જો તમારી કાળી પડી ગયેલ ડોક ને કરવી છે એકદમ ગોરી ? તો સ્નાન કરતાંની 10 મિનિટ પહેલા કરો આ કામ ..

0

મોટાભાગના લોકો તેમના ચહેરાને ચમકાવવા પર જ ધ્યાન આપે છે. શરીરના અન્ય ભાગોની કાળજી તો બિલકુલ નથી લેતા, તે અંધારામાં જ રહે છે. તેમાંથી એક છે કાળી ડોક. કાળી ડોકના કારણે તમારે ક્યારેક શરમ પણ અનુભવવી પડે છે.
તો આ શરમને દૂર કરવા અને કાળી પડી ગયેલ ગરદનને સાફ કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઘણા નુસખા પણ અજમાવતા હોય છે. પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી થયો ? તો આજે અમે એવા ઘરેલુ ને સાચો ઉપાયો લાવ્યા છીએ જેનો ઉપયોગ કરશો એટ્લે તરત જ તમારી કાળી ડોકને બનાવી શકો છો ગોરી ગોરી .

1. બેકિંગ સોડા
કાળો ગરદન સાફ કરવા માટે 2 ચમચી બેકીગ સોડા લો. તેમાં થોડું પાણી મેળવો. સ્નાન કરતાં 10 મિનિટ પહેલા તેને ગરદન પર રગડીને થોડો સમય માટે તેને છોડી દો. 4 દિવસ માટે સતત આ પ્રયોહ કરવાથી તમારી ડોકની કાળાશ દૂર થશે.

કાચું પપૈયુ

: કાચા પપૈયુ પણ કાળી ગરદનને સાફ કરવા માટે કામ કરે છે. કાચા પપૈયા કાપીને પેસ્ટ કરો. હવે પેસ્ટમાં ગુલાબ જળ અને 1 ચમચી દહીં ઉમેરો અને તેને ગરદન પર લગાવો

3. ચણાનો લોટ
ગરદનની કાળાશ દૂર કરવા માટે સરસવના તેલમાં ચણાનો લોટ અને હળદર ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્નાન પહેલાં માત્ર 10 મિનિટ ગરદન પર લગાવો. આમ 4 દિવસ સતત કરવાથી તમને પરિણામ જોવા મળશે.

4. લીંબુ

લીંબુમાં કુદરતી બ્લીચીંગ પ્રોપર્ટીઝ હોય છે જે કાળી ત્વચાને ગોરી બનાવે છે. નહાવાના પહેલા ગળા પરના હળવા હાથથી લીંબુના રસને લગાવી નાખો. પરંતુ ધ્યાનમાં રાખો કે સૂર્યમાં તડકામાં લીંબુ લગાવીને ન જવું.

5. એલોવેરા
એલો વેરા જેલ ગરદનની કાકાળાશને દૂર કરવા માટે પણ ખૂબ મદદરૂપ છે. સ્નાન કરતાં 10 મિનિટ પહેલા ગરદન પર એલોવેરા જેલને લગાવો અને હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી ગરદનની કાળાશ દૂર થશે..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.