કરન જોહર ના શો માં હાર્દિક પંડ્યા એ કરી સ્ત્રીઓ વિશે ગંદી ટિપ્પણી, કહ્યું કે મને જોવું ગમે છે કે છોકરીઓ કઈ રીતે ચાલે છે અને

0

કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ને ભારતીય ટિમ થી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. બંને ને ઓસ્ટ્રેલિયા થી પાછા બોલાવી લેવામાં આવ્યા છે. જાંચ પુરી થયા સુધી હાર્દિક-રાહુલ ટિમ નો હિસ્સો નહિ બની શકે. હાર્દિકે કરન જોહર ના ટીવી શો ‘કોફી વિથ કરન’ માં વિવાદિત મંતવ્ય આપ્યું હતું. હાર્દિકે શો માં કહ્યું હતું કે તેના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે. આ મંતવ્ય થી કપ્તાન વિરાટ કોહલી સહીત પુરી ટિમ એ ખુદ ને અલગ કરી લીધા હતા, આ વચ્ચે સ્ટાર નેટવર્ક એ કોફી વિથ કરન ના વિવાદિત શો ને હટાવી લીધો છે.
પંડ્યા ના આવા મંતવ્ય થી બીસીસીઆઈ ના પ્રશાસકો ની સમિતિ(સીઓએ) એ નોટિસ જાહેર કરી હતી જેના પછી હાર્દિકે સાર્વજનિક માફી પણ માંગી હતી, પણ બોર્ડ તેનાથી સંતુષ્ટ ન હતું. તેના પછી બંને ને બે મેચ માટે પ્રતિબંધિત કરી દેવાની વાત કહેવામાં આવી હતી.
કોફી વિથ કરન માં હાર્દિકે કહી હતી આવી બાબતો:
શો માં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એ ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાની વાત કહી હતી. પંડ્યા એ એ પણ જણાવ્યું હતું કે તે પોતાના માતા-પિતા સાથે ખુલ્લી રીતે વાત કરે છે. તે પોતાની પહેલી વાર સંબંધ બનાવાની વાત પણ પોતાના માતા-પિતા ને કહી ચુક્યા છે.પંડ્યા એ ક્લબ ની મહિલાઓ વિશે કહ્યું કે,”મને તેઓને જોવી ખુબ જ પસંદ છે, હું તે જોવા માંગુ છું કે તેઓ કેવી રીતે ચાલે છે”. તેના પછી સોશિયલ મીડિયા પર પંડ્યા ની ખુબ આલોચના થવા લાગી હતી. તેના પછી પંડ્યા એ ટ્વીટર પર જણાવ્યું કે તેનો વિચાર ભાવનાઓ ને નીચો પાડવાનો ન હતો. તેમણે ટ્વીટ કર્યું કે,”કોફી વિથ કરન માં મારા આવા મંતવ્ય પછી ઘણી પ્રતિક્રિયાઓ આવી. મારા આવા મંતવ્ય થી જેની પણ ભાવનાઓ ને ઇજા થઇ છે, હું તેઓ દરેક નિ માફી માંગુ છું”.હાર્દિકે ટ્વીટ કરીને માંગી માફી:
વિવાદ પછી હાર્દિકે માફી માંગતા કહ્યું કે,”હું એક ચૈટ શો માં ગયો હતો. મારા આવા મંતવ્ય પર મેં એ ધ્યાન ના આપ્યું કે તેનાથી ઘણાની ભાવનાઓ ને ઇજા થઇ શકે છે. હું તેના માટે દિલથી માફી માંગુ છું. હું લોકોને ભરોસો અપાવવા માંગુ છું કે આ મેં દુર્ભાવના ને લીધે કે સમાજ ના કોઈ વર્ગ ને ખરાબ દેખાડવા માટે કર્યું ન હતું. ઈમાનદારી થી હું શો ના માહોલ ને આધારે તેમાં વધારે ખોવાઈ ગયો હતો. મારો અર્થ કોઈ ભાવનાઓ નું અપમાન કરવાનો ન હતો”.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here