અપનાવો આ ઘરેલુ ઉપાય ને કપાસીને કાયમ માટે કહો બાય બાય !!! ઘરેલુ નુશખા વાંચો આર્ટિકલમાં

0

શું તમારા પગના અંગૂઠા અથવા પગના તળિયે ગોળાકાર આકારની રફ, જાડી , સફેદ અને મૃત દેખાતી ચામડી છે? જો એમ હોય, તો તે જ કપાસી છે. જેને આપણે પગની કપસી કહીએ છીએ. જો તમારા પગ રહે છે હમ્મેશા ઠંડા તો તેનો ઉપાય કરવો જોઈએ. પગમાં કપાસી થવાનું એક જ કારણ છે કે પગમાં ખોટા માપના ચપ્પલ પહેરવા. અથવા તો લાંબા સમય સુધી જો ટાઈટ મોજા કે ચપ્પલ પહેરવાથી પણ કપાસી થવાની શક્યતા રહે છે, જો કે મોજા પહેરવાના ફાયદા પણ છે.

તો આજે અમે તમને 9 ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમારા પગમાં થયેલી કપાસીમાં તમને રાહત મળી રહે. આ બધા જ ઉપાયો તમારા રસોડાની બરણીમાં રહેલી વસ્તુઓથી જ કરવાના છે. તો તૈયાર છો ને કાયમ માટે પગની કપાસીને આવજો કહેવા માટે ?

પ્યુમિક સ્ટોનની મદદથી :

તમારા પગને ગરમ પાણીમાં 10 મિનિટ માટે ડૂબાડીને પછી પ્યુમિક સ્ટોનની મદદથી ધીમે ધીમે ઘસો. આમ કરવાથી મૃત ત્વચા દૂર થશે આ પછી પગને ધોઈ ને સાફ કરવા દો. ત્યારબાદ દિવેલના તેલથી માલીસ કરો ને પછી તેના પર રૂ લગાવીને મોજા પહેરીને અથવા ટેપ લગાવીને આ ભાગને બંધ કરી રાખો. બીજા દિવસે ટેપને દૂર કરીને દિવસમાં અનેક વાર દિવેલનું તેલ લગાવો. આમ કરવાથી કાયમ માટે કપાસી દૂર થઈ જશે.

સફેદ સરકો

એક ભાગ સરકાનો અને તેનો એક તૃતીયાંશ ભાગ પાણીનો બને મિક્સ કરીને કપાસી પર લગાવો. પછી તે ભાગને બેંડેડ લગાવી આખી રાત એમ જ રહેવા દો. બીજા દિવસે કપાસીને પ્યૂમિક સ્ટોનથી ઘસો. અને તેના પર નારિયેળ અથવા ઓલિવ તેલ લગાવો. દિવસમાં એક વખત આ ઉપાય કરવો.

બેકિંગ સોડા :

ગરમ પાણીના ટબમાં 3 ચમચી બેંકિંગ સોડાને મિકસ કરો. પછી 15 મિનિટ માટે પગ તેમાં ડૂબાડીને રાખો અને પછી પગને પ્યુમિક સ્ટોનથી સાફ કરો. જો તમે ઇચ્છો તો તમે બેકિંગ સોડા, લીંબુ અને પાણીની પેસ્ટ બનાવી કપાસી પર લગાવી શકો છો પછી ત્યાં બેંડેડ લગાવી આખી રાત એમ જ રહેવા દો. બીજા દિવસે ગરમ પાણીથી પગ ધોવા અને સ્ટોનથી સાફ કરવા.

લીંબુ :

રોજ લીંબુને કપાસી પર લગાવો અને સૂકવવા દો. આવું દિવસમાં 3 થી 4 વાર કરો. બીજો ઉપાય છે રોજ એક ચમચી લીંબુના રસમાં બે લવિંગને 15 મિનિટ માટે ડૂબાડી રાખો. પછી એમાંથી લવિંગને કાઢી નાખો.અને લીંબુના રસને કપાસી ઉપર લગાવી દો. પછી તેને સુકવવા દો અને સુકાઈ ગયા બાદ પાછો ફરી રસને લગાવીને રાખી દો. આવું દિવસમાં ઘણી વાર કરો.

લસણ :કપાસીની સમસ્યાથી તમારે છૂટકારો મેળવવા માટે તમે લસણની પીસી તેની પેસ્ટ બનાવો ને પગ પર લગાવીને તેના પર પટ્ટી બાંધી દો અને આખી રાત તેને રહેવા દો પછી આ ઉપાયથી તમને તરત જ રાહત મળશે. આ ઉપાય ત્યાં સુધી કરો જ્યાં સુધી કપાસી સાવ મટી ન જાય.

ટરપેટાઇન ઓઇલ :કપાસીવાળા ભાગમાં બરફથી થોડીવાર મસાજ કરો. પછી એને સાફ કરીને તેના પર ટરપેટાઇન ઓઇલ લગાવો ને એના પછી કપાસીને બેંડેડથી એ ભાગને આખી રાત ઢાંકી રાખો. આ પ્રયોગ રોજ કરો.

કાચુ પપૈયું :કાચા પપૈયાના ટુકડા કરી તેના ટુકડા કરી નાખો ને રસ કાઢી લો. પછી તેના રસમા તમે કોટન ડૂબાડીને કપાસી પર લગાવીને તેની પર આ પટ્ટી બાંધી લો અને તેને આખી રાત લગાવીને રાખી મૂકો અને આ ઉપાયો કરવાથી તમને થોડાક દિવસમા જ આ સમસ્યા એ ગાયબ થશે.આવું રોજ કરો…

પાઈનેપલ :પાઈનેપલને ચારેબાજુથી કાપી લો. પછી તેના અંદરના ભાગને કપાસી પર લગાવી રાખી દો. ને આખી રાત રહેવા દો ને સવારે પગ સાફ કરીને ત્યાં નાળિયેલ તેલ લાગવી દો. આવું રોજ રાતે કરો. આમ કરવાથી એક અઠવાડિયામાં કપાસી મટી જાય છે.

હળદર :

હળદર અને મધની પેસ્ટ બનાવો. અને તેને કપાસી પર લગાવો. પછી તે સુકાઈ જાય એટ્લે સાફ કરી લો આવું દિવસમાં બે વાર કરો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here