કાંજરભાટ સમાજમાં પહેલી વાર વર્જીનીટી ટેસ્ટ કર્યા વગર જ આ યુવકે કર્યા લગ્ન…. વાંચો અહેવાલ

0

મહારાષ્ટ્રનાં કાંજરભાટ સમાજમાં વર્જીનીટી ટેસ્ટના વિરુદ્ધ અભિયાન શરુ કરનારા વિવેક તામયચિકારે પોતાના જ સમાજના વિરુદ્ધ લડાઈ જીતી હતી. વિવેકે વર્જીનિટી ટેસ્ટ કર્યા વગર જ લગ્ન કર્યા હતા. 12 મૈ નાં રોજ વિવેકે લગ્ન કર્યા હતા. વિવેકના લગ્ન ઐશ્વર્યા ભાટ સાથે થયા છે. બંને કાંજરભાટ સમાજથી તાલ્લુક રાખે છે, બંનેને વર્જીનીટી ટેસ્ટ મંજુર ન હતો. જણાવી દઈએ કે કાંજરભાટ સમાજમાં વર્જીનીટી ટેસ્ટ કરાવો અનિવાર્ય છે, જેના વિરુદ્ધ આગળના 6 મહિનાથી વિવેક લડી રહ્યા હતા.વર્જીનીટી ટેસ્ટનાં વિરુદ્ધ શરુ કર્યું ફેસબુક પર અભિયાન:

વિવેક તામયચિકર પોતાના સમજાના વિરુદ્ધની લડાઈને ગ્લોબલ બનાવ્યું. વર્જીનીટી ટેસ્ટનાં વિરુદ્ધ વિવેકે ‘સ્ટોપ દ વી રીચ્યુંઅલ’ નામનું ફેસબુક પેજ તૈયાર કર્યું. જેના દ્વારા તેનો ઉદ્દેશ્ય સમાજમાં ચાલી રહી આ અનિષ્ટ પ્રથાથી મહિલાઓને છુટકારો અપાવાનો હતો. ફેસબુક પેજ લગભગ 6 મહિનામાં સોશિયલ અભિયાન બની ગયું. સમાજના દરેક સ્તર પર તેની ચર્ચા થવા લાગી. તેના પર અવાજ ઉઠાવનારો વિવેક અને તેના સમર્થકો પર હુમલો પણ થયો, પણ વિવેકે હાર ન માની. તેનું કહેવું હતું, જે સમાજમાં ખરાબ થઇ રહ્યું છે તેને ખત્મ કરવું જોઈએ. હું મારા લગ્ન વર્જીનીટી ટેસ્ટ કર્યા વગર જ કરવા માગું છું. આ ટેસ્ટ અમાનવીય છે. મારા લગ્ન આ રીતે થયા છે તો કદાચ આગળ ચાલતા પણ આ અંધવિશ્વાસ ખત્મ થઇ જાશે તેવી ઉમ્મીદ છે.

શું છે વર્જીનીટી ટેસ્ટની પ્રથા?:મહારાષ્ટ્રનાં કાંજરભાટ સમાજમાં એવી પ્રથા છે કે લગ્ન બાદ સુહાગરાતે નવવધુની વર્જીનીટી ટેસ્ટ લેવામાં આવે છે, જેના સફળ હોવા પર તેને ઘરમાં સન્માન મળે છે. ટેસ્ટ ફેલ થવા પર ઘણીવાર આ યુવતીને સમાજમાં બહિષ્કારનો સામનો કરવો પડે છે. આવા ઘણા મામલા સામે આવ્યા છે.’સ્ટોપ દ વ્હી રીચ્યુંઅલ’ નો અભિયાન સમાજનો આ વિચાર બદલવા માટે કરવામાં આવ્યું હતું. જો કે, કાંજરભાટ સમાજ તેના ખુબ જ વિરુદ્ધ હતું. અમુક સમય પહેલા જ વર્જીનીટી ટેસ્ટનો વીરોધ કરનારા એક કપલ્સની પીટાઈ પણ કરાવામાં આવી હતી. એવામાં વિવેકનાં લગ્ન ઐશ્વર્યા સાથે થવા અને એ પણ કોઈપણ વર્જીનીટી ટેસ્ટ કર્યા વગર, તે આ સમાજનાં સુધારનો પહેલો કદમ છે.

આવી રીતે મામલો આવ્યો સામે:કંજારા ભાટ સમાજમાં આજે પણ લગ્ન બાદ વર્જીનીટી ટેસ્ટ કરવામાં આવે છે. જાંચ કરવા માટે પંચાયત બેસાડવામાં આવે છે અને પૈસાની માંગ કરવામાં આવે છે. તેના બાદ જ તેઓને લગ્ન કરવા માટેની અનુમતી મળે છે. આ વર્જીનીટી ટેસ્ટનો વિરોધ કંજારા ભાટ સમાજના અમુક શીક્ષીત યુવક અને યુવતીઓએ કર્યો છે. તેના માટે ફેસબુક, વોટ્સએપ પર તેના વિરુદ્ધ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. તેને લઈને Stop the “V” Ritual નામનું વોટ્સએપ ગ્રુપ પણ તૈયાર કર્યું છે. આ ગ્રુપમાં 70 થી 80 યુવક-યુવતીઓ જોડાયેલા છે. આ અભિયાન શરુ કરનારાઓ પર આરોપ છે કે ગ્રુપનાં પોપ્યુલર હોવાથી કંજારા સમાજના લોકો તેના વિરુદ્ધ થઇ ગયા હતા.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!