વજન ઉતારતા કરીનાની ગોદમાં કઈક આવી રીતે પરેશાન જોવા મળ્યો લાડકો તૈમૂર, જુઓ 7 ફોટોસ…

0

કરીના કપૂર એકવાર ફરી પોતાના ઝીરો ફિગરને લઈને ચર્ચામાં આવી ગઈ છે. 28 માર્ચના રોજ કરીના દીકરા તૈમુરને પોતાની ગોદમાં ઊંચકી રહેલી મહબૂબ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી. હાલ કરીના ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ ની શુટિંગ કરી રહી છે. આ દૌરાન જ્યાં કરીના ગ્રીન કલરની એ લાઈન વન પીસ ડ્રેસમાં જોવામાં આવી હતી જ્યારે તૈમુર બ્લુ કલર ટ્રેક સુટમાં નજરમાં આવ્યા હતા. જો કે તૈમુર પહેલાની તુલનામાં થોડો કમજોર દેખાઈ રહ્યો છે અને એવું પણ લાગી રહ્યું છે કે તેનું વજન પણ ઓછી થઇ ગયું છે.

જણાવી દઈએ કે દીકરા તૈમુર ના જન્મ બાદ ‘વિરે દી વેડિંગ’ કરીનાની પહેલી ફિલ્મ છે, જેના માટે કરીનાએ ઘણું એવું વજન ઉતાર્યું છે. તે જીમમાં ડેલી વ્યાયામ કરે છે. જાણકારી અનુસાર ફિલ્મ 1 જુનના રોજ રીલીઝ થવાની છે. ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ ની કહાની ચાર ફ્રેન્ડસની છે, જેઓ રોડ ટ્રીપ પર જાય છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરાં ભાસ્કર અને શિખા તિલસાનિયા લીડ રોલમાં છે.

ટશન ફિલ્મમાં ઝીરો ફિગર બની ગઈ હતી કરીના:

2008 માં જ્યારે યશરાજ સ્ટુડિયોની ફિલ્મ ‘ટશન’ માં કરીનાને જોઇને લોકો હૈરાન જ રહી ગયા હતા. ફિલ્મ માટે કરીનાએ પોતાની ફિગર સાઈઝ ઝીરો કરી નાખી હતી. ત્યારે ફેંસે તેની ખુબ જ આલોચના પણ કરી હતી. સાથે જ મીડિયામાં સાઈજ ઝીરોને લઈને ઘણા એવા વાદ-વિવાદો પણ થયા હતા. અમુકનું કહેવું હતું કે ઝીરો સાઈજ કરવા માટે એક્ટ્રેસેસ પોતાના પર જુલ્મ કરતી હોય છે. જો કે ઘણા લોકોએ કરીનાને ફિટનેસ ફ્રિક અને ડાઈટ હેલ્થને લઈને તેના વખાણ પણ કર્યા હતા.

તૈમુર વિશે વાત કરવા પર સૈફ પહેલાથી જ કહી ચુક્યા છે કે તે પરિવારના સૌથી મોટા સેલીબ્રીટી છે અને હવે સૈફ પહેલાની જેમ તૈમુરને લઈને મળતા મીડિયા એટેન્શનથી પરેશાન નથી થતા, પણ તેને એન્જોય કરે છે. જણાવી દઈએ કે કરીના અને સૈફ મોટાભાગે તૈમુરની સાથે રજાઓના દિવસો મનાવતા કેમેરામાં કૈદ થતા હોય છે. હાલ માં જ રાજસ્થાનથી પણ તેઓની અમુક તસ્વીરો સામે આવી હતી. 

લેખન સંકલન:  કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!