કાલે 11 ઓગસ્ટએ થશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ રાશિઓ પર થઇ શકે છે અસર…..

0

શનિવારે આ વર્ષનું ત્રીજું અને છેલ્લું સૂર્યગ્રહણ લાગશે. જો કે આ વખતના સૂર્યગ્રહણનું ભારતમાં અસર નહીં થાય. જ્યોતિષના અનુસાર આ વખતનું ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે, માટે ભારતમાં તેનો કઈ ખાસ પ્રભાવ નહીં પડે. પણ અમુક રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળી શકે છે. વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિ વાળા પર તેની અમુક અસર જોવા મળશે.આ થઇ શકે છે રાશિઓ પર અસર:

આ વર્ષના છેલ્લા સૂર્ય ગ્રહણનો વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિ પર તેની અમુક અસર જોવા મળી શકે છે. કુંભ રાશિના લોકો માટે થોડી સમસ્યાનું કારણ બની શકે છે, માટે તેઓએ દરેક નિર્ણય સાંભળીને લેવાના રહેશે. કન્યા રાશિ વાળા લોકોને લાભ થઇ શકે છે, જયારે વૃષભ વાળા લોકોને પણ થોડું સચેત રહેવાની જરૂર છે, સિંહ રાશિના લોકોને પોતાના સ્વાસ્થ્યને લઇને સચેત રહેવાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે આ સૂર્ય ગ્રહણ ઉત્તરી અમેરિકા, ઉત્તર પશ્ચિમી એશિયા, દક્ષિણ કોરિયા, મસ્કો, ચીન અને લંડનમાં જોવા મળશે. આ દેશોંમાં સૂર્યગ્રહણ સવારે 9 થી લઈને 9.30 સુધીમાં જોવા મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here