આખરે કેમ આદિવાસી પોતાની નજીક કોઈને આવવા નથી દેતા? એક એવો માણસ જે આંદામાન ના ખૂંખાર આદિવાસી સાથે મુલાકાત કરી અને જણાવ્યું ઊંડું રહસ્ય જે કોઈને નથી ખબર આખી દુનિયામાં

0

અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ ની સેન્ટીનેલ જનજાતિ એક અમેરિકી પર્યટક ની હત્યા ને લઈને ચર્ચા માં છે. આ જનજાતિ હજારો વર્ષો થી દુનિયાથી અલગ છે કેમ કે તેઓ સામાન્ય લોકોની બીમારીથી દૂર રહેવા માગે છે.પણ ભારતના માનવશાસ્ત્રી ત્રિલોકનાથ પંડિત(ટીએન પંડિત) એકમાત્ર એવા વ્યક્તિ છે, જે આ જનજાતિ સાથે મિત્રતા બનાવામાં સફળ રહ્યા હતા. 1966 થી 1991 ની વચ્ચે તેમણે આ દ્વીપ ની ઘણી યાત્રાઓ કરી હતી. ટિએન પંડિત(85 વર્ષ) એ દિલ્લી સ્થિત પોતાના નિવાસ પર થી આ જનજાતિઓ ની સાથે પોતાનો અનુભવ લોકોને જણાવ્યો હતો.

આટલા માટે નારાજ છે:

ટીએન પંડિત એ જણાવ્યું કે આ જનજાતિ ના હિંસક હોવાનું કારણ ઇતિહાસ માં છુપાયેલું છે. 1858 માં અંગ્રેજો એ આ જનજાતિ ને પણ નિશાનો બનાવ્યો હતો. તેમણે પણ ત્યારે તિર-ભાલા થી મુકાબલો કર્યો હતો. જો કે અમુક દિવસો પછી અંગ્રેજો તો ચાલ્યા ગયા, પણ બીમારીઓ છોડી ગયા. તેની જનજાતિ ના ઘણા લોકોની મૃત્યુ થઇ ગઈ. તેના પછી થી તેઓની કોશિશ રહી છે કે સામાન્ય લોકોની દુનિયાથી દૂર રહેવું. પંડિતે સૈનીટલ આઈલૈંડ ની પોતાની યાત્રા વિશે જણાવ્યું કે જયારે તે તેની પાસે ગયા તો તેમને જમીન પર પગ પણ રાખવા પણ દીધો ન હતો. તેઓએ અમને પાણી માં ઉતારીને અમારી પાસે થી નારિયેળ લીધા અને જાવા માટે નું કહ્યું.

અમેરિકી નાગરિક નું શવ આવી રીતે મળશે:

સેટીનલ જનજાતિ ના લોકો માને છે કે બહારના લોકો અહીં માત્ર વ્યવસાય જમાવવા માટે આવે છે. જો સરકાર અને પ્રશાશન અમેરિકી નાગરિક ની બોડી લાવવા માગે છે તો આ વાત નું ધ્યાન રાખવાનું રહે કે તેઓના પર બળ નો પ્રયોગ ના કરે. પહેલા એક રીતે ટ્રાયલ બેસીસ પર ત્યાં જાઓ અને તેઓને ભરોસા માં લો. તેના પછીથી જ પુરી તૈયારીથી પ્રશાસન ને બોડી લેવા જાવું જોઈએ.

સેન્ટિનલ જનજાતિ ના લોકોનો વસવાટ:

ખાણી-પીણી: ટીએન પંડિત જણાવે છે કે સેન્ટિનલ્સ ન તો ખેતી કરે છે અને ન તો કોઈ જાનવરો ને પાળે છે. તેઓ ફળ, મધ, કંદમૂળ, ભૂંડ, કાચબા, માછલી વગેરે નું જ સેવન કરે છે, તેઓએ અત્યાર સુધી નિમક કે ખાંડ નો સ્વાદ જ નથી ચાખ્યો. હેરાની ની વાત તો એ છે કે તેઓને અગ્નિ પ્રગટાવવી પણ નથી આવડતી.

સમાજ: ટીએન જણાવે છે કે તેઓના સમૂહ ના કોઈ મુખિયા નથી હોતા. પણ તીર, ભાલા, ટોકરી, ઝૂંપડી વગેરે બનાવનારાઓને સમ્માન આપવામાં આવે છે. આ જાતિના લોકો નજીકના લોકો સાથે લગ્ન નથી કરતા.

પરિવાર: બાળકોના ઉછેર વિષે પંડિત જણાવે છે કે જયારે બાળકો પોતાના પગ પર ઉભા રહેવાનું શરૂ કરે છે, ત્યાર થી તેઓને તિર-ભાલા બનાવાની વિદ્યા આપવામાં આવે છે.

પ્રથાઓ: ત્યાંના લોકોમાં જો કોઈની મૃત્યુ ઝૂંપડી માં જ થઇ જાય તો તે પછીથી તે ઝૂંપડી માં કોઈ જ નથી રહેતું. મૃતક ને તે જ ઝૂંપડીમાં જ દાંટી દેવામાં આવે છે અને અન્ય ને રહેવા માટે બીજી ઝૂંપડી બનાવામાં આવે છે. આ સિવાય બીમાર થવા પર માત્ર જડી-બુટ્ટીઓ અને પૂજા પાઠ નો જ સહારો લેવામાં આવે છે. આ જનજાતિઓ ભૂત-પ્રેત ને પણ ખુબ માને છે. તેઓની નજરમાં સારા અને ખરાબ ભૂત હોય છે, અને તેની તેઓ પૂજા પણ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here