ્રાઈવીંગ લાયસન્સ, પીયુસી, આરસી બુક અને બીજા ઘણા બધા કાગળ. હા મિત્રો આ લીસ્ટ છે તમારા વાહન ચલાવતા સમયે સાથે રાખવાના પ્રૂફનું પણ હવે તમારે આ કોઈપણ પ્રકારનું કાગળ સાથે રાખવાની જરૂરત નથી. હા મિત્રો તમે સાચું વાંચ્યું છે. હવે જો તમે ઓફીસ પર જઈ રહ્યા છો અને ઉતાવળમાં તમારા વાહનના લીગલ કોઈ કાગળિયાં ઘરે ભુલાઈ ગયા છે અને જો કોઈ પોલીસ કે પછી કોઈ ટ્રાફિક પોલીસ તમને રસ્તામાં રોકે છે તો તમારે ડરવાની કે પછી દુરથી પોલીસને જોઇને રસ્તો બદલવાની જરૂરત નથી. તો શું કરવું પડશે તમારે અને શું છે આના માટેનો સરળ રસ્તો એ આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી ૧૯ નવેમ્બરના દિવસે એક નોટીસ જાહેર કરવામાં આવી છે જેમાં કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ નિયમ ૧૩૯ હેઠળ તમારે હવે બાઈક કે પછી કાર ચલાવતી સમયે કોઈપણ કાગળ રાખવાની જરૂરત નથી. વાત એમ છે કે હવે જયારે પણ તમે રસ્તા પર જતા હોવ અને કોઈ તમને લાયસન્સ કે પછી આરસી બુક માંગે તો તમારે તેમને ડીજીટલ પેપર (ઇલેક્ટ્રિક કોપી) બતાવવાના રહેશે. આમ કરવાથી તમને કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહિ.

આમ કરવાથી તમને શું ફાયદો થશે.

૧. તમારે તમારા વોલેટ કે પર્સમાં કોઈપણ પ્રકારના વધારાના કાગળિયાં કે ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂરત નથી.

૨. ઓરીજીનલ ડોક્યુમેન્ટ એ કેટલા જરૂરી હોય છે એટલે જયારે ક્યાય બહાર તમારી સાથે ઓરીજીનલ ડોક્યુમેન્ટ હશે જ નહિ તો ચોરી થવાના બનાવમાં તમારા ઓરીજીનલ ડોક્યુમેન્ટ ગુમ થશે નહિ.

૩. જયારે રસ્તા પર જતા કોઈ ટ્રાફિક પોલીસ તમારા ડોક્યુમેન્ટ માંગશે અને તમારી પાસે એ નહિ હોય ત્યારે જે તમારે મેમો ભરવો પડે છે કે પછી અન્ડર ધ ટેબલ પૈસા આપવા પડતા હોય છે એ નહિ આપવા પડે.

૪. આનાથી સૌથી વધુ ફાયદો એ લોકોને થશે જે બિચારા એક તો ઓફીસ પહોચવાની ઉતાવળમાં કાગળનું વોલેટ એ ઘરે ભૂલી જાય છે અને પછી ઓફીસ પહોચવા માટે સ્પીડમાં જતા હોય છે અને પોલીસવાળા અકે પછી ટ્રાફિક પોલીસને જોઇને રસ્તો બદલીને ચલણ થી તો બચી જાય છે પણ ઓફીસ એ બહુ લેટ પહોચાય છે. આ મિત્રોને સૌથી વધુ લાભ થશે.

૫. એક ફાયદો એ પણ થશે કે આજે લોકો ઓફીસ જતા ઘણુબધું ભૂલી શકે છે પણ તે પોતાનો સ્માર્ટફોન તો ક્યારેય નહિ ભૂલે. જયારે ફોન સાથે હશે તો જે તે વ્યક્તિ એ જરૂરત પડશે ત્યારે પોલીસને કે પછી ટ્રાફિક પોલીસને તમારા ફોનમાંથી ઇલેક્ટ્રિક ડોક્યુમેન્ટ કોપી બતાવી શકશો અને ચલન કે મેમાથી બચી શકશે.

એક ખાસ વાત : તમારે ફક્ત એક વાતની તકેદારી રાખવાની છે કે જયારે પણ તમે ડ્રાઈવ કરી રહ્યા હોવ તો તમારી સાથે ફોન હોવો જોઈએ અને ફોનમાં તમારા ડોક્યુમેન્ટની ઇલેક્ટ્રિક કોપી હોવી જોઈએ. તમારા ડોક્યુમેન્ટની ઇલેક્ટ્રિક કોપી તમે ઓનલાઈનથી ડાઉનલોડ કરી શકશો. વધુ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here