કાશ્મીરી છોકરી સાથે કોઈ બીજા રાજ્યનો છોકરો લગ્ન કરે તો શું થશે..?? ધારા-370માં તેની જોગવાઈ છે… જાણો

0

નવી દિલ્લી: જમ્મુ-કાશ્મીરમાં ધારા 35A રદ કરવાની વાત પર હોબાળો થઇ ગયો છે. કટ્ટરવાદીઓની સાથે સાથે રાજનીતિક દળોને પણ આ વાત પચતી નથી. નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે ધારા 35Aને રદ કરવામાં આવી તો જનવિદ્રોહની પરિસ્થિતિ આવી જશે. તમે પણ જાણો શું છે આ ધારા, જેના માટે આટલા વિવાદ થાય છે.

સંવિધાનમાં ઉલ્લેખ પણ નથી: તમને જાણીને હેરાની થશે કે સંવિધાનની ચોપડીમાં નહીં મળે ધારા 35A જે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે ત્યાંના ‘સ્થાનિક નાગરિકની’ વ્યાખ્યા નક્કી કરી શકે. આ જોવા જઈએ તો ધારા 35Aને 14 મે 1954માં રાષ્ટ્રપતિના આદેશ મુજબ સંવિધાનમાં જગ્યા આપવામાં આવી હતી. સંવિધાન સભાથી લઈને સાંસદની કોઈ પણ કાર્યવાહીમાં ધારા 35A ને સંવિધાનનો ભાગ બનાવવા માટે કોઈપણ પ્રકારનું સંશોધન અથવા બિલ પાસ કરવાનો ઉલ્લેખ નથી મળ્યો. ધારા 35A ને લાગુ કરવા સરકારે ધારા 370 હેઠળ મળેલી શક્તિનો ઉપયોગ કર્યો હતો.

ધારામાં શું છે : ધારા 35A માં જમ્મુ- કાશ્મીરની સરકાર અને ત્યાંની વિધાનસભાને સ્થાનીય લોકોને વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર મળે છે. આનો અર્થ એ છે કે આઝાદીના સમયે બહારથી આવેલ શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને ક્યાં પ્રકારની લાભ મળશે કે નહિ મળે તે રાજ્ય સરકારને નક્કી કરવાનો અધિકાર છે.

ક્યારે અમલમાં આવ્યો હતો: 14 મે 1954માં રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ર પ્રસાદના એક આદેશ પર તાત્કાલિક રીતે અમલ કરવામાં આવી હતી. તેમના આદેશ પર ભારતના સંવિધાનમાં એક નવી ધારા 35A દાખલ કરવામાં આવી.

જમીન લઇ ન શકાય : ઘણા ઓછા લોકોને ખબર હશે કે ધારા 35A એ ધારા 370નો જ એક ભાગ છે. આ ધારા અનુસાર બીજા રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો નથી અને ના તો ત્યાંનો સ્થાનિક નાગરીક બનીને રહી શકે.

જમ્મુ-કાશ્મીરનું સંવિધાન : 1956માં જમ્મુ કાશ્મીરનું સંવિધાન બનાવવામાં આવ્યું હતું. આ સંવિધાન અનુસાર 14 મે 1954થી રાજ્યનો નાગરિક હોય અથવા તે 10 વર્ષ પહેલાથી ત્યાં રહેતા હોય તેઓને સ્થાયી નાગરિક ગણવામાં આવશે. સાથે તેમની ત્યાં સંપત્તિ મેળવી હોય.

છોકરીઓના અધિકાર: ધારા 35A અનુસાર કોઈ છોકરી બહારના છોકરા સાથે લગ્ન કરે તો તેના બધા અધિકાર રદ કરવામાં આવે છે. સાથે તેમના છોકરાનો અધિકાર પણ રદ થઈ જાય છે.

કેમ કરવામાં આવી રદ કરવાની માંગ: આ ધારાને રદ કરવાનું એક કારણ એ જણાવામાં આવે છે કે આ ધારાને સાંસદમાં લાગુ નથી કરવામાં આવી. બીજું કારણ એ છે કે દેશના ભાગલા વખતે મોટા ભાગના પાકિસ્તાની ભારતમાં આવ્યા હતા. તેમાંથી લાખો લોકો જમ્મુ-કાશ્મીરમાં રહે છે. જમ્મુ-કાશ્મીરની સરકારે ધારા 35A થી આ બધા ભારતીય નાગરિકને ત્યાંનું સ્થાનીય પ્રમાણપાત્ર નથી આપ્યું. એમાંથી 80% લોકો પછાત અને દલિત હિન્દૂ સમાજના છે.

લોકો સુપ્રીમ કોર્ટ ગયા હતા: જણાવીએ કે સુપ્રીમ કોર્ટમાં લોકોએ ફરિયાદ પણ કરી હતી કે ધારા 35A અનુસાર તેમનો મૂળ અધિકાર છીનવવામાં આવે છે. પરંતુ રાષ્ટ્રપતિના આદેશથી અમલમાં આવેલી ધારા કેન્દ્ર સરકારે તરત જ રદ કરી નાખી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here