સરપંચનો પુત્ર છે આ કાઠીયાવાડી ક્રિશ જેને સોશિયલ મીડિયામાં બધાનું દિલ જીતી લીધું , કેનેડામાં 15 દિવસમાં જ યાદ આવ્યું ઘર

0

આ ગુજરાતી યુવાને કેનેડાની રિયલ હકીકતનો હળવા મૂડમાં દર્શાવતો વિડીયો મૂક્યો ને થઈ ગયો વાઇરલ ઘણાં સમયથી ફેસબુક અને વોટ્સએપમાં એક ગુજરાતી ને એમાય કાઠિયાવાડી યુવાનનો એક વિડીયો વાઇરલ થયો હતો એ વિડીયો જોઈને આમ જોઈએ તો ખૂબ હસવું આવશે ને આમ જોઈએ તો એ યુવાને કેનેડાની સાચી વાસ્તવિક્તા દર્શાવી છે.આ યુવાને તો એનો આ વિડીયો હસીમજાક ને કેનેડાની એક અણમોલ યાદ માટે મજાક મજાકમાં જ બનાવી નાખ્યો હતો. પણ થોડી જ વારમાં આ વિડીયો એટલો ભારતનાં અલગ અલગ રાજ્યોમાં એટલો વાઇરલ થઈ ગયો કે એને જે લોકો ઓળખતાં હતા એ લોકોના તો અડધી રાતે કોલ પર કોલ આવવા લાગ્યા ત્યારે આ ગુજરાતી કાઠિયાવાડી યુવાનને ખબર પડી.

આ યુવાને તો ગભરાઈને આ વિડીયો ડિલીટ કરી નાખ્યો. પણ એક ડિલીટ કરે ત્યાં બીજો વિડીયો કોઈને કોઈ ચડાવી જ નાખતું હતું. ફેસબુક પર ને વોટ્સએપ પર તો લખો લોકોએ આ યુવાનનો વિડીયો જોયો ને આગળ ફોરવર્ડ પણ કર્યો. આ યુવાનની મીઠી વાણીને બોલવાનો લહેકો જોઈ ને જ લાગે છે કે આ યુવાન કાઠિયાવાડી જ છે.તો ચાલો જાણીએ આ યુવાન કોણ છે? ક્યનો છે ને એ છેક ગુજરાતથી કેનેડા શા માટે ગયો એના વિષે :
સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલા આ કાઠિયાવાડી યુવાનનું નામ ક્રિશ ભંડેરી છે તે મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામનો વતની છે. ક્રિશના પિતા પહેલા ગામના સરપંચ હતાં. પરંતુ તેમનું પરિવાર છેલ્લા પાંચેક વર્ષથી સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. હાલ ક્રિશના પિતા કન્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે.સુરતના ઋષિકેશ ટાઉનશિપમાં રહેતા ક્રિશના પિતા અશોકભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, એમના પુત્ર ક્રિશનો અભ્યાસ જામનગર ને સુરતમાં થયો છે ને હાલ એ કેનેડામાં છેલ્લાં એક મહિનાથી બિઝનેસ મેનેજમેંટનો કરવા માટે ગયો છે. .આ વિડીયો જ્યારે ઉતાર્યો ત્યારે ક્રિશ લોટનું એક બચકું બે કિલોમીટર ચાલીને તેના ઘરે લઈ જય રહ્યો છે ને ત્યારે તેના એક મિત્રએ આ વિડીયો ઉતારો હતો. જો કે આ વિડીયો એમને મજાક મજાકમાં ને એક યાદી માટે જ ઉતાર્યો હતો. વિદેશની ધરતી પર પગ મૂક્યા પછી યાદ આવે છે માના હાથની રોટલીનો સ્વાદ આ કાઠિયાવાડી યુવાનને, વિદેશમાં તો મોજ શોખ સિવાય કશું જ નથી એવું વિચારી વિદેશ જનાર લોકોને એક સંદેશ આપે છે કે, વિદેશમાં કોઈ મોજ શોખ ને એશો આરામ નથી. એ બધુ તો ભારતમાં જ છે.વધુમાં જણાવે છે કે, જ્યારે હું મારા ઘરે ગુજરાત હતો ત્યારે ઓર્ડર જ કરતો બધી વસ્તુનો ને પાણીના ગ્લાસ શીખે બધુ જ મને એક ઓર્ડર પર મળી જતું. જ્યારે અહિયાં તો રોટલી, ભાખરીથી માંડીને બધા જ કામ જાતે કરવા પડે છે. માટે વિદેશની ધરતીનો મોહ રાખ્યા વગર આરામથી ભારતમાં જ રહો !!

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!