દરરોજ એક કેળું ખાવા ના ફાયદા જાણી આશ્ચર્ય થશે…

0

ઘણા લોકો નું એવું માનવું છે કે કેળાં ખાવા થી માણસ નું વજન વધી જાય છે. આથી તેઓ કેળાં ખાવા નું ટાળતા હોય છે. પરંતુ હકીકત એ છે કે જો તમે જરૂર કરતાં વધારે કેળાં નું સેવન કરો છો તો તમારા શરીર ની ચરબી વધી જાય છે.
કેળાં ખાતા લોકો નું એનર્જી લેવલ સામાન્ય લોકો કરતાં વધુ હોય છે. આમ એનર્જી વધારવા ની સાથે કેળાં માં વિટામિન, આયર્ન, અને ફાઈબર ખૂબ જ હોય છે. આમ કેળાં માં એનર્જી પાવર વધુ હોવા ને કારણે પ્રતિદિન કેળાં નું સેવન અવશ્ય કરવું જોઈએ. ઘણા લોકો માં એવી માન્યતા હોય છે કે કેળાં ખાવા થી જાડા થઈ જવાય છે. અને કેળાં નું સેવન કરતાં નથી. પણ જો કેળાં ને માપસર ખાવા માં આવે તો શરીર ની ચરબી વધતી નથી.

કેળાંના ફાયદાઓ:

ડિપ્રેશનમાં રાહત

ઘણી શોધો માં એ પ્રમાણિત થયું છે કે કેળાં નું સેવન કરવા થી ડિપ્રેશન ના રોગીઓ ને આરામ મળે છે. કેળાં ની અંદર એવું પ્રોટીન મળે છે જે તમને રિલેક્સ નો અનુભવ કરાવે છે. આ જ કારણ છે કે જ્યારે ડિપ્રેશન નો રોગી કેળાં નું સેવન કરે છે ત્યારે રાહત નો અનુભવ થાય છે. આ સિવાય કેળાં માં મળતો વિટામિન 6 શરીર માં બ્લડ ગ્લુકોજ ના લેવલ ને બરાબર રાખે છે.

આયર્નએનીમિયા એટલે કે શરીર માં હિમોગ્લોબિન ની ઉણપ. આમ જો તમે એનીમિયા ની તકલીફ થી પીડાવ છો તો તમારે ચોક્કસ પણે કેળાં નું સેવન કરવું જોઈએ, કેળાં ખાવા થી તમારા શરીર માં ધીમે-ધીમે આયર્ન ની ઉણપ ઓછી થતી જાય છે અને એનીમિયા ની તકલીફ માં સુધારો આવતો જાય છે.

કબજીયાતકેળું પેટ માં થતી કબજીયાત ની પરેશાની માં રાહત આપે છે. તમારે ઈસબગુલ ની ભૂકી ને અથવા દૂધ ની સાથે કેળાં નું સેવન દરરોજ રાતે સૂતા પહેલા કરવું. આમ કરવા થી પેટ માં થતી કબજીયાત ની તકલીફ અને ગેસ ની તકલીફ માં રાહત મળે છે.

શક્તિ વધારે

કેળાં ખાવા થી શરીર માં લોહી ની માત્રા વધે છે. જેનાથી શરીર માં શક્તિ વધે છે. પ્રતિદિન કેળાં અને દૂધ નું સેવન કરવા થી થોડાક દિવસો માં માણસ તંદુરસ્ત થઈ જાય છે અને તેનું શરીર રુષ્ટ-પુષ્ટ થઈ જાય છે.

કોરી ઉધરસ માં આરામદાયક

જો તમને અથવા ઘર માં નાના બાળક ને કોરી ઉધરસ અથવા જૂની ઉધરસ ની સમસ્યા છે તો કેળાં નું શરબત બનાવી પીવા થી તેમાં આરામ મળે છે. કેળાં નું શરબત બનાવવા માટે બે કેળાં મિક્સર ના ઝાર માં નાખી સારી રીતે જેરી નાખો, હવે તેમાં દૂધ અને સફેદ એલચી નાખી તેને પીવો.

પાચન ક્રિયાને સારી બનાવે

કેળાં માં મળતા ફાઈબર ના કારણે પાચન ક્રિયા બરાબર રહે છે. પાચન ક્રિયા ને બરાબર કરવા થી તેનું પરિણામ એ આવે છે કે તમે દરેક પ્રકાર ની બીમારી થી દૂર રહો છો. આમ જો દરરોજ કેળાં નું સેવન કરવા માં આવે તો પાચન ક્રિયા ખૂબ જ સારી રહે છે.

પ્રદર રોગમાં ફાયદાકારક

કેળાં અને દૂધ ની ખીર બનાવી તેને સવારે અથવા સાંજે દરરોજ ખાવી અથવા ભોજન કર્યા પછી નિયમિત રૂપે એક કેળાં નું સેવન કરવા થી પ્રદર રોગ માં આરામ મળે છે. આ ઉપરાંત પ્રદર રોગ માં રાહત મેળવવા માટે કેળાં ખાધા પછી દૂધ માં મધ ભેળવી ને પીવા થી પણ લાભ મળે છે.

નબળાઈમાં ફાયદાકારક

જો ઘર માં કોઈ ને નબળાઈ આવી ગઈ હોય તો પાકેલાં કેળાં ને માખણ ની જેમ ખૂબ પીસી લો, હવે તેમાં મિશ્રી ને મિકસ કરી દિવસ માં બે થી ત્રણ વખત ખાવો. આમ કરવા થી શરીર ની નબળાઈ દૂર થશે અને આરામ મળશે.

લોહીને પાતળું કરવામાં સહાયક

કેળાં નું સેવન કરવા થી તે લોહી ને પાતળું કરી ધમનીઓ સુધી લોહી નું સંચાલન સરળ કરે છે. કેળાં માં મળતું મેગ્નેશિયમ શરીર માં જઈ લોહી માં કોલેસ્ટ્રોલ ની માત્રા ને ઓછી કરે છે. કોલેસ્ટ્રોલ ની માત્રા ઓછી થવા થી ધમનીઓ માં લોહી નું સંચાલન બરાબર થાય છે.

વિટામિન, પ્રોટીન,આયર્ન, પોટેશિયમ, ફાઈબર, ફોલિક એસિડ અને બીજા ઘણા પોષક તત્વો થી ભરપૂર કેળાં આપણ ને બધી જ ઋતુ માં મળી રહે છે. આમ તેનો દરરોજ માત્ર એક કેળું ખાવા થી બ્લડ પ્રેશર થી લઈ ને વજન વધવા ની બધી સમસ્યા દૂર થાય છે. તેમજ કેળાં થી શરીર ને શક્તિ મળે છે અને સ્વાસ્થય પણ જળવાઈ રહે છે.

લેખન. સંકલન : માધવી આશરા ‘ખત્રી’

મિત્રો, આપ સૌને આ આર્ટીકલ કેવો લાગ્યો  ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here