એવું તો શું ખાતી હતી કરીના કે આટલો સ્માર્ટ થઈ ગયો તૈમુર ? કરીના એ પોતે જ કર્યો હતો ખુલાસો, ખાસ કરી ને એક વસ્તુ પર રહે છે જોર

0

આજે એક એક ફોટોઝ વેંહચાય છે 1500 માં……કરીના એ તે પણ જણાવ્યું કે પ્રેગ્નેન્સી દરમિયાન એ શું શું ખાતી હતી.

સૈફ અલી ખાન એ હાલ માં જ કોફી વિથ કરણ માં જણાવ્યું કે એમના અને કરીના ના 23 મહિના ના દીકરા ની એક ફોટો 1500 રૂપિયા માં વેંહચાય છે. સૈફ એવું માને છે કે આ રેટ તો કોઈ સુપરસ્ટાર નો પણ નથી હોતો. આમ તૈમુર ની ફોટોઝ મોંઘી હોવા નું સૌથી મોટું કારણ છે એની ક્યૂટનેસ. પણ શું તમે જાણો છો કે આ સ્વાસ્થ્ય અને ક્યૂટનેસ નું કારણ શું છે ? એનો ખુલાસો ખુદ કરીના એક ઇન્ટરવ્યૂ માં કરી ચુકી છે. કરીના અને એમની ન્યુટ્રિશિયન રુજુતા દિવેકર આ વાત નો ખુલાસો કરી ચુકી છે કે જો કોઈ તૈમુર જેવું બાળક ઈચ્છે છે તો પ્રેગ્નેનસી દરમિયાન અને તેના પછી કેટલી વાતો નું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા જોઈએ તૈમુર ના હેલ્થી હોવા ના રાજ ને.

કરીના ના કેહવા મુજબ, પ્રેગ્નેન્સી દરમિયાન એમને કોઈ એવો ચાર્ટ ફોલો નથી કર્યો, જેમાં ઉલ્લેખ હોય કે શું ખાવું અને શું નહીં. એમને ખાવા માં તલ ના લાડવા ,નારિયળ ની ચટણી ,ચકરી, માખણ , દાળ ભાત, ખીચડી ,બધી જ દાળ, ટર્મરિક લાટે અને મિલ્કશેક ખૂબ લીધું છે. એના સિવાય ક્યારેય એ દેશી ઘી થી દુર નથી રહ્યા. પ્રેગ્નેન્સી ના ત્રીજા મહિના માં કરીના એ ઘી ના પરોઠા ખૂબ ખાધા છે. કરીના નું એ પણ માનવું છે કે પ્રેગ્નેન્સી દરમિયાન દાદીમા અને નાની મા ના નુસ્ખાઓ આજમાવવા જોઈએ. કરીના એમ માને છે કે ખાવા પીવા માં કોમ્પરોમાઇઝ કરવા ને બદલે સાચા સમય એ સારી માત્રા માં ખાવા માં વિશ્વાસ રાખે છે.

તૈમુર ને આ ખવડાવે છે કરીના

કરીના ને જ્યારે પૂછવા માં આવ્યું કે જ્યારે બાળક ને તૈમુર જેટલો હેલ્થી બનાવવો હોય તો શું કરવું જોઈએ. જવાબ માં એમને કહ્યું કે બાળક ને ખૂબ ઘી અને પાસ્તા ખવડાવવા જોઈએ. કરીના ને અનુસાર એ પોતે પણ દૂધી , તુરાઈ ,કારેલા અને જુવાર જેવી વસ્તુ ઓ ખાવા માં અચકાતી નથી. અને ના તો બાળક ની બાબત પર એને નકારે છે. કરીના તૈમુર ને દેશી ઘી ખવડાવે છે. એ ત્યાર થી તૈમુર ને ઘી ખવડાવે છે જ્યારે થી એ 7 મહિના નો હતો.

કરીના નું ડાઇટિંગ ચાર્ટ

કરીના એ મહિલાઓ એ ફિટ રહેવા માટે સલાહ આપતા કહ્યું કે ચા કે કોફી ખાલી પેટ એ ન લેવા જોઈએ. મરી નો ભૂકો નાખી ને લીંબુ પાણી કે હિંગ નાખી ને છાસ લેવા જોઈએ. સવારે કેળા સાથે કેસર પાણી પીવું ખૂબ સારું છે. ખાવા માટે ફળો માં કેરી ,ચેરી, સ્ટ્રોબેરી અને જાંબુ લેવા જોઈએ. કરીના ની માનો તો એ બ્રેકફાસ્ટ માં પૌવા , અજવાઇન ના પરોઠા, ટોસ્ટ અને ઈંડા લેતી હતી. એના પછી વર્કઆઉટ કરતી અને લંચ માં ફક્ત દહીં અને ભાત લે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here