માતા લક્ષ્મીના ક્યા રૂપની પૂજા કરવાથી, જાગી જશે તમારું સૂતેલું નસીબ? વાંચો આર્ટિકલ

1

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની જો સાચ્ચા હૃદયથી પૂજા કરવામાં આવે તો તમારી નબળી પરિસ્થિતી પણ સુધરશે ને તમારી કિસ્મત ચમકશે. ઉપરાંત કોઈપણ સમાએ જીવનમાં રૂપિયાની કોઈ અછત રહેતી નહીં અને સુખ અને સમૃદ્ધિ ઘરમાં બની રહેશે.

આ વ્રત કરવાથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી ને આશીર્વાદ આપે છે સુખી થવાના. જો હાથી પર બેઠેલા માતા લક્ષ્મીની પૂજા કરો, ને જાણો કેવી રીતે કરવી પૂજા કરવી તેના વિષે માહિતી .શુક્રવારની સાંજે ઘરણો એક ખાલી ભાગ સાફ કરીને ત્યાં એક એક બાજોઠ કે પાટલાની સ્થાપના કરો. તેના પર લાલ કપડુ પાથરો.

લાલ કપડાં પર ચોખાની ઢગલી કરો ને તેના પર પાણીના ભરેલા કળશની સ્થાપના કરો. પાણીના લ્કલાશ પાસે હળદરથી કમળ બનાવો અને તેના પર માતા લક્ષ્મીની મુર્તિની સ્થાપના કરો.

માટીનો હાથી બનાવો અથવા તેને બજારમાં લાવીને તેને ડેકોરેટ કરો. જ સોનાના બનેલા હાથીની પૂજા કરવાથી પૂજાના વિશેષ લાભો મળે છે.

હવે દેવી લક્ષ્મીની મૂર્તિ આગળ શ્રી યંત્ર મૂકો અને કમળના ફૂલથી તેની પૂજા કરો. સોના અને ચાંદીના સિક્કા,મીઠાઇ અને ફળ પણ રાખો.

આ પછી, માતા લક્ષ્મીના આઠ સ્વરૂપોના નામ બોલી કંકુ, ચોખા અને ફૂલોની પૂજા કરો …

  • ૐ આધ્યલક્ષમયે નમ :
  • ૐ વિધ્યાલક્ષમયે નમ :
  • ૐ સૌભાગ્યલક્ષમયે નમ :
  • ૐ અમ્રુતલક્ષમયે નમ :
  • ૐ કામલક્ષમયે નમ :
  • ૐ સત્યક્ષમયે નમ :
  • ૐ ભોગલક્ષમયે નમ :
  • ૐ યોગલક્ષમયે નમ :

આ મંત્રોનો જાપ કર્યા પછી, ગાયના શુદ્ધ ઘીના દીવો કરવો. અને આરતી ઉતારો. આ રીતે, માતા મહાલક્ષ્મી પૂજા કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે ને ભક્તોની ઇચ્છાને પૂર્ણ કરે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here