‘કમલી’ નહિ પણ આ વ્યક્તિ છે ‘સંજુ’ ના અસલી દોસ્ત, જેમણે દરેક મુશ્કિલ ઘડીમાં આપ્યો હતો સંજય દત્ત નો સાથ……

0

રણબીર કપૂર સ્ટારર અને સંજય દત્તની જિંદગી પર આધારિત ફિલ્મ ‘સંજુ’ બોક્સ ઓફિસ પર ખુબ શાનદાર પ્રદર્શન કરી રહી છે. રેકોર્ડ તોડ 34 કરોડની કમાણી કરી રહેલી ફિલ્મ 2018 ની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મમાં સંજય દત્તના જીવન સાથે જોડાયેલા તમામ નાના મોટા કિસ્સાઓને રાજકુમાર હિરાણીએ સ્ક્રીન પર રજૂ કર્યા છે.‘સંજુ’ માં રણબીર કપૂર પછી જો કોઈ કલાકારના સૌથી વધુ વખાણ કરવામાં આવ્યા હોય તો તે પરેશ રાવલ અને વિક્કી કૌશલ છે. પરેશ રાવલ વિશે દરેક જાણે છે કે તેમણે સંજુ ના પિતા સુનિલ દત્તનો કિરદાર નિભાવ્યો છે પણ ફિલ્મ જોઈને તમને આ સવાલ ઉઠી રહ્યો હશે કે ફિલ્મમાં વિક્કી કૌશલે જે કમલી નો રોલ નિભાવ્યો છે તે ક્યાં દોસ્ત પર આધારિત છે.
ફિલ્મમાં જે દોસ્ત વિશે જણાવામાં આવ્યું છે તેનું નામ કમલી નહિ પણ પરેશ ગિલાની છે. સંજુ બાબા ના દોસ્ત પરેશ બિઝનેસમેન છે અને લોસ એન્જલિસમાં રહે છે. પરેશ સાથે સંજુની દોસ્તી સ્કૂલના દિવસોમાં જ બની ગઈ હતી. પરેશ હંમેશા સંજયની સાથે મુશ્કિલ સમયમાં રહ્યા હતા. જો કે ફિલ્મમાં જણાવામાં આવ્યું છે કે પરેશ નરગીસ દત્તના મોટા ફૈન છે અને તેની મુલાકાત સંજય દત્ત સાથે નરગીસ દત્તની બીમારીના સમયે થઇ હતી. જયારે તે નરગીસના રૂમમાં ગણપતિ રાખવા માટે જાય છે.પરેશ ચટ્ટાન બનીંને હંમેશા સંજુની સાથે રહયા હતા, સંજય દત્ત જ્યારે ડ્રગ્સની લતમાં આવી ગયા હતા ત્યારે અને સાથે જ સંજુ જ્યારે જેલ ગયા હતા ત્યારે પણ. બંનેની દોસ્તી સમયની સાથે સાથે વધુ મજબૂત બની ગઈ હતી. જો કે પરેશ સ્વભાવથી ખુબ જ શર્મિલા હતા, માટે સંજુની સાથે ક્યારેય પણ સ્પોટલાઈટમાં આવવાથી બચતા હતા.પરેશ ગિલાની એક ઉદ્યમી અને આત્મનિર્ભર વ્યાપારી છે. તેને આજે એક બિઝનેસ ટાઇકૂનના રૂપે પણ જાણવમા આવે છે. પરેશ ‘મુન એક્સપ્રેસ’, ‘એક્સપ્રાઈઝ’,અને ‘રેડીમેનુન’ જેવી કંપનીઓનો હિસ્સો છે. આ કંપનીઓ આજે દુનિયાભરમાં વૈશ્વિક ચુનૌતીઓને હલ કરે છે.જણાવી દઈએ કે ‘સંજુ’ ફિલ્મને ફેન્સ દ્વારા ખુબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વર્લ્ડ વાઈડ કનેક્શનની વાત કરીયે તો સંજુ એ 116.68 કરોડ કરતા પણ વધુ કમાણી કરી લીધી છે. ફિલ્મમાં રણબીર કપૂર સિવાય પરેશ રાવલ, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, વિકી કૌશલ, કરિશ્માએ તન્ના જેવા કિરદારો પણ શામિલ છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!