‘કરિશ્મા કા કરિશ્મા’ની આ Cute રોબોટ યાદ છે? હાલ લાગે છે હોટ અને ગ્લેમર, આ સુપરસ્ટારને કરી બેઠી પ્રેમ….16 Photos Check out

0

આ એક્ટર સાથે કરવા માંગતી હતી લગ્ન.

આજની તારીખમાં મોટાભાગના લોકોનું એજ માનવું છે કે ટેલીવિઝન પર દિનભર માત્ર સાસુ-વહુ ની જ સીરીયલ આવતી રહેતી હોય છે. રાતમાં 10 વાગાથી તો બાળકોને ટીવીથી દુર રાખવાજ બેહતર છે. કાર્ટુનની વાતને છોડતા નાની સ્ક્રીન પર ઘણા એવા શો હોય છે જેમાં બાળકોને જોવા લાયક બધું જ હોય છે. પણ આપણા દૌરની તો વાતજ કઈક અલગ હતી. તે સમયમાં બાળકોના ફેવરિટ શો માનો એક હતો ‘કરિશ્મા કા કરિશ્મા’.

આ શો માં સુંદર આંખો વાળી બાળકી રોબોટના કિરદારમાં હતી. આ રોબોર્ટ ગર્લ વાસ્તવ માં જ ખુબ ક્યુટ હતી. ખુબજ જલ્દી બધાની ચહેતી બની ગઈ હતી. 2003 માં સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારી આ સીરીયલના દરેક એપિસોડનો દરેક બેસબ્રીથી વાટ જોતા હતા.

જણાવી દઈએ કે 15 સાલ બાદ આ નાની એવી કરિશ્મા મોટી થઇ ગઈ છે . તેનો લુક પણ ખુબ બદલાઈ ગયો છે. ચાલો તો આજે તમને દેખાડીએ તેની એક જલક.

‘કરિશ્મા કા કરિશ્મા’ :

‘રોબોટ કરિશ્મા’ એટલે કે ઝનક શુક્લાએ 9 વર્ષની નાની ઉંમરમાં જ ગજબની એક્ટિંગ કરી હતી. આ શો હર શુક્રવારે પ્રસારિત થતો હતો.

જીયા યાદ છે?:

તમને યાદ અપાવી દઈએ કે ઝનક 2003 માં રીલીઝ થયેલી ‘કલ હો ના હો’ માં પણ માસુમ કિરદારમાં નજરમાં આવી હતી. ફિલ્મમાં તે જયા બચ્ચનની સૌતેલી દીકરી ‘જીયા’ બની હતી.

મળ્યો દરેકનો સાથ:

એક ઇન્ટરવ્યુમાં ઝનકે જણાવ્યું હતું કે, ‘કલ હો ના હો’ ના સમયે જયા બચ્ચન શાહરૂખ ખાનથી લઈને પ્રીતિ જીંટા-કરણ જોહર સુધીના એ તેમનો ખુબ સાથ આપ્યો હતો.

થઇ ગઈ છે મોટી:

1996 માં જન્મેલી ઝનક હવે બચ્ચી નથી રહી, પણ 21 વર્ષની થઇ ગઈ છે. જો કે હાલ તો તે કોલેજથી પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે.

દિલ્લીની છે જનક:

ઝનકનો જન્મ દિલ્લીમાં થયો છે અને તે 6 વર્ષની ઉંમર સુધી ત્યાજ રહી હતી. પછી તેના બાદ તેમનો પરિવાર મુંબઈ શિફ્ટ થઇ ગયો હતો.

પહેલી એડ:

ઝનકને એક ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે સૌથી પહેલા આઈસીઆઈસીઆઈ બૈંકની એડમાં કામ કરવાનો મૌકો મળ્યો હતો. તે સમયે તેની ઉમર લગભગ 5 વર્ષની હતી.

માં પણ એક્ટ્રેસ:

ઝનકની મમ્મી સુપ્રિયા શુક્લા પણ જાણીતી એક્ટ્રેસ છે. તે ‘તેરે લીએ’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા શોની સાથે અમુક ફિલ્મોમાં પણ માં નાં રૂપમાં નજરમાં આવી હતી. તેમના પતિ હરી શુક્લા પણ ફિલ્મમેકર છે.

બેઈન્તીહા મોહબ્બત:

ઝનકે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘કલ હો ના હો’ માં કામ કરવું તેના માટે એક સપનાનું સાચું પડવું જેવું છે. તે શાહરૂખને એટલો પ્રેમ કરે છે કે તે શાહરૂખ સાથે લગ્ન પણ કરી શકે છે.

સૌથી મોટી ભેટ:

‘કલ હો નાં  હો’ ની પૂરી સ્ટાર કાસ્ટે નાની ઝલકને ઘણી એવી ભેંટો આપી હતી. પણ ઝનકની સૌથી મોટી ભેટ કિંગ ખાનને તેને કિસ કરવાની હતી.

ફિલ્મોમાં કામ:

‘કલ હો નાં હો’ નાં બાદ ઝનક ‘ડેડલાઈન:સિર્ફ 24 ઘંટે’ નામની ફિલ્મનો હિસ્સો પણ બની હતી. આ ફિલ્મમાં ઈરફાન ખાન અને કોંકણા સેન શર્મા મુખ્ય ભૂમિકાઓમાં હતા.

મૂંગી છોકરીની ભૂમિકા:

ઝનકે ‘કલ હો નાં હો’ પહેલા એક મલયાલમ સીરીયલમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સીરીયલમાં તેમનો કિરદાર એક મૂંગા પાત્રનો હતો.

‘બ્લૈકનો ઓફર’:

ઝનકને રાની મુખર્જી અને અમિતાબ ની ફિલ્મ ‘બ્લૈક’ માં બાળકો નો રોલ પ્લે કરવાનો રોલ મળ્યો હતો. પણ ફિલ્મ બનવામાં  વધુ સમય લાગતો માટે ઝનકે તે ફિલ્મ જ છોડી દીધી હતી.

ફિલ્મોથી દુરી:

અમુક પ્રોજેક્ટ્સ કર્યા બાદ ઝનકે એક્ટિંગથી દુરી બનાવી લીધી હતી. તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. સાથે જ તે એક્ટિંગમાં કેરિયર પણ બનાવવા માંગતી ન હતી, કેમ કે તે તેનાથી પરેશાન થઇ ગઈ હતી.

છેલ્લો પ્રોજેક્ટ:

ઝનકે અમુક સમય સુધી ‘સોનપરી’ માં કામ કર્યું હતું. છેલ્લી વાર તે ‘ગુમરાહ’ ના એક એપિસોડમાં નજરમાં આવી હતી.

આ છે સપનું:

ઝનકે આર્ટસમાં બેચલર ડીગ્રી મેળવેલી છે. તે સોશિયલ એક્ટીવીસ્ટ બનવા માંગે છે અને એનજીઓ શરુ કરીને જરુરતમંદ લોકોને મદદ કરવા માંગે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.