કાજોલ અને અજય દેવગન નું ઘર છે એકદમ આલીશાન અને ભવ્ય, જુઓ અંદર ની 20 તસ્વીરો…

0

કાજોલ અને અંજય દેવગન બૉલીવુડ ના પાવર કપલ કહેવામાં આવે છે. અજય-કાજોલ એ વર્ષ 1999 માં લગ્ન કર્યા હતા. બંને નો મુંબઈ ના પૉશ વિસ્તાર જુહુ માં બંગલો છે. જેના ઘરનું નામ ‘શિવશક્તિ’ છે.તેઓનો બંગલો કોઈ મહેલથી ઓછો નથી. તેઓના ઘરની દીવાલો સફેદ રંગ ની છે અને તેના ઘરમાં લાકડાનું કામ ખુબ જ સારી રીતે કરવામાં આવેલું છે.જણાવી દઈએ કે તેઓની એનિવર્સરી 22 ફેબ્રુઆરી ના રોજ છે, તેઓના લગ્ન ને 21 વર્ષ થઇ ચુક્યા છે. કાજોલ મોટાભાગે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. કાજોલે પોતાના ઘર ને ખુબ જ સુંદરતાથી શણગાર્યું છે.દિવાળી ના મૌકા પર તેઓ દરેક વખતે પોતાના ઘરને ખુબ જ સુંદરતાથી શણગારે છે. દરેક વર્ષે દિવાળી પર તેઓની ફેમિલી ફોટો પણ જોવા મળે છે.કાજોલ ના ઘર માં ખુબ જ સુંદર લાકડાની સીડીઓ બનેલી છે. આ સીડીઓ તેના ઘર ને એક મહેલ જેવો લુક આપે છે.
કાજોલ ના ઘરમાં ફર્નિચર નો રંગ પણ સફેદ છે. સફેદ રંગ ના ફર્નિચર અને લાઈટ કલર ના પળદા તેના ઘર ને અલગ જ લુક આપે છે.તેઓના ઘરમાં એક મોટું પૂજા ઘર પણ છે. તેઓના મંદિર માં ગણપતિ ની મૂર્તિ લાગેલી છે.બંને એ લગભગ 25 વર્ષથી બૉલીવુડ પર રાજ કર્યું છે. કાજોલે પણ પોતાના દમ પર ધીમે-ધીમે પોતાની જગ્યા બૉલીવુડ માં બનાવી છે અને આજે સફળતા ના 25 વર્ષ પુરા કર્યા છે.ભલે ફિલ્મોમાં સિંઘમ નું એક્શન અને ગુસ્સા વાળો અવતાર દેખાતો હોય પણ પોતાના વ્યક્તિગત જીવનમાં અજય પોતાની જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. અજય માટે તેનો પરિવાર પહેલી પ્રાથમિકતા છે.અજય પોતાની દીકરી ન્યાસા ના પણ ખુબ જ નજીક છે. લગ્ન પછી તેઓએ પોતાના કેરિયર કરતા વધુ પોતાના વ્યક્તિગત જીવનને મહત્વ આપ્યું છે.અજય ફિલ્મોની સાથે સાથે પોતાના પરિવાર નું પણ ખાસ ધ્યાન રાખે છે પણ બાળકો પર પુરી જવાબદારી રાખવાનું કામ કાજોલ નું વધારે છે. આજ કારણ છે કે કાજોલે હાલ ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું છે.મોટાભાગે કાજોલ હાલ પોતાના બાળકો ની સાથે સમય વિતાવે છે. તેમણે જે રીતે પોતાના ઘર ને શણગાર્યું છે તેને જોઈને લાગે છે કે તે પોતાના ઘરનું ખુબ જ ધ્યાન રાખે છે.કાજોલ હાલના દિવસોમાં હેલીકોપ્ટર ઈલા નામની ફિલ્મ ને પ્રમોટ કરી રહી છે. આવનારા દિવસો માં તે અજય ની ફિલ્મ તાનાજી માં પણ નજરમાં આવી શકે તેમ છે.કાજોલ એ પોતાના ઘરના લાકડાની ચીજો પર પણ સારું એવું વર્ક કરાવી રાખ્યું છે, જે તેના ઘરની અનેક ગણી શોભા વધારે છે.  Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here