કસાબને ફાંસી આપવાવાળી છોકરીની હાલત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે..ખુબ જ રોમાંચક કહાની વાંચો

0

દેવિકા ની બહાદુરી દેશવાસીઓને રોમાંચથી ભરી દે છે.. તેને મુંબઇ હુમલાના પકડાયેલા પાકિસ્તાનના લશ્કર-એ-તોઈબાના આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા અપાવવામાં તે ગવાહ બની હતી.. થોડા સમય સુધી તેના પરિવારને ખુબ ધમકીઓ મળી… દેવિકા એ બહાદુર છોકરીનું નામ છે ,જેણે નવ વર્ષની ઉંમરમાં આતંકવાદની સામે એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું..

મુંબઈમાં આજે દસમા ધોરણમાં ભણતી એ છોકરી પાસે પહેરવા માટે 1 સ્કૂલ ડ્રેસ ,2 પેન્ટ અને 2 ટીશર્ટ જ છે..

જ્યારે થોડા દિવસ પહેલા તપોવન પ્રનયાસના અધ્યક્ષ મહેશ બેડીવાલા એ જ્યારે તેને બહાદુરીના સલામ કરીને બે લાખ રૂપિયા આપ્યા.. ત્યારે તેની આંખો ખુશીથી ભરાઈ આવી..

દેવિકા મૂળભૂત રાજસ્થાના શ્રીગંગાનગરમાં રહે છે.. તે પોતાના બીમાર અપંગ ભાઈ જયેશ અને પિતા નટવરલાલ સાથે મુંબઈની વસ્તીમાં રહેવા માટે આવી.. ચાલીના જીવનમાં તે જીવી રહી હતી..

દેવિકા ની બહાદુરી કોઈપણ ભારતવાસીને રોમાંચથી ભરી દે છે ..તેને મુંબઇ હુમલાના પકડાયેલા પાકિસ્તાનના લશ્કર-એ-તોઈબાના આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા આપવામાં ગવાહ નો રોલ નિભાવ્યો હતો.. તેના આધારે જ કોર્ટે કસાબની ફાંસીની સજા સંભળાવી હતી..

દેવીકા રડી રડીને જણાવતી હતી કે તે સમયે તેની બહાદુરી ના બહુ વખાણ થયા.. મોટા મોટા નેતાઓ તેને મળવા આવ્યા પણ, હવે એવું લાગે છે કે દેશ ના લોકો પણ તેને ભૂલી ગયા છે..

તેને સ્કૂલમાં એડમિશન પણ નથી મળી રહ્યું.. તેનાથી ડરીને લોકો તેની સાથે વાત કરવાનું પણ ટાળતા હતા.. આતંકવાદી હુમલાની પણ તેના ઉપર આશંકા થવા લાગી… પાછલા એક વર્ષથી તો તે ટીબીની દર્દી છે..

તને લાગે છે કે તેની બહાદુરી તેની માટે મુશ્કેલી બની ગઈ.. તેને ભવિષ્યનો પણ ડર સતાવી રહ્યો છે.. દેવિકા જ્યારે પાંચમા ક્લાસમાં દાખલ થવા માટે બાંદ્રાની એક સ્કૂલમાં પહોંચી તો તેને એમ કહીને ના પાડવામાં આવી કે એડમિશન દેવાથી સ્કૂલની સુરક્ષાને ખતરો આવશે.. તેના લીધે બીજા વિદ્યાર્થીઓ ની સુરક્ષાનો પ્રશ્ન આવશે..

સ્કૂલના આ નિર્ણયથી પરિવારને સમજાઈ ગયું કે સ્કૂલના એડમિશન માટે બહાદુરી નડી.. તેઓ ખૂબ આઘાતમાં સરી પડ્યા.. તેના પિતાને સવાલ કર્યો કે જ્યારે દેવિકાએ વિના કોઇ ડર થી કસાબને તેના અંતિમ અંજામ સુધી પહોંચાડ્યો હતો , તો પછી સ્કૂલ વાળા લોકો તેને એડમિશન આપવા માટે કેમ ડરી રહ્યા છે..

એડમિશન આપવા માટે દેવિકા એ પ્રવેશ પરીક્ષા આપવા માટે પણ તૈયાર થઈ ગઈ.. પરંતુ સંચાલકોએ ના પાડી
..કોઈ તેને મદદ કરવા માટે આગળ આવ્યું..

