કેદારનાથ ધામમાં થાય છે ચમત્કાર, 6 મહિના ચાલુ રહે છે એક જ દીવો, થઇ ઈશ્વરની કૃપા. વાંચો રસપ્રદ વાતો

0

આપણો દેશ એ મંદિરોના દેશ તરીકે પણ ઓળખાય છે. કારણકે આપણા દેશમાં અઢળક મંદિરો આવેલા છે. આપણા દેશના કોઈપણ શહેર કે ગામમાં ગલીએ ગલીએ કોઈને કોઈ મંદિર આવેલું જ હોય છે. અમુક જગ્યાએ મંદિરો તો એટલા જુના અને પ્રાચીન હોય છે કે તેની અમુક જાણકારી તો અમુક લોકો પાસે હોતી પણ નથી. અમુક મંદિરોમાં તો એવા ચમત્કાર થતા હોય છે કે એ ચમત્કાર ફક્ત આપણા દેશમાં જ નહિ પુરા વિશ્વમાં પ્રસિદ્ધ થઇ જતા હોય છે.

૧૨ જ્યોતિર્લિંગમાંથી એક છે આ કેદારનાથ ધામ :

આજે અમે તમને જણાવીશું ઉત્તરાખંડના આવાજ એક ચમત્કારિક મંદિર વિષે. હા અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છે એ બીજું કોઈ મંદિર નહિ પણ એ મંદિર છે રુદ્રપ્રયાગમાં સ્થિત કેદારનાથ ધામ. આ ૧૨ જ્યોતિર્લિંગમાનું એક મંદિર છે. આ મંદિર એ ત્રણે બાજુ થી કેદારનાથ, ખર્ચકુંડ, ભરતકુંડ નામની પહાડીઓથી ઘેરાયેલું છે. આ સાથે જ અહિયાં મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી નામની નદીઓનું સંગમ સ્થાન પણ છે. આ બધી નદીઓ માંથી આજે ફક્ત અલકનંદા અને મંદાકિની આ બે જ હાજર છે.

જ્યોતિર્લીંગ સ્વરૂપે વસવા માટે આપ્યું વરદાન :

તમને જણાવી દઈએ કે શિયાળાના સમયમાં આ મંદિર સંપૂર્ણ બરફની અંદર ઢંકાઈ જાય છે. આ સમય દરમિયાન મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરી દેવામાં આવે છે. હોળી પછી આ મંદિરના દરવાજા ફરીથી ખોલી નાખવામાં આવે છે. હિન્દુઓના પ્રસિદ્ધ ચારધામમાંથી બે બદ્રીનાથ અને કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલ છે. પ્રાચીન કથા અનુસાર હિમાલયના કેદાર શ્રુંગ પર ભગવાન વિષ્ણુના અવતાર નર અને નારાયણ તપસ્યા કરી રહ્યા હતા. તેમનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા હતા અને તેમના કહેવા પ્રમાણે આ જ જગ્યાએ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા.

મંદિરની દિવાલો પર પૌરાણિક કથાઓ અને ચિત્રો આજે પણ છે. :

તમને જણાવી દઈએ કે સમુદ્રતલથી આ જગ્યા ૩૫૮૪ મીટરની ઉંચાઈ પર છે. કેદારનાથ ધામ મંદિરની ઉંચાઈ ૮૫ ફૂટ, લંબાઈ ૧૮૭ ફૂટ અને ૮૦ ફૂટ પહોળું છે. મંદિરની ચારે બાજુ ૬ ફૂટનો ઓટલો બનાવેલો છે. કેદારનાથ એ બહુ જુનું મંદિર છે. આ મંદિર એ બે ભાગોમાં વહેચાયેલું છે આ બે ભાગમાં એક ગર્ભગૃહ અને બીજું મંડપ છે. મોટા મોટા પથ્થરોને કાપીને બનાવવામાં આવેલ આ મંદિર આજે પણ એટલું જ અદ્ભુત અને મજબુત છે. મંદિરના મુખ્ય દ્વાર પર નંદી પોઠીયો વિરાજમાન છે.

સામાન્ય દિવસોમાં કેદારનાથ મંદિર સવારે ચાર વાગે ખુલી જાય છે. પણ જો તમે દર્શન કરવા માંગો છો તો તેના માટે તમારે છ વાગ્યા સુધી રાહ જોવી પડશે. બપોરે ત્રણથી પાંચ મંદિર એ વિશેષ પૂજાને બંધ કરવામાં આવે છે. પંચમુખી ભગવાન શિવના શૃંગાર કરીને ૭:૩૦ થી ૮:૩૦ સુધીમાં આરતી કરવામાં આવે છે. ૯ વાગે મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે. દિવાળીના બીજા દિવસથી મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે. અને તે પુરા છ મહિના સુધી બંધ જ રાખવામાં આવે છે. સૌથી વધુ હેરાન કરી નાખે એવી વાત એ છે કે જયારે છ મહિના પછી મંદિર ખોલવામાં આવે છે ત્યારે મંદિરનો દીવો ચાલુ જ હોય છે.

આપે આ મંદિરની મુલાકાત લીધી છે તો તમારા સ્મરણો અમારી સાથે શેર કરો.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here