બેબો કરીનાથી દીપિકા સુધી જાણો આ 8 એક્ટ્રેસેસનાં બેગની કિંમત…iPhone, વિદેશ યાત્રા કરતા પણ મોંઘી છે

0

એક્ટ્રેસ જ્યાં ડીઝાઇનર ડ્રેસીસ પહેરવું પસંદ કરે છે, સાથે જ તેઓ બ્રાંડેડ અને મોંઘા હેન્ડ બેગ્સ પણ કેરી કરવાનું પસંદ કરે છે. પોતાની સ્ટાઈલ અને ફેશન માટે ફેમસ આ એક્ટ્રેસેસની પાસે ઘણી એવી બ્રાન્ડ્સના મોંઘા બેગ્સ છે. એમાના ઘણા બેગ્સ ની કિંમત 8 લાખ તો કોઈના બેગની કિંમત 4 લાખ રૂપિયાથી પણ વધુ છે. કરીના કપૂર પાસે 8 લાખથી પણ વધુ કિંમતની બેગ્સ છે.

કરીના કપૂર અને દીપિકા પાદુકોણ:

1. કરીના કપૂર:

શોપિંગની દીવાની કરીના કપૂરની પાસે ઘણા બ્રાન્ડ્સનાં હેન્ડબેગ છે. તેની પાસે Chanel, Bottega, Givenchy  બ્રાંડનાં બેગ્સ છે. સાથે જ તેની પાસે  Hermes Birkin Epsom બ્રાંડનું બેગ છે, જેની કિંમત 8.26 લાખ રૂપિયા છે.

2. દીપિકા પાદુકોણ:

દીપિકા પાદુકોણને પણ કરીનાની જેમ  Hermes Birkin Epsom બ્રાંડનાં બેગ પસંદ છે. તેના બેગની મત પણ 8.26 લાખ રૂપિયા છે. સાથે જ તેની પાસે Gucci, Chanel બ્રાંડનાં બેગ્સ છે.

3. આલિયા ભટ્ટ:

આલિયા ભટ્ટની પાસે uber લગ્ઝરી બ્રાન્ડ્સ નાં બેગ છે. તે TOD’S fringed બ્રાંડનાં બેગ્સ કેરી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત 1 લાખ રૂપિયા છે.

4. અનુષ્કા શર્મા:

અનુષ્કા પાસે ઘણી બ્રાન્ડ્સના બેગ્સ છે. તે Fendi monster નાં બેગ્સ કેરી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત 1.2 લાખ રૂપિયા છે. તેની પાસે  totes, Alexander McQueen બ્રાન્ડ્સનાં બેગ્સ કલેક્શન છે.

5. સોનમ કપૂર:

સોનમ કપૂર પાસે Chanel બ્રાંડનાં બેગ્સ છે જેની કિંમત 4 લાખ રૂપિયા છે. સાથે જ તેની પાસે  Dior, Paule Ka, Balenciaga, Hermes Kelly બ્રાન્ડ્સનાં બેગ્સ પણ છે.

6. પ્રિયંકા ચોપડા:

પ્રિયંકા પાસે 100 કરતા પણ વધુ બેગ્સ છે. તેમાં તે મોટા ભાગે Valentino Garavani Rockstud   બ્રાંડનાં બેગ્સ કેરી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત 1.25 લાખ રૂપિયા છે.

7. શિલ્પા શેટ્ટી:

શિલ્પા પાસે Dior બ્રાન્ડ્સના બેગ્સ છે જેની કિંમાત 3 લાખ રૂપિયા છે. સાથે જ તેની પાસે Alexander Mcqueen બ્રાન્ડ્સ નાં બેગ્સ છે, જેની કિંમત 70 હજારથી લઈને 2 લાખ રૂપિયા છે.

8. જૈક્લીન ફર્નાડીજ:

જેકલીનની પાસે Louis Vuitton mini Alma બ્રાન્ડ્સનાં બેગ્સ છે સાથે જ તેની પાસે Gucci બ્રાન્ડ્સનાં બેગ્સનું પણ કલેક્શન છે જેની કિંમત 1 લાખ રૂપિયા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!