સિદ્ધુ પાજીની હકાલપટ્ટી પર પહેલી વાર બોલ્યો કપિલ શર્મા, તેના મંતવ્ય પર મચી બબાલ… ચોંકાવનારો ખુલાસો થયો આખરે

0

પુલવામામાં આતંકી હુમલાને લઈને આપેલા એક મંતવ્યને ને લીધે નિશાના પર આવેલા નવજોત સિંહ સિદ્ધુ ને કથિત રૂપે ‘ધ કપિલ શર્મા શો’ પરથી બહાર કાઢી મુકવામાં આવવેલા છે અને તેની જગ્યાએ અર્ચના પૂરણ સિંહ ને લેવામાં આવી છે. હવે આ મુદ્દા પર પહેલી વાર ખુદ કપિલ શર્મા એ પોતાની પ્રતિક્રિયા આપી છે, જેને જાણીને તમે પણ હેરાન રહી જશો કપિલે સ્પષ્ટ કહી દીધું કે સિદ્ધુ પાજી ને શો માંથી બહાર કરવું એ સમસ્યાનું સમાધાન નથી. કપિલ શર્મા એ આ વાત મીડિયા સાથે વાતચીત કરતા કહી હતી, જ્યા તે ડ્રગ્સ ના વિરુદ્ધ આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. કપીલે સિદ્ધુ પાજીના મામલા પર કહ્યું કે,”મને લાગે છે કે સચોટ ઉકેલ નીકળવો જોઈએ. આ નાની-નાની ચીજો થાય છે, તેને બૈન કરી દો, તેને બહાર કરો. જો સિદ્ધુ જી ના શો થી નીકળી જવાથી આ સમસ્યાનું નિવારણ થઇ જાય છે તો સિદ્ધુ પાજી પોતે જ ખુબ સમજદાર છે, અને જાતેજ શોની બહાર નીકળી જાશે. તો આ લોકોને ગુમરાહ કરવામાં આવે છે, મને લાગે છે કે યાર તમે મુદ્દાની વાત કરો અને જો વાસ્તવમાં સમસ્યા છે તો તેના પર ફોકસ કરો ના કે જ્યા-ત્યાં ટભટકાવીને તમે લોકો આજની પેઢીનું ધ્યાન બદલાવો, જેથી અમે લોકો અસલી મુદ્દાથી હટી જઈએ”.

કપિલના મંતવ્ય પર હવે હલ્લો મચવાનો શરૂ થઇ ગયો છે અને લોકો તેના બહિષ્કારની વાતો કરવા લાગ્યા છે. સાથે જ ચેનલને પણ અનસબસ્ક્રાઇબ કરવાની વાત કરી રહ્યા છે, જેના પર ધ કપિલ શર્મા શો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. બૉયકૉટ કપિલ શર્મા હૅશટેગ એકવાર ફરીથી ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા છે.તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ એ પુલવામામા આતંકી હુમલા ના પછી કહ્યું હતું કે આવી રીતે કાયરાના આતંકી હુમલા માટે પુરા દેશને જવાબદાર ગણવો યોગ્ય નથી.દુનિયામાં સારા-ખરાબ લોકો પણ છે. દરેક સંસ્થાનમાં આવા લોકો હોય છે. જે ખરાબ છે, તેને સજા આપવી જોઈએ, પણ કોઈ ખરાબ વ્યક્તિ ના કાયરતાપૂર્ણ કામ માટે દરેકને દોષ આપવો યોગ્ય નથી.

લોકોએ સિદ્ધુ પાજીના આ મંતવ્યને પાકિસ્તાનથી સહાનુભૂતિ ના રૂપે લીધું, જેને લીધે સોશિયલ મીડિયા પર તેની આલોચના કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા માં સિદ્ધુ પાજીના બૉયકૉટ કરવાના અવાજો ઉઠવા લાગ્યા. એના પછી એ ખબર આવી કે સિદ્ધુ પાજીને આ શો થી બહાર કરવામાં આવ્યા છે અને તેની જગ્યા અર્ચના પૂરણ સિંહ એ લઇ લીધી છે. પણ આગળના શનિવારના એપિસોડનમાં સિદ્ધુ પાજી ફરીથી જોવા મળ્યા તો ફરીથી સોશિયલ મીડિયા માં હલ્લો મચવા લાગ્યો. રવિવારના એપિસોડમાં આખરે અર્ચના પૂરનસિંહ જોવા મળી હતી.આ વચ્ચે અર્ચના એ લગભગ સાત દિવસ પહેલાના વીડિયોથી ખુલાસો થયો હતો કે સિદ્ધુ પાજી જો આ મંતવ્ય ના પણ આપતા તો પણ તે આ શો થી જાવાના જ હતા, કેમ કે અર્ચના એ પુલવામા એટેકે ના પહેલા જ ધ કપિલ શર્મા શો ની શૂટિંગ પુરી કરી લીધી હતી. હવે સિદ્ધુ પાજી પર આપેલા કપિલના મંતવ્ય પરથી લાગી રહ્યું છે કે પાજીને શો થી બહાર કરવામાં આવ્યા નથી પણ તે પોતાની જાતે જ અમુક કામને લીધે શો થી દૂર થઈ ગયા છે અને કદાચ આવનારા સમયમાં સિદ્ધુ પાજી આ શો માં કમબેક કરી શકે છે.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here