કરીના ની ડાયટિશિયન ના આ સુજાવ થી એક જ અઠવાડિયા માં ઓછું થઇ જાશે તમારું વજન…..

0

મોટાભાગે લોકો પોતાના મોટાપા ને લઈને ખુબ જ પરેશાન રહેતા હોય છે. તેઓ પોતાનું વજન ઓછું કરવા માગતા હોય છે જેના માટે તે ડાઈટિંગ કરવાનું શરૂ કરી દેતા હોય છે. ડાયટિંગ ના ચક્કર માં લોકો મોટાભાગે પૌષ્ટિક અને તાકાતવર ખાવાનું પણ છોડી દેતા હોય છે. એવામાં જરૂરી છે કે આપણે કોઈ ડાયટિશિયનની સલાહ લઈને જ ડાયટિંગ કરવું જોઈએ. આવો તો જાણીએ રૂજુતા દિવાકર ડાયટિશિયન જે કરીના કપૂર અને ઘણા એવા સેલીબ્રીટીઝને પણ ટિપ્સ આપે છે.1. ઘી જરૂર ખાઓ-રોજના ખાવા પીવામાં ઘી ને જરૂર શામિલ કરવું જોઈએ. ઘી ની માત્રા કેટલી રાખવી તે જે તે વ્યંજન પર નિર્ભર છે. ઘી કોલેસ્ટ્રોલ ની માત્રા ને ઓછું કરે છે.

2. નિયમિત ભાત ખાઓ-રોજના ભોજનમાં સફેદ ભાત વધુ બેસ્ટ છે. બ્રાઉન રાઇઝ પકાવા માટે કુકર ની 5 થી 6 સીટી લગાવી પડે છે, એવા માં પેટ માટે તે કેટલા મુશ્કિલ હોય છે. ભાત માં પ્રચુર મિનરલ્સ છે, માટે આહાર માં તેને જરૂર શામિલ કરો.

3. જ્યુસ નહિ ફ્રૂટ-જ્યાં સુધી મોં માં દાંત છે, ત્યાં સુધી ફળ અને શાકભાજીઓ ચાવીને ખાઓ. એવામાં શેરડી નો રસ પીવાને બદલે તેને ચાવીને ખાઓ.
4. પરંપરાગત ભોજન-પિઝ્ઝા, પાસ્તા,બ્રેડ બિસ્કિટ, કેક વગેરે થી બને ત્યાં સુધી દૂર રહો. મોસમના હિસાબે પકોડા, ફાફડા, જલેબી ખાઈ શકો છો.

5. ગ્રીન ટી ની જરૂર નથી-ગ્રીન ટી લેવાની કોઈ જ જરૂર નથી, પણ સવારે ખાલી પેટ કે ભૂખ લાગી હોય ત્યારે ચા ના પીઓ, જો કે દિવસમાં 2 થી 3 વાર ખાંડ વાળી ચા લઇ શકો છો.
6. નાસ્તો-ઓટ્સ કે પછી કોઈ પેક્ડ ફૂડ ને નાસ્તા માં ના લો,જે દિવસની શરૂઆત માટે યોગ્ય નથી. નાસ્તા માં પૌઆ, ઉપમા, ઈડલી, ઢોસા વગેરે લઇ શકો છો.
7.લોકલ ફળ ખાઓ-કેળા, ચીકુ, કેરી, દ્રાક્ષ, સફરજન વેગેરે ને પણ તમારા આહાર માં શામિલ કરો.
8. રીફાઇન્ડ તેલ-પેકેજીંગ વાળા ઓલિવ ઓઇલ નો ઉપીયોગ બને ત્યાં સુધી ના કરો. વનસ્પતિ તેલ ની જગ્યા એ મગફળી, રાઈ, નારિયેળ, મકાઈ વગેરે ના તેલ નો ઉપીયોગ કરી શકો છો.
9. પોષક તત્વ-ખાનપાન માં કૈલેરી જોવાને બદલે પોષક તત્વોને ધ્યાનમાં રાખો. જેટલી ભૂખ લાગી હોય તેટલું જ ભોજન લો.
10.એક્સરસાઇઝ અને વોકિંગ-ખુદ ને સ્વસ્થ રાખવા માટે અને પાચન ને બેહતર રાખવા માટે એક્સરસાઇઝ અને વોકિંગ જરૂર કરો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here