કરિનાની જેમ શાહિદ કપૂરે પણ દીકરાનું નામ રાખ્યું એકદમ અલગ, લોકો બોલ્યા-”તૈમુર ને આપવા આવ્યો ટક્કર’…..

0

હાલમાં જ શાહિદ કપૂર ફરી એક વાર પિતા બન્યા છે. તેની પત્ની મીરા એ 5 સપ્ટેમ્બર ના રોજ દીકરા ને જન્મ આપ્યો છે. મંગળવારે મોડી રાતે મીરા ના માં બનવાની ખબરો આવી હતી. શાહિદે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ વાત નો ખુલાસો કર્યો હતો કે તે એક દીકરા ના પિતા બન્યા છે.તેના પછી થી ફેન્સ અને બૉલીવુડ ને પણ વાટ હતી કે આખરે શાહિદ પોતાના દીકરાનું નામ શું રાખશે. સોશિયલ મીડિયા યીઝર્સ એ તો શાહિદ અને મીરા ને અમુક નામ પણ સજેસ્ટ કર્યા હતા, પણ હવે બે દિવસ પછી શાહિદ અને મીરા એ પોતાના દીકરાનું નામ નક્કી કરી નાખ્યું છે.

અમુક સમય પહેલા જ શાહીદ કપૂરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર દીકરાનું નામ જણાવ્યું. તેમણે પોતાના દીકરા નું નામ ‘જાયન કપૂર’ રાખ્યું છે. તેમણે લખ્યું, ‘જાયન કપૂર ના આવવાથી હવે અમારો પરિવાર પૂરો થઇ ગયો છે. તમારા બધાની શુભકામનાઓ અને આશીર્વાદ માટે ધન્યવાદ. અમે બધા ખુબ જ ખુશ છીએ”. જણાવી દઈએ કે શાહિદ ની દીકરી મિશા નો જન્મ 26 ઓગસ્ટ 2016 ના રોજ થયો હતો. ત્યારે શાહિદે પોતાનું અને મીરા નું નામ મિક્સ કરીને દીકરી નું નામ મિશા રાખ્યું હતું. હવે તેના નજીકના લોકોનું કહેવું છે કે આ વખતે મીરા એ પોતાના દીકરાનું નામ પસંદ કર્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ શાહિદ અને મીરા ને શુભકામનાઓ આપી રહ્યા છે.એટલું જ નહીં અમુક લોકો તો શાહિદ ના દીકરા ની કરીના ના દીકરા તૈમુર સાથે તુલના કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ”તૈમુર ને ટક્કર આપવા માટે આવ્યો જાયન”. શાહિદ કપૂર ના પિતા પંકજ કપૂર પૌત્ર થવા પર કહ્યું કે હવે શાહિદ નો પરિવાર પૂરો થઇ ગયો છે.જણાવી દઈએ કે શાહિદ અને મીરા ના લગ્ન 7 જુલાઈ 2015 ના રોજ થયા હતા. શાહિદ કપૂર ઉંમરમાં મીરા કરતા 13 વર્ષ મોટા છે. દીકરા ના જન્મ પછી બૉલીવુડ ના તમામ સિરાતાઓએ તેને શુભકામનાઓ આપી છે. ઘણા સિતારાઓ તેઓને મળવા માટે પણ આવી પહોંચ્યા હતા. એવામાં આગળના અઠવાડિયે શાહિદ ની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ રિલીઝ થઇ રહી છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here