ડિલિવરી પછી કરીના કપૂરે ખુબ જલ્દી જ પોતાનું વજન ઓછું કરી નાખ્યું હતું. જેનું કારણ માત્ર જીમમાં જ વર્કઆઉટ કરવાનું નથી પણ પોતાની ડાઈટ પર પ્રોપર ધ્યાન આપવાનું પણ છે. વીરે દી વેડિંગ ના પ્રમોશન ના દરમિયાન કરીના એ પોતાના ઝીરો ફિગર ને શોર્ટ કપડા માં ખુબ ફ્લોન્ટ કર્યું હતું જેને જોઈને લોકો ખુબ જ હેરાન રહી ગયા હતા.કરિનાની ન્યુટ્રીશન ઋજુતા દિવેકર દ્વારા અન્ય ઘણા સેલિબ્રિટી પોતાના વજન ને કંટ્રોલ માં રાખવામાં કામિયાબ રહ્યા છે. જો તમે પણ તમારું વજન ઓછું કરવા માગો છો તો ઋજુતા એ આપેલી આ ટિપ્સ ને જરૂર ફોલો કરો.
ફિટનેસમાં ઊંઘ નું એક ખાસ મહત્વ:
ઋજુતા નું કહેવું છે કે સારી ફિટનેસ અને બોડીશેપ માટે અનેક હદ સુધી ઊંઘ જવાબદાર હોય છે. તેણે જણાવ્યું કે કૈફીન ઊંઘ ને પુરી રીતે નથી આવવા દેતું, માટે બને ત્યાં સુધી કૈફીન થી દૂર રહો.
વજન ઓછું કરવા માટે અપનાવો આ ટિપ્સ:
1. સાંજ ના સમયે 3 થી 4 વાગ્યા પછી ચા કે કોફી ન પીઓ.
2. રેડ બુલ, મોનસ્ટર જેવા એનર્જી ડ્રિંક્સ માં કૈફીન ની માત્રા વધુ હોય છે. જેના સેવન થી ડેન્સિટી અને હોર્મોનલ હેલ્થ ને નુકસાન થઇ શકે છે.3. પેનકિલર્સ, વેટલોસ પીલ્સ, ગ્રીન ટી, ચોકલેટ માં પણ કૈફીન ની માત્રા હોય છે જે તમારા ઊંઘ ની સિસ્ટમ ને બગાડી નાખે છે અને વજનને પણ વધારી શકે છે, માટે યોગ્ય છે કે તેને ઓછી માત્રા માં જ ખાઓ.
4. ઋજુતા ના અનુસાર ઘી ખાવાથી વજન વધતું નથી પણ ઓછું થાય છે માટે જે લોકોએ એ ધારણા બનાવી રાખી છે તેને હવે તોડી નાખો.
5. જો તમે તમારા લાઇફસ્ટાઇલ હેલ્દી અને વજન પર કંટ્રોલ રાખવા માગો છો તો નેચરલ સ્વિટર્ન્સ જેવા કે મીઠી તુલસી, મધ, શેરડી નો રસ, નારિયેળ પાણી વગેરે ખાવાનું-પીવાનું રાખો.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
