દેશના સૌથી અમીર વ્યક્તિની પત્ની બીઝનેસ વુમેન નીતા અંબાણીનો એક દિવસ નો ખર્ચો છે આટલો – વાંચો માહિતી

0

આપણે બધા જાણીએ જ છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં ચેઈરમેન મુકેશ અંબાણી કુલ 38 અરબ ડોલરની સંપતીની સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. વૈશ્વિક સ્તર પર પણ તેની વિશાળ છાપ છે. મુકેશ અંબાણીની સાથે-સાથે તેની પત્ની નીતા અંબાણી પણ અત્યધિક પ્રભાવશાળી ભારતીય મહિલાઓમાની એક છે. દેશના સૌથી અમીર વ્યક્તિની પત્નીથી એક બીઝનેસ વુમેનની ઓળખ બનાવેલી નીતા અંબાણી પણ ખાસ ચર્ચામાં રહેતી હોય છે.

નીતા અંબાણી જે રિલાયન્સ ફાઉન્ડેશનની ચેઈરપર્સન પણ છે, સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની માલકિન પણ છે. તે પોતાની ગ્લેમરસ લાઈફ, સોશિયલ ગતીવિધીઓમાં હિસ્સો લેવો, સ્પોર્ટ્સ મેચેસની હિસ્સો બનવું, વગેરે ખુબ પ્રસિદ્ધ છે.

આજે અમે તમને નીતા અંબાણીની ગ્લેમર લાઈફ સાથે જોડાયેલી અમુક વાતો કહેવા જઈ રહ્યા છીએ. આખરે તેના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે અને તે ખુદ પોતાના પર કેટલો ખર્ચ કરે છે.

1. ત્રણ લાખની ચા:

કેમ પડી ગયાને અચંબામાં! તમે વિચારી રહ્યા હશો કે તે વળી કેવી ચા હશે જે ત્રણ લાખમાં વહેંચાઇ છે. જો કે તે દિવસની શરૂઆત જાપાનના સૌથી જુના ક્રોકરી બ્રાંડ ‘નોરેટીક’ ના કપમાં ચા પીને કરે છે. આ એક કપની કિંમત ત્રણ લાખ રૂપિયા છે. નોરેટીક ક્રોકરીની ખાસ વાત એ છે કે તેમાં ગોલ્ડની બોર્ડર છે અને તેના 50 પીસના સેટની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. એટલે કે એક કપની કિંમત 3 લાખ રૂપિયા છે.

2. હેન્ડ વોચની શોખીન:

નીતા અંબાણી બ્રાન્ડેડ વોચની પણ ખુબ શોખીન છે. તેના વોચ કલેકશનમાં બુલ્ગારી, કારટીયર, રાડો, ગુચી, કેલ્વીન કેલિન અને ફોસિલ જેવી બ્રાંડ શામિલ છે. આ બ્રાન્ડ્સનાં વોચની કિંમત દોઢ થી બે લાખ રૂપિયાથી શરુ થાય છે.

3. હૈન્ડબૈગ્સની દીવાની:

નીતા અંબાણીની પાસે ઘણી બ્રાન્ડેડ બૈગ્સનું કલેક્શન છે. દુનિયાના સૌથી મોંઘા બ્રાન્ડ્સના હૈન્ડબૈગ્સ જેવા ચનેલ, ગોયાર્ડ અને જીમ્મી ચુ કેરી તેના કલેક્શનમાં શામિલ છે. મોટાભાગે તેને કલચ બૈગ્સ સાથે જ જોવા મળે છે. તેની કિંમત 3 લાખ થી 4 લાખ થી શરુ થાય છે. આવા ક્લચ પર હીરા જડેલા હોય છે.

4. પસંદ છે ફેન્સી શુંઝ:

નીતા અંબાણીને સ્ટાઇલીશ શુઝ પહેરવા ખુબ પસંદ છે. તે પોતાના શુઝને ક્યારેય પણ રીપીટ નથી કરતી. તેમના શુઝ કલેક્શનમાં પાડ્રો, ગાર્સિયા, જીમ્મી ચુ, પેલમોડા, માર્લીન બ્રાંડ શામિલ છે. દરેક બ્રાન્ડ્સનાં શુઝની શરૂઆતી કિંમત 1 લાખ રૂપિયા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!