કરન ની પાર્ટી માં કરીનાએ પહેરી હતી આટલી મોંઘી ડ્રેસ, કોઇપણ ખરીદવા માટે 100 વાર વિચારશે…..

0

હાલમાં જ સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ના 20 વર્ષ પુરા થયા ની ખુશી માં કરન જોહરે પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી માં કુછ કુછ હોતા હૈ ના સ્ટારકાસ્ટ શાહરુખ ખાન, રાની મુખર્જી, કાજોલ અને ડાયરેક્ટર કરન જોહર હાજર રહયા હતા. આ સિવાય ફિલ્મ જગત ના અન્ય ઘણા સિતારાઓ આ પાર્ટીમાં હિસ્સો લીધો હતો અને દરેક એક થી એક ગ્લેમરસ અવતાર માં નજરમાં આવ્યા હતા, પણ દરેક નું ધ્યાન કરીના પર જ રહ્યું હતું.
પાર્ટી માં કરીના બ્લેક કલર ના શોર્ટ ડ્રેસ માં નજરમાં આવી હતી, જેમાં ગોલ્ડન બટન લાગેલા હતા. આ ડ્રેસ માં તે એકદમ સુંદર લાગી રહી હતી. પોતાની ડ્રેસ ને લીધે તે દરેક જગ્યા પર છવાઈ રહી હતી, પણ જેટલી જ સુંદર આ ડ્રેસ હતી તેટલી જ વધુ તેની કિંમત હતી.
કરીના ની આ ડ્રેસ બાલમૈન પ્લન્જ ની છે જેની કિંમત 2 લાખ રૂપિયા છે. પોતાના લુક ને પૂરું કરવા માટે તેમણે સ્મોકી આઈ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક લગાવી હતી.તમને જણાવી દઈએ કે કરીના મોટાભાગે પોતાના મોંઘા હેન્ડબેગ્સ અને શૂઝ ને લઈને પણ ચર્ચા માં રહે છે. કરીના ની પાસે બર્કિન 35 રોગ કૈસક એપ્સમ  (Birkin 35 Rouge Casaque Epsom) બ્રાન્ડ ના બૈગ્સ છે. આ બ્રાન્ડ ના બૈગ્સ ની કિંમત 10 લાખ રૂપિયા છે.વાત કરીયે કરીના ના વર્ક ફ્રન્ટ ની તો તે જલ્દી જ કરન જોહર ની ફિલ્મ તખ્ત માં નજરમાં આવવાની છે. આ ફિલ્મમાં તેના સિવાય આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વિકી કૌશલ, અનિલ કપૂર, જ્હાન્વી કપૂર અને ભૂમિ પેડનેકર પણ ખાસ રોલમાં જોવા મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here