કપિલ શર્માના ખરાબ સમયે સાથ આપી રહી છે આ અભિનેતા ની પત્ની, વાંચો શું કરી રહી છે તે કપિલ શર્મા માટે.

0

દારૂની લતથી છુટકારો મેળવવા માટે કપિલ શર્મા અત્યારે બેંગલોર સ્થિત એક આયુર્વેદિક આશ્રમમાં ઈલાજ કરાવી રહ્યા છે.
કપિલ શર્માને આજે ઘરે ઘરે દરેક લોકો ઓળખતા થઇ ગયા છે. હમણાં થોડા સમયથી કપિલ શર્મા એ ખરાબ સમયથી પસાર થઇ રહ્યા છે. હમણાં ઘણા સમયથી કપિલ એ ટીવી શોથી પણ દુર રહ્યા છે છેલ્લે તેઓ પોતાનો કોમેડી ગેમ શો “ફેમેલી ટાઈમ વિથ કપિલ” માં જોવા મળ્યા હતા. લોકોને એમ હતું કે આ શો દ્વારા કપિલ એ પોતાના ચાહકોને ખુશ કરી શકશે પણ આ શોમાં એ કપિલની કોમેડીનો જાદુ ચાલ્યો નહિ એટલા માટે જ આ શો એ બહુ જ જલ્દી બંધ થઇ ગયો. આ શો દરમિયાન કપિલના જીવનમાં એ ઘણીબધી તકલીફો ચાલી રહી હતી આ પરેશાનીઓના કારણે તેઓ કામ પર બહુ ઓછું ધ્યાન આપી શકતા હતા અને સાથે તેમને દારૂ પીવાની પણ લત લાગી ગઈ હતી. દારૂના કારણે તેમનું વજન દિવસેને દિવસે વધતું જતું હતું. આવા સમય દરમિયાન બોલીવુડની એક ફેમસ હસ્તી એ તેની મદદે આવી તેમણે કપિલને સારવાર લેવાની સલાહ આપી અને કપિલે પણ તેમની સલાહ માની અને સારવાર લેવાની શરૂઆત કરી.

કપિલ શર્માનો સૌથી પહેલા તેમના સાથી કલાકાર સુનીલ ગ્રોવર સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો એ એક ફ્લાઈટમાં થયો હતો એ બનાવ ઘણો ચર્ચામાં રહ્યો હતો. બીજી તરફ જયારે તેઓએ એક પત્રકાર સાથે ઝઘડો કર્યો અને તેની સાથે ગાળાગાળી કરી એના કારણે તેઓ વધારે સમાચારમાં છવાયેલા રહેતા હતા. આમ એક પછી એક તેમની છબી ટીવી દર્શકોમાં બગડતી ગઈ જેના કારણે તેઓએ થોડા સમય માટે ટીવી થી દુર રહેવાનો નિર્ણય કર્યો. હવે અમુક સમાચાર પ્રમાણે કપિલ ટૂંક સમયમાં જ ટીવી પર પરત આવશે. તેમની રહેણીકરણી માં ઘણો બધો બદલાવ આવ્યો છે. તેમના દેખાવ પ્રત્યે પણ તેઓ વધુ સજાગ છે. તેઓ પોતાનું વજન ઘટાડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.

ટ્વિન્કલ ખન્નાની આ વાત માની રહ્યા છે કપિલ શર્મા

તમને જણાવી દઈએ કે દારૂ પીવાની આદતથી છુટકારો પામવા માટે કપિલ એ બેંગ્લોર સ્થિત એક આયુર્વેદિક આશ્રમમાં સારવાર લઇ રહ્યા છે. કપિલ શર્મા ત્યાં ડેટોક્સીફીકેશન પ્રોગ્રામમાં ભાગ લઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ મેડિટેશન અને યોગ પણ અપનાવી રહ્યા છે. એક સમાચાર અનુસાર તેઓએ ત્યાં પોતાની ૧૫ કિલો વજન ઘટાડ્યું છે. એક માહિતી અનુસાર કપિલ અત્યારે એ આશ્રમમાં ટ્વિન્કલ ખન્નાની હમણાં લોન્ચ થયેલી બુક pyjamas are forgiving બુક વાંચી રહ્યા છે. કપિલના નજીકના એક મિત્ર જણાવી રહ્યા છે આની પહેલા પણ કપિલ આ આશ્રમમાં ગયા હતા પણ તેઓ ત્યાં કોર્ષ અધુરો મુકીને ચાલી ગયા હતા. ત્યારે તેઓએ કરીથી દારૂ પીવાનું શરુ કરી દીધું હતું પણ આ વખતે તેઓ આ સારવારને સીરીયસલી ફોલો કરે છે. કપિલ જણાવી રહ્યા છે કે અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ તેમને આ રસ્તો બતાવ્યો હતો અને આ વખતે તેઓ પોતાનો સંપૂર્ણ ઈલાજ કરાવીને જ અહિયાથી પરત જશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here