ખીરા જેવી દેખાતી આ સબ્જી ખૂબ જ ફાયદાકારક છે હ્રદય અને મગજ માટે, તો આજે જ લઈ આવો માર્કેટમાંથી ને શરૂ કરી દો ખાવાનું…વાંચો આર્ટિકલ

0

કાકડી એક એવી સબ્જી છે અથવા એવું ફળ છે જેમાં પાણી ની માત્રા ખૂબ જ વધારે હોય છે. એટલું જ નહિ તેમાં કેલેરી, કબર્સ અને શુગર નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કાકડી અંદર રહેલ પેક્ટિન નામ નું ફાઈબર હ્રદય ને સ્વસ્થ રાખે છે અને કોલેસ્ટ્રોલ ને પણ ઓછું કરે છે. અને જો તમે વેજીટેરિયન છો તો તમારા માટે કાકડી સૌથી બેસ્ટ ઉપાય છે. અને આ એવી સબ્જી છે કે જેને તમે કાચી ખાઈ શકો છો. ઉપરાંત સલાડ ના રૂપે પણ ખાઈ શકો છે, આ સિવાય સ્નેક્સ અને સાઈડ ડિશ ના રૂપે પણ ખાઈ શકો છો.

આમ જોઈએ તો કાકડી એ ખીરા (તુરીયા) ની જ ફેમિલી સાથે જ જોડાયેલ છે, પરંતુ તેના ટેસ્ટ ને કારણે તેને ફળ માં પણ સમાવિષ્ટ કરવા માં આવે છે. આથી તમે તેને સબ્જી ના રૂપે ખાવો કે પછી ફળ ના રૂપે ખાવો એ તમારી મરજી છે. કાકડી ની એક વિશેષતા પણ છે કે તે તમારા કોલેસ્ટ્રોલ ને તો નિયંત્રિત રાખે છે સાથે તે વધતી જતી ઉંમર ને પણ કંટ્રોલ માં રાખે છે.

વજન ને રાખે કંટ્રોલમાં

પોટેશિયમ, મેઙ્ગેશિયમ અને ઘણા પ્રકાર ના એન્ટિ-ઓક્સિદેંટ્સ જેવા કે વિટામિન સી, વિટામિન એ થી ભરપૂર કાકડી ને વજન ઓછું કરવા માટે પણ ખાઈ શકો છો. એટલે કે જે લોકો વજન ઓછું કરવા ઈચ્છે છે તેઓ પોતાના ડાઈટ સેડ્યુલ માં તેનો સમાવેશ કરી શકે છે. એટલે કે જો તમે વજન ઓછું કરવા નું વિચારી રહ્યા છો તો કાકડી તેમાં મદદ કરી શકે છે.

ચેહરા ને રાખે હંમેશા જવાન

કાકડી ની સબ્જી માં એન્ટિ-ઓક્સિડેંટ ગુણ પ્રાપ્ત થાય છે. જેને ડાઈટ માં સમાવિષ્ટ કરવા થી તમને મૈટેલ સ્ટ્રેસ થી દૂર રાખે છે. આથી તમારી ચામડી, સ્કીન સુંદર બનવા લાગે છે, આ સિવાય વધતી જતી ઉંમર ની સાથે ચહેરા પર પડતી કરચલીઓ ને પણ દૂર કરે છે. જેના કારણે ચહેરો જવાન દેખાય છે.

બીપી અને શુગર ના દર્દીઓ માટે

પોટેશિયમ, મેગ્નેશિયમ, ઘણા બધા વિટામીનો અને એન્ટિ-ઓક્સિદેંટ્સ થી ભરપૂર હોવા ને કારણે આંખ ની તંદુરસ્તી થી લઈ ને તે ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમ કાકડી ના સેવન થી બીપી અને શુગર નું લેવલ ને સીમિત કરવા માં મદદ મળે છે.

કેન્સર થી આપે રાહત

કેન્સર અને કાર્ડિયોવસ્કૂલર ડીસીઝ થી બચવા માટે પણ કાકડી ને પોતાની ડાઈટ માં સમાવિષ્ટ કરવી એ પણ ફાયદાકારક નીવડે છે. આ સિવાય કાકડી માં એવું તત્વ રહેલું છે કે આ સબ્જી ના સેવન થી નર્વર્સ સિસ્ટમ એટલે કે તાંત્રિકા તંત્ર ને મજબૂત અને સ્વસ્થ રાખવા માં કાકડી ખૂબ લાભદાયી છે.

અસ્થમા ની દવા ના રૂપે

કાકડી ની અંદર વિટામિન સી અને કોપર ભરપૂર માત્રા મળે છે આ ઉપરાંત તેમાથી એન્ટિ-ઇન્ફલેમેટરી જેવા ગુણ પણ પ્રાપ્ત થાય છે. જે એજિંગ એંજેટ થી લડવા ની ક્ષમતા ધરાવતા હોય છે. આથી અસ્થમા ના રોગી માટે આ સબ્જી દેશી દવા ના રૂપે કામ કરે છે. અને તંદુરસ્તી માટે પણ લાભદાયી નીવડે છે.

પ્રેગનેન્સી માં ફાયદાકારકકાકડી ની અંદર ખૂબ વધારે પ્રમાણ માં ફોલિક એસિડ પ્રાપ્ત થાય છે, જેના કારણે અથવા જેના કારણે જ ડૉકટર પ્રેગનેંટ સ્ત્રી ને કાકડી નું સેવન કરવા ની સલાહ આપે છે. પ્રેગનેન્સી માં તે સુપર ફૂડ ના રૂપે કામ કરે છે. તેમાં બીટા-કેરોટિન, વિટામિન સી અને એન્ટિ-ઇન્ફલેમેટરી ના ગુણ પણ મળે છે, જે હાડકાઓ ને પણ મજબૂત કરવા માં મદદ કરે છે.

પ્રોટીન ના મુખ્ય સ્ત્રોત ના રૂપે

કાકડી પ્રોટીન થી ભરપૂર છે, જો તમે તેને પોતાની ડાઈટ માં સમાવિષ્ટ કરો છો તો તમારે અલગ થી પ્રોટીન માટે બીજા કોઈ સપ્લીમેંટ ની કે અન્ય ખાદ્ય પદાર્થ ની જરૂર રહેતી નથી.

પુરુષો માટે ફાયદાકારક

ઘણી રિસર્ચ માં એવું સાબિત થયું છે કે કાકડી માં રહેલ તત્વો પુરુષો માં થતી બીપીએચ ને ઠીક કરવા માં મદદ કરે છે. બીપીએચ માં પ્રોસ્ટેટ ને લગતી સમસ્યા દૂર થાય છે. આમ બીપીએચ ના લક્ષણો ને ઓછા કરવા માં કાકડી ખૂબ જ લાભકારી છે.

લેખન.સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here