કર્જ જા બોજ થી ચિંતિત છો, તો આ નવરાત્રી પર કરો આ 7 નાના ઉપાય….

0

વ્યક્તિ ધનવાન હોય કે પછી ગરીબ, પૈસા ની ખોટ દરેક વ્યક્તિ ને કોઈને કોઈ પરિસ્થિતિ માં આવી જ જાતિ હોય છે. જીવનમાં ઘણીવાર એવું બની જાતું હોય છે કે વ્યક્તિ એ કરજ લેવાની જરૂર આવી પડે છે. કરજ લીધા પછી તમારી કમાણી નો એક હિસ્સો તો તેને ઉતારવામાં જ ચાલ્યો જતો હોય છે. ઘણીવાર તો એવી સ્થિતિઓ ઉત્પન્ન થઇ જાતિ હોય છે કે લોકો ને કર્જ ચુકવવવો ખુબ જ મુશ્કિલ બની જાતો હોય છે. તો એવામાં અમુક નું જીવન તો કર્જ ચૂકવામાં જ નીકળી જાતું હોય છે.  જો કે પૂજા પાઠ દરેક ઘરોમાં કરવામાં આવે છે, પણ કહેવામાં આવે છે કે અમુક એવા ઉપાય હોય છે, જેને કરવાથી ઉધાર થી મુક્તિ મેળવી શકાય છે. કહેવામાં આવે છે કે નવરાત્રી ના સમયે અમુક ઉપાય કરવાથી તમે તમારા પર ચઢેલા ઉધાર ને ઉતારી શકો છો. આવો તો જાણીએ આ ઉપાયો વિશે..
1. નવરાત્રી ના દિવસે માતા ને અત્તર અર્પણ કરવું જોઈએ. કહેવામાં આવે છે કે માતા દુર્ગા ને અત્તર અર્પણ કર્યા પછી આ અત્તર ને માતા નો આશીર્વાદ સમજીને તેને ઉપીયોગ માં લેવું જોઈએ. તેનાથી માતા ખુશ થઇ જાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરી દે છે.2. નવરાત્રી ના સમયે તમે લોટ નું લુંવું લો, તેમાં ગોળ ભરીને પાણી માં વહેડાવી દો. તેનાથી તમને ઉધાર થી મુક્તિ મળી જાશે.

3. કર્જ થી મુક્તિ મેળવવા માટે કેળા ના જાડ ના મૂળમાં ચોખા, ફૂલ, પાણી અર્પણ કરો. તેના પછી નવમા દિવસે આ મૂળમાંનો થોડો હિસ્સો તમારી તિજોરી માં મૂકી દો.4. ચોખા, ફૂલ,ધૂપ,દીવો વગેરે થી પીળા રંગ ની કોડી અને સિંગાર ની વસ્તુ ની પૂજા કરીને તેને ધારણ કરો. ધારણ ના કરવું હોય તો તેને ખિસ્સા માં પણ રાખી શકો છો. ઉધાર મુક્તિ માટે આ ઉપાય કારગર સિદ્ધ થાય છે.

5. કમલગટ્ટા ને પીસીને તેમાં દેશી ઘી થી બનેલી સફેદ બરફી મિલાવીને તેની 21 આહુતિઓ આપો. કહેવામાં આવે છે કે કેટલો પણ મોટો કર્જ કેમ ના હોય, આ ઉપાય કરવાથી તે ચોક્કસ ઉતરી જાય છે.6. સૌથી પહેલા કમળ ના ફૂલ ના પાન લો, હવે તેના પર માખણ અને મિશ્રી લગાવો. હવે 48 લવિંગ અને 6 કપૂર ની માતા ને આહુતિ આપો. માન્યતા છે કે આવું કરવાથી જલ્દી જ ઉધાર નો બોજ ઓછો થઇ જાય છે.
7. નવરાત્રી માં અષ્ટમી ના દિવસે એક લાલ કપડું લો, તેમાં પાંચ ગુલાબ ના ફૂલ, ચાંદી ના ટુકડા અને ગોળ રાખીને 21 વાર ગાયત્રી મંત્ર ના પાઠ કરો અને તેને પાણીમાં પધરાવી દો. એવું કરવાથી તમે જલ્દી જ ઉધાર મુક્ત થઇ જાશો..Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!