કેબીસી માં કપિલ ની સાથે પહોંચ્યા હતા રવિ કાલરા, ઘરથી બેઘર થઇ જનારા માતા-પિતા ને આપે છે આશ્રય…વાંચો સ્ટોરી

0

બૉલીવુડ ના શહેનશાહ અમિતાબ બચ્ચન હાલના દિવસોમાં પોતાના શો કૌન બનેગા કરોડપતિ ના 10 માં સીઝન ને લઈને ચર્ચામાં બનેલા છે. આ વખત ની સીઝન પણ દર્શકો ને ખુબ પસંદ આવેલી છે. પણ આ વખત ના શો માં માત્ર એક જ વ્યક્તિ બિનિતા જૈન જ કરોડપતિ બની શકી. તેમણે શો માં 1 કરોડ ની ધનરાશિ જિતી હતી. તેના પછી કોઈપણ કરોડપતિ બની શક્યા ન હતા. જો કે હાલતો આ શો ની 10 મી સીઝન પુરી થઇ ચુકી છે. જણાવી દઈએ કે આ શો નો છેલ્લો એપિસોડ 26 નવેમ્બર 2018 ના રોજ પ્રસારિત થયો હતો. આ શો ના ગ્રાન્ડ ફિનાલે માં કોમેડી કિંગ કપિલ શર્મા પહોંચ્યા હતા.કપિલ ના સિવાય આ એપિસોડ માં તેની સાથે The Earth Saviours Foundation Gurukul NGO ના સંસ્થાપક રવિ કાલરા પણ આવ્યા હતા. બંને આ એપિસોડ માં એકસાથે કેબીસી રમી રહેલા નજરમાં આવ્યા હતા. કપિલ શર્મા ને આ મંચ પર જોવા દરેક ને ખુબ જ પસંદ માં આવ્યા હતા. શો માં એક આવી વાત જણાવી હતી જેને સાંભળી ને ત્યાં રહેલા લોકો ની સાથે સાથે બિગ બી પણ ખુબ જ ભાવુક થઇ ગયા હતા. રવિ કાલરા જે NGO સાથે જોડાયેલા છે તે NGO તે વૃદ્ધ લોકોંને આશરો આપે છે જેઓના દીકરાઓ એ તેને ઘરેથી બહાર કાઢી મુક્યા હોય છે.
શો માં રવિ એ જણાવ્યું કે આ દેશમાં જો કે ઘણા શ્રવણ કુમાર છે પણ અમુક છોકરાઓ એવા પણ છે જેઓ પોતાના માં-બાપ ની મિલ્કત ને હડપી લે છે અને તેઓને ઘરેથી કાઢી મૂકે છે. શો ના દરમિયાન રવિ એ જે ઘટના જણાવી તે ખુબ જ હેરાન કરી દેનારી હતી. રવિ એ જણાવ્યું કે તેની પાસે એક એવો મામલો આવ્યો હતો જેમાં એક વ્યક્તિ ના પિતા કોમા માં ચાલ્યા ગયા હતા. તેના દીકરા એ ધોખાગીરી કરીને પોતાના પિતાનું ઘર વહેંચી નાખ્યું. જેના પછી તેણે પોતાનું અમેરિકા નું ગ્રીન કાર્ડ બનાવ્યું અને પિતા ને ભાળા ના રૂમ માં બંધ કરી દીધા. આ સિવાય તે છોકરા એ તે રૂમ માં મોટા મોટા ઉંદરો ને પણ છોડી દીધા. આ વાત સાંભળી ને અમિતાબ પણ હેરાન રહી ગયા હતા.
તેમણે આગળ જણાવ્યું કે તે મોડી રાતે બહાર નીકળીને એવા લોકોને શોધતા હતા જેઓ માં કીડાઓ પડી ગયા હોય કે પછી તેઓ કોઈ બીમારીથી પીડિત હોય. રવિ એ કહ્યું કે આજ-કાલ હાલત એવી થઈ ગઈ છે કે બાળકો પોતાના માં-બાપ ની અસ્થિઓ લેવા પણ નથી જાતા. કપિલ શર્મા પણ આ સાંભળીને ખુબ જ ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું કે હું ખુબ જ હેરાન છું કે બાળકો પણ પોતાના માં-બાપ સાથે આવું કરી શકે છે.
અહીં આવેલા કપિલે કહ્યું,”જો તમે તમારા માં-બાપ ની સાથે આવું કરી રહ્યા છો, તો તે દિવસ દૂર નથી જયારે તમારા પણ બાળકો એક સમયે તમારી સાથે આવું જ કંઈક કરશે.
રવિ કાલરા નું આ કામ ખુબ જ વખાણવા લાયક છે. તે અત્યાર સુધીમાં 6000 લાવારીશ લાશો ને પુરા વિધિ વિધાન ની સાથે અંતિમ સંસ્કાર કરી ચુક્યા છે. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here