કેમ વૈજ્ઞાનિકો પણ કહે છે કે દરેક દુઃખની દવા છે ગાયત્રી મંત્ર…શું અર્થ અને મહત્વ છે? વાંચો આર્ટિકલ

👉🏻 કેમ વૈજ્ઞાનિકો પણ કહે છે કે દરેક દુઃખની દવા છે ગાયત્રી મંત્ર…
👉🏻ગાયત્રી મંત્રનો અર્થ શું થાય
શું છે ગાયત્રી મંત્રનું મહત્વ..

👉🏻દરેક મંત્રનો અર્થ સમજીને જો તેનો જાપ કરવામાં આવે તો લાખ ઘણું પુણ્ય મળે છે..

જેમકે પથ્થરને પણ વારંવાર મંત્ર બોલીને સજીવન કરી તેમાં પ્રાણ પૂરી શકાય છે, લોકો તેને ભગવાન માને છે.. અને તેમના આશીર્વાદથી પોતાની સમસ્યાઓ દૂર કરે છે..

તેવી જ રીતે વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે ગાયત્રી મંત્ર ખૂબ જ પ્રભાવશાળી છે અને તેનાથી શારીરિક, માનસિક, આર્થિક બધી જ સમસ્યાઓમાંથી બહાર આવી શકાય છે..

પહેલાં તો સમજીએ ગાયત્રી મંત્રનો અર્થ..

ॐ भूर्भुव: स्व:
तत्सवितुर्वरेन्यं ।
भर्गो देवस्य धीमहि,
धीयो यो न: प्रचोदयात् ।।

 • ॐ =બ્રહ્મા
 • भूर = મનુષ્યને પ્રાણ આપનાર
 • भुवः = દુઃખને નાશ કરનાર
 • स्वः = સુખ પ્રદાન કરનાર
 • तत = તેઓ
 • सवितुर = સૂર્યની જેમ પ્રકાશિત છે
 • वरेण-यं = બધાથી ઉત્તમ
 • भर्गो- = કર્મનો ઉદ્ધાર કરવા વાળા છે,
 • देवस्य- = પ્રભુ
 • धीमहि- = ધ્યાન કરવા યોગ્ય છે
 • धियो = બુદ્ધિ
 • यो = ને
 • नः = અમારી
 • प्रचो- दयात् = શક્તિ આપો..

હે પ્રભુ તુ સુખ આપનાર છે અને દુઃખ હરનાર છે, મનુષ્યને જીવ આપનાર છે, સૂર્યની જેમ પ્રકાશિત છે બધામાં ઉત્તમ છે, ધ્યાન કરવા યોગ્ય છે, તેવા પ્રભુને પ્રાર્થના છે કે અમને યોગ્ય બુદ્ધિ આપો, શક્તિ પ્રદાન કરો..

ગાયત્રી મંત્રનું આટલું બધું મહત્વ કેમ છે ?
ગાયત્રી મંત્ર વેદોની ઋચા છે.. યજુર્વેદ અને ઋગવેદ અને ભેગું કરીને બન્યો છે આ મંત્ર.. ગાયત્રી મંત્રને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રથી ભૌતિક અને આધ્યાત્મિક ખૂબ જ ફાયદો થાય છે. જેવી શ્રદ્ધા અને પ્રાર્થનાથી ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવશે તેવું જ ફળ મળશે..

શિક્ષા, એકાગ્રતા અને જ્ઞાન માટે ગાયત્રી મંત્ર એકદમ ઉત્તમ છે.. આ મંત્રનો જાપ કરવાથી અલગ જ પ્રકારની શાંતિ મળે છે ,આસપાસનું વાતાવરણ એકદમ શાંતિમય અને પોઝિટિવ થઈ જાય છે.. મંત્ર જાપથી એવું લાગશે કે ભગવાનની એકદમ નજીક આવી ગયા છે.. સાચી રીતે મંત્રનો અર્થ સમજીને જો જાપ કરવામાં આવે તો લાખ ઘણું પુણ્ય મળે છે..

ગાયત્રીમંત્રના જપ વિધિ..
સવારે અથવા તો સાંજે સંધ્યાકાળ દરમિયાન એટલે કે સવારના સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે પીળા કપડાં પહેરીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ..

સંસારી જીવનને સુખી કરવા માટે ચંદન ની માળાથી જપ કરવો.. મંત્ર જાપ કરતા પહેલા ગુરુવંદના જરૂર કરવી..

સૂર્યોદય સમયે જાપ કરવાથી વિશેષ લાભ થાય છે જો બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય , યોગ્ય માર્ક ન આવતા હોય તો બાળકોને ગાયત્રી મંત્રનો જાપ કરાવવો.. પ્રસાદમાં દહીં અને લાડુનો પ્રસાદ ધરાવવો..

જીવનની દરેક મુશ્કેલીઓનું નિવારણ ગાયત્રી મંત્રથી આવ્યા આવી શકે છે, બસ શ્રદ્ધાપૂર્વક મંત્ર જાપ કરવો જોઈએ..

લેખક – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!