કઈ રાશિ ધરાવતા પતિ તેની પત્ની ને લગ્ન પછી બેહદ પ્રેમ કરી અને વફાદાર રેહશે…ચાલો જાણીએ.. વાંચો આર્ટીકલ

0

ભારતીય વિધિ અનુસાર લગ્ન કરતા પહેલા છોકરા છોકરી નો પરિવાર કુંડળી અને ગુણો મેળવી અને પંડિતજી ને પૂછી સારા દિવસે શુભ ચોઘડિયે લગ્ન નક્કી કરે છે,
આ શુભ ચોઘડિયું, સારો દિવસ, કુંડળી , ગ્રહો , નક્ષત્રો , અને ગુણો… એ વધુ જ્યોતિષશાસ્ત્ર ની દેન છે , કુદરત ના બેઝિક નિયમ ને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા જાણી શકાય છે.

આજે આવી જ જ્યોતિષશાસ્ત્ર ની મદદ થી આપણે એ છોકરાઓ ની રાશિઓ વિશે જાણીએ જે લગ્ન પછી એની પત્ની ને ખૂબ જ સુખી રાખશે.

લગ્ન જીવન માં સૌથી વધુ જરૂરી હોય છે પ્રેમ , પણ પ્રેમ પણ વિધિ ના વિધાન પાસે કોઈક વખત નબળો પડી જાય છે .
પ્રેમ ની સાથે સાથે રાશિ પણ જાણી અને સારા પતિ ની તલાશ શરૂ કરી દો.

1.
જ્યોતિષ શાસ્ત્ર નું માનીએ તો સિંહ રાશિ ધરાવતો પુરુષ તેમજ મહિલા ખૂબ જ આકર્ષિત વ્યક્તિત્વ ધરાવે છે, સિંહ રાશિ ના પુરુષ ને હંમેશા સારી તેમજ દેખાવડી પત્ની મળે છે , સિંહ રાશિ નો પુરુષ તેના ચાતુર્ય અને બુદ્ધિમતા ને કારણે તેની પત્ની ની મન ની વાતો પણ જાણી અને ખુશ રાખવા ની પૂરતી કોશિશ કરે છે. સિંહ રાશિ ની વ્યક્તિ એના પાર્ટનર પ્રત્યે પુરી રીતે વફાદાર રહે છે.

2.

મકર રાશિ વાળા પુરુષ તેમજ સ્ત્રી ખૂબ સંતોષકારક હોય છે, મકર રાશિ વાળા પુરુષ ને પત્ની પણ એના જેવી સંતોષકારક મળે છે. મકર રાશિ ના પુરુષ એની પત્ની પ્રત્યે પુરા વફાદાર રહે છે , વધારે પડતું જોવા મળ્યું છે કે મકર રાશિ ધરાવતા પુરુષો સ્માર્ટ , ગુડ લુકિંગ, હેન્ડસમ અને હોશિયાર પણ હોય છે, મકર રાશિ વાળા પુરુષો તેની પત્ની ને ખુશ રાખવા અને નવા નવા સરપ્રાઈઝ દેવા માં એક્સપર્ટ હોય છે, જે એને બેસ્ટ પતિ બનવા માં મદદ કરે છે.

3. કન્યા રાશિ ના પુરુષો છોકરી માટે “ડ્રિમ બોય” હોય છે., સ્માર્ટ, હેન્ડસમ લુક ની સાથે સાથે વાતો થી દિલ જીતી લે તેવા હોય છે કન્યા રાશિ ના પુરુષો. કન્યા રાશિ ના પુરુષો ની એક ખાસિયત એ છે કે એ તેની પત્ની ને બેહદ પ્રેમ કરે છે, અને એ રાશિ ના પતિ એવું ક્યારેય નહીં ઈચ્છે કે તેની પત્ની જરા પણ કોઈ વાત ને લઈ અને દુઃખી થાય. કન્યા રાશિ ના પતિ તેની પત્ની ને પુરા વફાદાર રહે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.
————

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!