ગુરુવારના દિવસે આ વાતોનું ખાસ રાખો ધ્યાન, વિષ્ણુજીની કૃપાથી મળશે ધનલાભ, કષ્ટ થશે દૂર

0

ઘણીવાર તમે લોકોએ જોયું હશે કે તમે તમારા જીવનમાં પૈસા કમાવવા માટે સખત મહેનત કરો છો પરંતુ તમને તમારી મહેનતનો કોઈ ફાયદો થતો નથી. આટલી મહેનત પછી પણ તમે જીવન માટે પર્યાપ્ત ધન મળતું નથી અને સન્માન પણ નથી મળતું. ઉપરાંત, તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખરેખર, જો તમે તમારી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુવારના દિવસે કેટલાક એવા કર્યો વિશે જાણકારી આપવામાં આવી છે કે જેના પર ધ્યાન આપવામાં આવે તો મનુષ્યને સૌભાગ્ય મળે છે. તમે બધા જાણો છો કે ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમે નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખીને પોતાના ખરાબ ભાગ્યને બદલી શકો છો.  ગુરુને ભાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. જો તમે આ દિવસે કેટલાક ઉપાયો કરો છો અને કેટલીક બાબતો પર ધ્યાન આપો છો તો તેનાથી તમારા જીવનમાં ધનની કમી ક્યારેય નહીં થયા અને સાથે જ તમારી બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

ચાલો જાણીએ ગુરુવારના દિવસે ક્યા કાર્યો કરવા

જો તમે ગુરુવારે સૂર્યોદય પહેલાં જાગીને ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરો છો અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો છો તો તમને સારા પરિણામો મળશે.

તમે ગુરુવારે પીળી વસ્તુઓ દાન કરી શકો છો, તમે પીળી વસ્તુઓમાં સોનુ, હળદર, ચણા, ફળ વગેરે દાન કરી શકો છો, આમ કરવાથી, ભગવાન વિષ્ણુની કૃપા હંમેશાં તમારી સાથે રહે છે.

ગુરુવારના દિવસે સફેદ ચંદનના લાકડાને પથ્થર પર ઘસીને તેમાં કેસરનું નાખીને માથા પર લેપ કે તિલક કરો. તમે આ દિવસે હળદર અથવા ગોરોચનનું તિલક પણ લગાવી શકો છો. તેનાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થશે.

જો તમે ગુરુવારે ભગવાન શિવજીને બેસનના લાડવાનો પ્રસાદ ધરાવો છો અને આ દિવસે ભોજનમાં પીળી વસ્તુઓનું સેવન કરો છો તો એનાથી તમારા જીવનના દુઃખ દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં પૈસાની તંગી નથી થતી.

જો તમે ગુરુવારે કેળાનું દાન કરો અને સવારના કેળના ઝાડને પાણી આપો છો અને સાંજના સમયે તમે દીવો પ્રગટાવો છો તો તેનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ચાલો જાણીએ ગુરુવારના દિવસે કયા કાર્યો ન કરવા

  • ગુરુવારના દિવસે બહેન-દીકરીઓને ઘરેથી વિદા ન કરશો.

  • એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે કોઈ પણ કર્જ ન લેવું, અને ન કોઈને કર્જ આપવું જોઈએ નહિ.
  • ગુરુવારના દિવસે પોતાના વાળ અને નખ ન કાપવા અને આ દિવસે ઘર કે કપડા ન ધોવા જોઈએ, આ અશુભ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here