કરીના કપૂર નો મોટો ખુલાસો ‘જયારે તૈમુર 10 વર્ષનો થશે, તો તે કરશે પોતાની આ અધૂરી ઈચ્છા પુરી’…

0

બૉલીવુડ માં કોઈપણ અભિનેત્રી માટે લાંબા સમય સુધી પોતાનું કેરિયર બનાવી રાખવું ખુબ જ મુશ્કિલ છે. મોટાભાગે એ ધારણા હોય છે કે લગ્ન પછી અભિનેત્રીઓ નું કેરિયર ખતમ થઇ જાતું હોય છે, પણ બૉલીવુડ માં કરીના કપુર એ આ ધારણા ને બદલાવી નાખી છે અને તેમણે હાલમાં જ ફિલ્મ વીરે દી વેડિંગ માં પોતાનો ગ્લેમર લુક દેખાડ્યો હતો.બૉલીવુડ ની બેબો કરીના કપૂર એ લગ્ન પછી પોતાની ફિટનેસ ની સાથે કોઈ સમજોતો નથી કર્યો અને આજ કારણ છે કે આજે એક બાળક ની માં હોવા છતાં પણ કરીના પહેલા જેવી જ સ્લિમ નજરમાં આવે છે. આજે પણ કરીના એક ઠુમકા ના લાખો રૂપિયા લે છે. જો કે હાલના દિવસો માં કરીના પોતાની સાવકી દીકરી સારા અલી ખાન ની આવનારી ફિલ્મ માટે ખુબ જ ઉત્સાહીત છે. એવામાં એક ઇન્ટરવ્યૂ માં તેમણે પોતાની એક ઈચ્છા નો ખુલાસો પણ કર્યો છે.

જયારે તૈમુર 10 વર્ષ નો થાશે ત્યારે કરીના કરશે આ કામ:કરીના દીકરા તૈમુર ને લઈને ખુબ ગંભીર રહે છે. પોતાના કેરિયર ની સાથે તે પોતાના દીકરા ની સંભાળ માં પણ ખાસ ધ્યાન આપે છે. એવામાં કરીના નું કહેવું છે કે તે તૈમુર ને એકલો ન છોડી શકે કેમ કે આ ઉંમરે તેને કરીના ની જરૂર પણ છે. કરીના એ આગળ જણાવ્યું કે તેને તૈમુર ના મોટા થઇ જવાની વાટ છે, જેના પછી તે પોતાની એક અધૂરી ઈચ્છા પુરી કરવાનું કામ કરશે.  મીડિયા સાથે વાત કરતા કરીના એ જણાવ્યું કે જયારે તૈમુર 10 વર્ષ નો થઇ જાશે ત્યારે તે સંજય લીલા ભંસાલી ની સાથે કામ કરશે, કેમ કે આ કામ તૈમુર ના મોટા થવા પહેલા ન થઇ શકે. કરીના એ કહ્યું કે હું સંજય લીલા ભંસાલી ની સાથે કામ કરવા માગું છું અને હવે આ કામ અમુક વર્ષો પછી જ પૂરું થઇ શકે તેમ છે.જણાવી દઈએ કે સંજય પોતાની ફિલ્મ રામલીલા અને બાજીરાવ મસ્તાની માં કરીના ને લેવા માગતા હતા પણ કરીના એ તૈમુર ને લીધે ઇન્કાર કરી દીધો હતો.

ફિલ્મ ગુડ ન્યુઝ માં વ્યસ્ત છે કરીના :કરીના વીરે દી વેડિંગ પછી હવે અક્ષય કુમાર ની સાથે ગુડ ન્યુઝ ફિલ્મ માં નજરમાં આવશે. આ ફિલ્મ માં દિલજિત દોસાંઝ અને કિયારા આડવાણી પણ હશે. સાથે જ તમને જણાવી દઈએ કે કરીના અને અક્ષય ની જોડી લાંબા સમય પછી સ્ક્રીન પર કમબેક કરવા જઈ રહી છે, જેને લીધે તેના ફેન્સ પણ આ ફિલ્મ માટે ખુબ જ ઉત્સાહી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here