ગુજરાતના આ વિસ્તારમાં ખનીજતેલનો ભંડાર, 2020 સુધીમાં ઉત્પાદન શરૂ, વાર્ષિક આટલું ક્રૂડ મળશે! જાણો

0

આજકાલ ગુજરાતનો વિજયાયોગ ચાલી રહ્યો છે. આજે વાત કરવાની છે ગુજરાતનાં એવા જિલ્લાની જ્યાં વિપુલ પ્રમાણમાં ખનીજનો જથ્થો મળી આવ્યો છે. અને ટૂક સમયમાં જ ગુજરાત વૈશ્વિક દરે પણ પ્રગતિ કરશે એવી આશાઓ આ સમાચાર સંભળાતા જણાઈ રહી છે.

મળતી માહિતી મુજબ , કચ્છમાં ઓફસેટ ઓફસેટ પ્રોજેકટ ચાલી રહ્યો છે. જેમાં આ પ્રોજેકટમાં ડ્રીલિંગમાં આ જિલ્લાનું અબડાસાનો દરિયા કિનારો પસંદ કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેકટ પર અત્યારે ત્યાં કામ પણ ચાલી રહ્યું છે. અત્યારે જે રીતે ત્યાં વર્ક ચાલી રહ્યું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી ટૂંક સમયમાં ગુજરાતનાં કચ્છ જિલ્લાના આ અબડાસાના દરિયા કિનારેથી પેટ્રોલિયમનું ઉત્પાદન શકય બનશે. જો આશક્ય બનશે તો આ પ્રોજેકટ અંતર્ગત પચાસ હજાર મેટ્રિક ટન થી પણ વધારે ઓઇલ મળવાની શકતાઓ વધી ગઈ છે.
મોટા મોટા નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ પ્રોજેકટ અંતરાગત પેટ્રોલિયમ ઉત્પાદન આટલું થશે તો કચ્છ વિશ્વના ઓફસેટ પેટ્રોલિયમ પ્રોજેકટમાં આઠમા સ્થાને આવી જશે. આ જગ્યાએ તેલ અને ગેસ નો જથ્થો ઓછો છે, પરંતુ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને પૂરતા પ્રમાણમાં આ સ્થળેથી ખનીજ મળી શકે છે. તેમજ આ સેમિનારમાં કચ્છના યુનિવર્સિટી ના હેડ સહિત ના લોકો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઘણી વખત ચર્ચા થઇ ચૂકી છે કે કચ્છ ખનીજો થી ભર પૂર છે. અને વાત કરીએ કાવેરી અખાતાની તો ત્યાં પણ 1985 ની સાલ માં ઉત્પાદન શરૂ થયું હતું.

Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here