દેવિકા જણાવી રહી હતી કે કસાબને પકડ્યા પછી પોલીસની તે ગવા્હ બની, તેના ઘરે તેના પિતાના મોબાઈલ ફોન ઉપર પાકિસ્તાનથી તો ક્યારેક હૈદરાબાદથી ધમકીઓ આવવા લાગી.. પહેલાં તો તેના પરિવારને ખૂબ જ ધમકાવવામાં આવતો હતો. તેમની એક વાત મનાવવા માટે કરોડો રૂપિયા આપવામાં આવતા હતા..

તેવા સમયે દેવિકા પોલીસના લોકોને ધમકી અને લાલચની મળેલી વાતો જણાવતી હતી.. આજે જ્યારે દેશમાં આટલો ભ્રષ્ટાચાર છે આટલી તંગદિલીના માહોલમાં પણ આટલી બધી આટલી મોટી રકમ સામે કોઈ સામાન્ય માણસ પણ નમી જાય ,પણ ગરીબી અને છતાં આટલો વિવેક !!!

દેવિકા માટે દેશ પહેલાં હતો અને પછી બધુ..
તેણે વિચાર્યું કે ગરીબી તો આજે છે કાલે નહીં રહે.. પરંતુ જો તેના દેશ ના માથા ઉપર એકવાર કલંકનું ટીકો લાગી જાય તેા તે જીવન ભર નહીં હટે.. તેથી નમી જાય તો પોતાના જ જમીર ને શું જવાબ આપેત..

કોર્ટમાં સુનવણી દરમિયાન જ્યારે ન્યાયાધીશે તેને પૂછ્યું કે શું ગોળી મારવાવાળા આતંકવાદીને તે ઓળખી શકશે.. સહેજ પણ ડર્યા વગર તેણે કીધુ ‘ હા’..

તે સમયે અદાલતમાં એક પછી એક ત્રણ યુવકો ને લાવવામાં આવ્યા.. તેણે કસાબને જોતાંની સાથે જ ઓળખી લીધો.. 26 નવેમ્બર 2008 જે રાત્રે મુંબઇ પર આતંકવાદી હુમલો થયો હતો એ સમય ને યાદ કરતાં કંપારી છૂટી જાય છે..

તે જણાવે છે કે તેરા તેના પિતા અને ભાઈ cst ટર્મિનલ પુણે જવાના હતા.. જ્યારે આતંકવાદીઓએ રેલવે સ્ટેશન પર હુમલો કર્યો તો કસાબે એક ગોળી તેના પગમાં મારી હતી.. તે ત્યાં જ બેભાન થઇ ગઈ . તેને એક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી.. તેના ઓપરેશન કરીને પગમાં સળિયો નાખવામાં આવ્યો… તે સમયે તે નવ વર્ષની હતી ..
અત્યારે અઢાર વર્ષની થઇ ચૂકી છે..

દેવિકા ની વિચાર સરણીમાં શું ભૂલ છે ?
આપણા દેશમાં તો લોકોએ શહીદ સ્થળો સુધી પણ નથી જતાં તેને પણ ભૂલી ચૂક્યા છે , જ્યાં ફાંસી ઉપર તેમને ચડાવવામાં આવ્યા હતા.. સ્વતંત્રતા સંગ્રામની શહીદી જાણે કોઈ જ મહત્વ.જ રાખતી નથી ..તો પછી દેવિકા ની ગવાહી ને કઈ રીતે મહત્વ આપવામાં આવે..
આવી જ ઘટના ઉત્તર પ્રદેશમાં પણ બની..
શહીદોની ચિતા ઉપર લાગશે દર વખતે મેળા જેથી લોકો તેમને યાદ તો કરે.. રામપ્રસાદ બિસ્મિલની આ પંક્તિ યુવાનોમાં આજે પણ જોશ ભરી દે છે..

