આ 2 મંદિરોના દર્શનથી દૂર થાય છે દરેક કષ્ટ, ભક્તોની ઈચ્છાઓ થઈ જાય છે પૂર્ણ….જાણો મંદિર વિશે

0

આપણા ભારત દેશમાં ઘણા એવા મંદિરો છે જે પોતાનામાં કોઈ વિશેષતા કે રહસ્ય ને લઈને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. જો કે આપણો દેશ ધાર્મિક દેશ માનવામાં આવે છે.ઉત્તર પ્રદેશમાં કાશી ની ધરતી ખુબ જ પવિત્ર માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ ધરતી પર અંતિમ શ્વાસ લેનારા વ્યક્તિ ને સ્વર્ગ નસીબ થાય છે અને શિવ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. કાશી નગરીમાં આવીને દરેક ભક્તો ની ઈચ્છાઓ પુરી થઇ જાય છે.આવો તો જાણીએ કાશીના આ મંદિરો વિશે.

1. મહાવીર મંદિર:વારાણસીમાં વરુણા પાર અર્દલી બજાર ટકટપુરમાં સ્થિત મહાવીર મંદિર વ્યક્તિઓ ની આસ્થા નું  કેન્દ્ર બનેલું છે. આ મંદિર ભગવાન રામના પરમ ભક્ત હનુમાન જી નું છે. માનવામાં આવે છે કે આ મંદિર માં હનુમાન જી ના માત્ર દર્શન થી જ મનુષ્યના જીવનના દરેક કષ્ટ દૂર થઇ જાય છે અને ભક્તો નું સ્વાસ્થ્ય પણ ઠીક થઇ જાય છે. આ સિવાય ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આ મંદિર માં સ્થાપિત પ્રાચીન મૂર્તિ ને રાજા અર્જુન દ્વારા નિર્માણ કરવા આવ્યું હતું. જયારે લોકોની મનોકામના પૂર્ણ થઇ જાય છે ત્યારે તેઓ કાશી ના આ મંદિરમાં માથું ટેકવા અને દર્શન માટે આવે છે.

2. બનકટી હનુમાન મંદિર:જયારે તુલસીદાસે કાશીમાં પ્રવાસ કર્યો હતો તે દરમિયાન પોતાના પૂજ્ય હનુમાન જી ના અનેક મંદિરો ની સ્થાપના કરાવી હતી. જેમાંનું એક બનકટી હનુમાન મંદિર પણ છે. કહેવામાં આવે છે કે દુર્ગા કુંડ માં સ્થિત આ મંદિરની આસપાસ નું ક્ષેત્ર પહેલા ઘેરું જંગલ હતું અને જંગલ ની વચ્ચે હનુમાન જી ની મૂર્તિ મળી આવી હતી જેને બનકટી હનુમાન જી ના નામથી જાણવામાં આવે છે. કાશી પ્રવાસ ના દરમિયાન ખુદ તુલસીદાસ રોજ આ હનુમાન મંદિરના દર્શન કરતા હતા. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત સતત 41 દિવસો સુધી બનકટી હનુમાન મંદિરના દર્શન કરી લે છે તો તેઓની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઇ જાય છે.

કળિયુગમાં એક માત્ર હનુમાન જી જ એક એવા દેવતા છે જે પોતાના ભક્તોના દરેક કષ્ટો ને દુર કરે છે અને તેના જીવનનને ખુશહાલ બનાવે છે. આવી સ્થિતિ માં તમે પણ કાશી ના આ બંને મંદિરો ના દર્શન કરવા માટે આવી શકો છો જે પુણ્ય તીર્થ થી કમ નથી. જો તમે પણ તમારી ઈચ્છાઓ ને પૂર્ણ કરવા માગો છો તો આ મંદિર માં જરૂર જાઓ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!