કન્યા રાશિમાં શુક્ર નું ગોચર, આ રાશિના લોકોની ચમકશે કિસ્મત….વાંચો તમારી રાશિ વિશે

0

બુધવાર, 1 ઓગસ્ટ બપોરના સમયથી શુક્રએ કન્યા રાશિમાં પ્રવેશ કરી લીધો છે. કન્યા રાશિમાં શુક્ર એક મહિના એટલે કે 1 સપ્ટેમ્બર 2018 સુધી રહેશે. આજથી શુક્ર ના ગોચર ના દરેક રાશિઓ પર તેનો જ્યોતિષી પ્રભાવ જોવા મળશે. જ્યોતિષના અનુસાર શુક્રને લાભપ્રદ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ કલા, પ્રેમ, સૌંદર્ય, જીવનસાથી અને ખુબ સુખોનું કારક હોય છે. કુંડળીમાં શુક્રના શુભ પ્રભાવથી વ્યક્તિ જીવનમાં ઘર, વાહન અને સમસ્ત સાંસારિક સુખોને પ્રાપ્ત કરે છે. પણ જો શુક્રનો પ્રભાવ અશુભ હોય તો જીવનસાથી સાથે અનબન અને બહુત સુખોમાં ખામી અને પરેશાનીઓ આવી શકે છે. આવો તો જાણીએ કઈ રાશિ પર તેનો કેવા પ્રકારનો પ્રભાવ પાડવાનો છે…1. મેષ રાશિ:
તમારી રાશિથી શુક્ર ષષ્ઠમ ભાવમાં સંચરણ કરશે. આ એક મહિનામાં તમને ઘણા કાર્યોમાં ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે છે. તમને ઘણી એવી રુકાવટોનો સામનો કરવો પડી શકશે. વૈવાહિક જીવનમાં અશાંતિ બની રહેશે.

2. વૃષભ રાશિ:
તમારી રાશિમાં શુક્ર પંચમ ભાવમાં પ્રવેશ કરશે. બાળકોને સ્નેહ અને સમ્માન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતમાં ઘણા સુધાર જોવા મળી શકે છે. સંતાન પ્રાપ્તિના પણ યોગ છે.

3. મિથુન રાશિ:
તમારી રાશિમાં શુક્ર ચતુર્થ ભાવમાં ગોચર કરશે. ભૌતિક સુખ-સુવિધાઓનો પૂરો આનંદ લઇ શકશો. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.

4. કર્ક રાશિ:
તમારી રાશિથી શુક્ર તૃતીય ભાવમાં સંચરણ કરશે.આ સમય તમને આસમાનની બુલન્દીયોં સુધી લઇ જાશે. જીવનમાં મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થશે, જ્યારે શત્રુઓ પર તમારો ભય બની રહેશે.

5. સિંહ રાશિ:
તમારી રાશિથી શુક્ર દ્વિતીય ભાવમાં પ્રવેશ કરશે.આ દરમિયાન તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિથી તમને આ ગોચરનો અત્યન્ત લાભ મળશે. પ્રેમજીવન શાનદાર બની રહેશે. સાથે જ વિવાહિત લોકોને સંતાન પ્રાપ્તિ થઇ શકે છે.

6. કન્યા રાશિ:
તમારી રાશિમાં શુક્ર ગોચર કરશે અને આ તમારા પ્રથમ ભાવમાં સ્થિત હશે. આ દરમિયાન તમારા જીવનમાં ધન ખુશીઓ નું આગમન થશે. શત્રુ પણ તમારો સામનો કરતા ઘબરાસે. અવિવાહિત લોકોને જીવનસાથી મળી શકે તેમ છે.

7. તુલા રાશિ:
તમારી રાશિમાં શુક્ર દ્વાદશ ભાવમાં જાશે. મિત્રો તરફથી તમને કોઈ પ્રકારનો લાભ મળી શકે છે. લાંબી યાત્રા કે વિદેશ જવાનો યોગ છે. મનમાં વાસનાત્મક વિચાર આવી શકે છે.

8. વૃશ્ચિક રાશિ:
તમારી રાશિથી શુક્ર એકાદશ ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પ્રેમ જેવા મામલામાં તમને સફળતા મળવાની સંભાવના છે. મિત્રોનો પૂરો સહયોગ મળશે.

9. ધનુર રાશિ:
તમારી રાશિથી શુક્ર દશમ ભાવમાં સંચરણ કરશે. સ્વાસ્થ્ય કમજોર બની શકે છે, માટે સ્વાસ્થ્ય પ્રતિ સજાક રહો. પૈસાની લેવળ દેવળમાં સાવધાની વરતો. તમારા શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થાશે, માટે ચતુરાઈથી સામનો કરો.

10. મકર રાશિ:
તમારી રાશિથી શુક્ર ભાવમાં જાશે. આ રાશિના લોકો માટે નોકરી બનવાનો યોગ છે. સમાજમાં પ્રસિદ્ધિ વધી શકે તેમ છે. લાંબા અંતરની યાત્રા તમારા માટે લાભદાઈ બને છે.

11. કુંભ રાશિ:
તમારી રાશિથી શુક્ર અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે. જીવનમાં ખુશીઓના રંગ-બેરંગી અને પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. જીવનમાં બહુત સુખ-સુવિધાઓનો આરમ્ભ થાશે.

12. મીન રાશિ:
તમારી રાશિથી શુક્ર સપ્તમ ભાવમાં ગોચર કરશે. પ્રોફેશનલ ક્ષેત્રમાં તમને સફળતા મેળવવા માટે કઠિન પરિશ્રમ થશે. ધન હાનિ થવી પણ બની શકે છે, માટે લેન-દેન કરવામાં સાવધાની વરતો. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મનમુટાવ થઇ શકે છે.

Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here