કાનમાં જામેલી ગંદગી નીકાળવાના 5 બેમિસાલ ઉપાયો, સાંભળવાની શક્તિ થઇ જાશે તેજ…

0

શરીરની સાથે-સાથે કાનની સફાઈ કરવી પણ તેટલી જ જરૂરી છે. લોકો મોટાભાગે પોતાના શરીરને સાફ કરી લેતા હોય છે પણ કાન સાફ કરવાનું ભૂલી જતા હોય છે. કાન સાફ ન રાખવા પર ઇન્સાનને ઘણી એવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. કાનની સફાઈ ન કરવી મોટી બીમારીને આમંત્રિત કરે છે. કાનની સફાઈ ન કરવાથી પણ અંદરનો મેલ જમા રહે છે અને તેને લીધે કાનમાં દર્દ થવાની સમસ્યા થાય છે. તેનાથી ઈયર ઇન્ફેકશન થવાનો ખતરો પણ રહે છે.  વધુ મેલ જમા થઇ જવાને લીધે સાંભળવામાં પણ તકલીફ આવે છે અને ઘણીવાર તો અસહનીય દર્દનો અહેસાસ પણ થાય છે. જો તમને પણ કાનમાં દર્દ રહે છે કે તમે પણ તમારા કાનની સફાઈ લાંબા સમય સુધી નથી કરી તો આજે અમે તમને કાન સાફ કરવાના 5 મહત્વપૂર્ણ આસાન ઘરેલું ઉપાયો વિશે કહેવા જઈ રહ્યા છીએ. આ તરીકાઓને અપનાવીને પૈસા ખર્ચ કર્યા વગર જ તમે તમારા કાનની સફાઈ કરી શકો છો.

1. પહેલો ઉપાય:સૌથી પહેલા અળધો કપ ગરમ પાણી લો અને તેમાં એક નાની ચમચી નિમક મિક્ષ કરો. તેના બાદ તેમાં રૂ નો ટુકડો પલાળો અને તેમાં જે પાણી રહે તેને કાનમાં નીચોડો. ધ્યાન રાખો કે પાણી અંદર સુધી સારી રીતે જવું જોઈએ. તેના બાદ કાનને પલટીને તેમાનું પાણી બહાર કાઢી લો.

2. બીજો ઉપાય:બેબી ઓયલ ની મદદથી પણ કાનની ગંદગી સાફ કરી શકાય છે. તેના માટે સૌથી પહેલા તમારે બેબી ઓઈલની અમુક બુંદોને કાનમાં નાખીને રૂ લગાવી લો. તે તમારા કાનમાં જામેલા વૈક્સને થોડી જ વારમાં નરમ બનાવી દેશે. જેનાથી વૈક્સ આસાનીથી બહાર નીકળી જાશે.

3. ત્રીજો ઉપાય:હાઈડ્રોજન પૈરાઓક્સાઈડ અને પાણીનાં અમુક ટીપાં બરાબર માત્રામાં લઈને તેને કાનમાં નાખો. જ્યારે કાનમાં તે સારી રીતે ચાલ્યું જાય ત્યારે અમુક સમય સુધી રહેવા દો. બાદમાં કાનને પલટીને પાણી બહાર કાઢી લો. પણ ધ્યાન રહે કે હાઈડ્રોજન પૈરાઓક્સાઈડ ની માત્રા 3 પરસેન્ટ થી વધુ ન હોવી જોઈએ. આ પ્રયોગથી કાનની ગંદગી આસાનીથી સાફ કરી શકાય છે.

4. ચોથો તરીકો:ઓલીવ ઓઈલથી પણ કાનની ગંદગી સારી રીતે સાફ કરી શકાય છે. તેના માટે તમારે રાતે સુતી વખતે ઓલીવના ઓઇલના અમુક ટીપાં કાનમાં નાખો. લગભગ 3 થી 4 દિવસ સુધી આવું કરવાથી મેલ નરમ બની જાશે અને વૈક્સ આસાનીથી બહાર નીકળી જાશે.

5. પાંચમો ઉપાય:આ ઉપાય ન્હાવાના સમયે કરવાનો રહેશે. તેના માટે બસ તમારે ન્હાવાના સમયે કાનોમાં થોડું ગરમ પાણી નાખો. ન્હાયા બાદ કાનમાં ભીનું કપડું કે ઈયરબડ નાખીને સાફ કરી લો. આ સૌથી આસાન અને અસરદાર તરીકો છે. કાનનો મૈલ નહાયા બાદ નરમ બની જાય છે જે આસાનીથી નીકાળી શકાય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.