અહીં ફીનામા બિલબાબા ચાર રસ્તા ઉપર બનેલુ શહિદનું સ્મારક જરૂર કારગિલના શહિદ નાયક અશોકકુમારની યાદ અપાવે છે.. પરંતુ કારગીલ વિજય દિવસ પર પ્રશાસનના કોઈ જ અધિકારીએ તેમને શ્રદ્ધાંજલિ આપી નહોતી.. તેવી જ રીતે આ વર્ષે નાગપુરમાં ગઈ 23 માર્ચે ઝીરોમાઈલ ચોક પર બન્યા શહીદ સ્મારક ને ભૂલી જવામાં આવ્યો.. યાદ કરવાનું તો દૂર તેની સાફ સફાઇ પણ કરવામાં ન આવી.. શહીદોની યાદો ખાલી સોશિયલ મીડિયામાં રહી ગઈ છે..

26/11 મુંબઈ હુમલો…. તુકારામ ની બહાદુરી થી જીવતો પકડવામાં આવ્યો કસાબ, આ છે પુરી કહાની….
26/11 મુંબઈ આતંકી હુમલા એ પુરા દેશ ને હલાવી નાખ્યું હતું. આ હમલા ના દરમિયાન પાકિસ્તાનનો રહેનારો આતંકી અજમલ કસાબ જીવિત પકડી લેવામાં આવ્યો હતો. કસાબ ને જીવિત પકડી લેવામાં મુંબઈ પોલીસ ના એએસઆઈ તુકારામ ઓમ્બલે ને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. શહીદ તુકારામ ઓમ્બલે એ પોતાની વીરતા ના એવા દસ્તાવેજ લખ્યા જેને આવનારી સદીઓ હંમેશા યાદ રાખશે.

તુકારામ ઓમ્બલે એ સફેદ સ્કોડા લઈને ભાગેલા અજમલ કસાબ અને ઇસ્માઇલ ની કાર ને ગોરેગાંવ ચૌપાટી પર રોકી હતી. આ દરમિયાન ફાયરિંગ માં ઇસ્માઇલ ની મૃત્યુ થઇ ગઈ જયારે અજમલ કસાબ ની એકે 47 તુકારામ ઓમ્બલે એ પકડી લીધી હતી. આ દરમિયાન ફાયરિંગ માં તુકારામ ઓમ્બલે ને ઘણી ગોળીઓ લાગી ગઈ હતી. તુકારામ અને અન્ય પોલીસકર્મીઓ એ અજમલ કસાબ ને જીવિત પકડી લીધો હતો. ગંભીર રૂપ થી ઘાયલ તુકારામ ઓમ્બલે એ હોસ્પિટલ માં પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

આ હુમલાના દરમિયાન લગભગ 60 કલાક સુધી પૂરું મુંબઈ ગભરાટ માં રહ્યું હતું. દરેક જગ્યાએ ફાયરિંગ અને હોટેલ તાજ અને હોટેલ ઓબેરોય માં આતંકીઓ ના દાખલ થવાના અને ગોળીબાર કરવાની ખબરો એ દેશ ને જ નહિ પણ પુરી દુનિયાને ગભરાટ માં મૂકી દીધું હતું. એનસીજી ની જાંચ પછી દરેક આતંકીઓ ને મારી પાડ્યા અને લગભગ 60 કલાક પછી મુંબઈ એ નિરાંત ના શ્વાશ લીધા હતા.

પકડાઈ ગયા પછી શું બોલ્યો હતો કસાબ?:

કસાબ ને વર્ષ 2012 માં ફાંસી આપવામાં આવી હતી, જો કે તેની પહેલા ઘણીવાર તેને પૂછતાછ કરવામાં આવી હતી. કસાબ ને પૂછતાછ કરનારા ઓફિસરો માં રિટાયર્ડ ગોવિંદ સિંહ સીસોદીયા પણ હતા. એનએસજી ના ડીઆઇજી રહેતા કસાબ ને પૂછતાછ કરી હતી, સિસોદીયાના આધારે જયારે કસાબ ને સવાલ કરવામાં આવ્યો કે જો તેને છોડી દેવાનો મૌકો આપવામાં આવે તો તે શું કરશે? તેના પર કસાબે જવાબ આપ્યો કે-”હું જઈને મારા માતા-પિતા ની સેવા કરીશ”.

આવી જ પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

કોમેન્ટમાં જરૂર લખજો “ૐ શાંતિ”..🙏 તમામ શહીદ વીરોને શત શત નમન અને એમના પરીવારને વંદન. 🙏

 

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here