કાર્તિક મહિના માં આ ઉપાય અવશ્ય કરો તમારી જિંદગી બદલાઈ જશે….વાંચો અત્યારે જ

0

જે પણ વ્યક્તિ કાર્તિક મહિનામાં પૂજાપાઠ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને તેઓ નેે દેવોના ઘરમાં જગ્યા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણને કાર્તિક મહિનો ખૂબ જ પ્રિય છે. કાર્તિક મહિનાની મોક્ષનો દ્વાર પણ માનવામાં આવે છે. કાર્તિક મહિનામાં કર્યા ગયા ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ મહિનો બધા જ મહિના કરતાં પવિત્ર મહિનો છે. કાર્તિક મહિનામાં તમે આ ઉપાય કરશો તો માં લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે…

પૂર્ણિમાના દિવસને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે પરંતુ તેમાં કાર્તિક પૂર્ણિમાનો ખૂબ જ અલગ જ મહત્વ છે. લોકો પૂરા મહિના મા માતા તુલસીની પૂજા કરે છે તેમ જ દીવો પ્રગટાવે છે.

કાર્તિક મહિનામાં દેવો ધરતી પર હોય છે. તેમજ આ મહિનો અંધકારને દૂર કરે છે.

કાર્તિક મહિનામાં જ પૂરો મહિના તમે દીવો પ્રગટાવો તો તેનું શુભ ફળ પ્રાપ્ત થશે તમને. દીવાની જેમ જ તમારું જીવન પ્રકાશિત રહશે. જો તમે પુરો મહિનો દીવો પ્રગટાવી ના શકો તો તમે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે દિપ દાન કરી શકો છો. આ ઉપાય તમે આજુબાજુની નદીમાં કરી શકો છો બધા જ મહિનાના દીવા લઈને કોઈ નદીમાં તમે દીપ દાન કરો. આવુ કરવાથી તમને પુરા મહિનાનો ફળ મળી શકે છે.

આ મહિનામાં ગંગા સ્થાનનો પણ ખૂબ જ મહત્વ છે. જો તમે ગગાં સ્થાન ન કરી શકો તો તમે તુલસી મિશ્રિતજળથી સ્નાન કરવાથી. તમને ગંગામાં સ્થાન કર્યુ હોય તેવું ફળ મળશે.

કાર્તિક મહિનામાં જો તમે મહાલક્ષ્મીની આરાધના કરશો તો તેનું ફળ અવશ્ય મળશે. કાર્તિક મહિનામાં મહાલક્ષ્મી પૂર્ણિમાના દિવસે પીપળ પર નિવાસ કરે છે. કાર્તિક મહિનાની પૂર્ણિમાને દિવસે જો તમે પીપળની પૂજા કરશો તો તમારી ઉપર માં લક્ષ્મીજીની કૃપા રહેશે. એ દિવસે તમે પીપળ સામે દીવો પ્રગટાવી તેની પૂજા કરશો અને મા લક્ષ્મીની આરાધના કરશો. પછી તમે ઘરે આવીને મા લક્ષ્મી ના કોઇપણ મંત્રની એક માળા કરવાની રહેશે. ત્યાર પછી માં લક્ષ્મીજીની ખીરનો ભોગ લગાવો. એવું કરવાથી મા લક્ષ્મી પ્રસન રેહશે. ભોગ લાગ્યા પછી આ પ્રશાદ દરેક સભ્યોએ લેવું.

જે લોકો નુ મન શાંત ન રહેતું હોય તે લોકોએ ચંદ્રમાને અર્ધ્ય આપીને ચંદ્રમાની રોશની સામે દસ મિનીટ સુધી ઉભા રહો. આવુ કરવાથી તમારી કુંડળીમાં ચંદ્ર ની સ્થિતિ મજબૂત થશે અને તમારું મન શાંત રહેશે.

તેમજ એક તાંબાના લોટામાં જળ રાખીને ચંદ્રમાની સામે આખો દિવસ રાખો બીજા દિવસે સવારે તે પાણી તમે બીજા પાણીમાં મિક્સ કરીને પીવાથી તમારો ચંદ્રમાં મજબૂત બનશે.

કાર્તિક મહિનામાં પણ દાનનું પણ અલગ જ મહત્વ છે કાર્તિક મહિનામાં જો તમે દાન કરશો તો તમને શુભ ફળ પ્રાપ્ત થશે કાર્તિક મહિનામાં ઠંડી વધારે હોવાથી ગરીબોને ગરમ કપડાં દાન કરવા જોઈએ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here