કરિના એ કર્યો ખુલાસો: હું સૈફ ની પત્ની જરૂર છું, પણ તેમના બાળકોની માતા નથી, જાણો કેમ આવું કહ્યું?

0

સૈફ અલી ખાન ની પત્ની કરીના કપૂર અને એક્સ વાઈફ અમૃતા સિંહ ને ક્યારેય પણ એકસાથે જોવામાં આવી નથી. પણ હાલમાં જ કરન જોહર ના શો કોફી વિદ કરણ માં સૈફ એ ખુલાસો કર્યો કે તેમણે કરીના સાથે ના લગ્ન ના દીસવે અમૃતા ને એક લેટર લખ્યો હતો.જેને કરીના કપૂર ને પણ દેખાડ્યો હતો. હાલ કરીના કપૂરે અમૃતા સિંહ ના વખાણ કરતા અમુક ખાસ શબ્દો કહ્યા છે.
કરીના એ જણાવ્યું કે,”મેં હંમેશા સૈફ ને કહ્યું છે કે હું સારા અને ઈબ્રાહીમ ની માં ક્યારેય બનીશ નહિ.બંને ની પાસે એક બેસ્ટ માં છે જ જેમણે તેઓને ખાસ પરવરીશ આપી છે. કરીના કહે છે કે,” હું માત્ર સૈફ ના બંને બાળકો ની માત્ર સારી એવી દોસ્ત જ બની શકું છું”. કરિનાનુ આ નિવેદન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ કેદારનાથના પ્રમૉશનમાં વ્યસ્ત સારા અલી ખાનને લઇને આવ્યુ છે. કરિનાએ સારા અલી ખાન અને તેના ભાઇ ઇબ્રાહિમને લઇને આ વાત કહી હતી.
કરીના એ આગળ જણાવ્યું કે-”હું તે બંને ને ખુબ પ્રેમ કરું છું અને જયારે પણ તેઓને મારી સલાહ ની જરૂર હશે તો હું તેની સાથે રહીશ, અને યોગ્ય માર્ગદર્શન પણ આપતી રહીશ.આ સિવાય સારા ના વખાણ માં કરીના કહે છે કે સારા ઇન્ડસ્ટ્રી માં બ્યુટી અને બ્રેન નું એક બેસ્ટ કોમ્બીનેશન છે. આવું ટેલેન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણા વર્ષો પછી મળ્યું છે”.

તૈમુર ના ટોય્ઝ પર બોલી આ વાત:કરીના ના નાના નવાબ તૈમુર ના ચેહરા વાળા ટોય્ઝ પણ માર્કેટ માં આવેલા છે. આ ડોલ ની તસ્વીરો મીડિયા માં ખુબ વાઇરલ થઇ રહી છે, જેમાં તૈમુર ની ડોલ એ સફેદ કુર્તો અને બ્લુ જેકેટ પહેરી રાખી છે, જેના પર તૈમુર નું નામ પણ લખેલું છે.કરીના એ તેના પર કહ્યું કે-”મેં જયારે તૈમુર ના ચેહરા વાળા ટોય્ઝ જોયા ત્યારે સમજમાં આવતું ન હતું કે તેના પર શું રિએક્શન આપવું. તૈમુર પોતાની લોકપ્રિયતા થી ભાગી ના શકે. કરીના એ જણાવ્યું કે તૈમુર ને મળતું આટલું બધું એટેંશન તેઓને ઘણીવાર નારાજ પણ કરી દે છે.
કોફી વિદ કરન ના શો માં સારા અલી ખાન એ જણાવ્યું કે-”પિતા સૈફ એ કહ્યું હતું કે કરીના તારી સ્ટેપ મોમ છે. એવામાં તું તેને છોટી માં કહીને બોલાવજે. સારા એ કહ્યું કે મને છોટી માં કહીને સાંભળતા કરીના કદાચ ગુસ્સે થઇ જાશે”.  સારા કહે છે કે-”મને પહેલાથી જ અમુક ચીજો ની જાણ હતી. અમારી વચ્ચે કોઈપણ બાબત વિશે કોઈ જ કન્ફ્યુઝન ન હતું. કરીના એ મને કહ્યું હતું કે તારી જે માં છે તે ખુબ જ સારી છે, આપણે હંમેશા મિત્રો ની જેમ રહીશું. કરીના ઈચ્છે છે કે હું તેને છોટી માં નહિ પણ કરીના કહીને જ બોલાવું”.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here