કાકડીની કડવાહટ થઇ જશે ફટાકથી દુર, જરૂર છે માત્ર આ તરીકાઓ અપનાવાની..વાંચો ટિપ્સ

ખોરાક ભલે ગમે તેટલો ટેસ્ટી પણ કેમ ન હોય પણ સલાડની પ્લેટ પર રાખેલી કાકડી મહેમાનોની સામે કડવી નીકળી જાય તો ગમે તેવું સારું ઈમ્પ્રેશન ખરાબ થઇ જાય સમજો. જો તમારી સાથે પણ આવું આવું જ કઈક થઇ રહ્યું છે તો હવે પછી આ ભૂલને ફરીવાર દોહરાવાની જગ્યાએ આ ઘરેલું નુસ્ખા પર જરુરથી ધ્યાન આપો.કાકડી ખાવાથી શરીરમાં પાણીની ખોટ પૂરી થઇ જાય છે. ડીહાઈડ્રેશનથી બચવા માટે કાકડીનું સેવન ખુબ જ ઉપીયોગી છે. કાકડીમાં કોઈ વિટામિન્સ, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સ મોજુદ હોય છે. જે વ્યક્તિનાં કોલેસ્ટ્રોલથી લઈને પાચન તંત્ર સુધીને દુરસ્ત રાખવામાં મદદ કરે છે.
કાકડીની કડવાહટ હટાવવા માટે તેને 2 લાંબા હિસ્સાઓમાં કાપી લો, કાકડીનાં બંને ટુકડાઓ પર નિમક લગાવીને તેને સારી રીતે મિક્સ કરી દો. આવું કરવા પર કાકડીમાની સફેદ ઝાગ નીકળવા લાગશે. આવું 2 થી 3 વાર કરવા પર કાકડીની કડવાહટ નીકળી જાશે.
કાકડીને અંતિમ ભાગ પરથી કાપીને તેની છાલ ઉતારી લો. કાકડી કાપતા પહેલા ફોર્કની મદદથી તેમાં ઘણા એવા છેદ કરી નાખો. આવું કરવાથી પણ કાકડીની કડવાહટ દુર થઇ જાશે. તેના પછી તમે કાકડીને ધોઈને ખાઈ શકો છો.
કાકડીની કડવાહટ દુર કરવા માટે તેને ઉપરથી થોડું કાપી લો. હવે કાકડીની ઉપર નિમક લગાવી લો. તેના પછી કાપેલા ટુકડાઓને ગોળ-ગોળ ફેરવતા તેના પર રગડો. આવું કરવાથી ઝાગ બનવાની શરુ થઇ જાશે. આવી રીતે કાકડીને બીજા ભાગથી પણ કાપીને તેના પર નિમક લગાવી દો, અને હવે કાકડીને પાણીથી ધોઈ લો. ટેસ્ટ કરી જુઓ કાકડી હવે કડવી લાગે છે કે નહિ. અમારો વિશ્વાસ છે કે કાકડી હવે કડવી નહિ લાગે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!