મૃત્યુ થયાં બાદ ફરી જીવીત થયો, 5 વર્ષમાં થાય છે અહીંયા આ દૈવીય ચમત્કાર ….વાંચો લેખ

0

ભારતના હિમાચલ પ્રદેશને દેવોની ભૂમિ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં તમે ઘણા એવા સ્થળો જોવા મળશે જ્યાં ચમત્કારિક મંદિરો અને તેના ચમત્કારોને જોઈ શકશો. તમને લાગશે કે આ જમીન દિવ્ય શક્તિઓથી ભરેલી છે. આજે અમે તમને એવા ચમત્કાર વિશે કહીએ છીએ જેના વિશે તમે જાણીને પણ આશ્ચર્ય પામશો.

આ ચમત્કારિક ઘટના મંડી જિલ્લાના પધરના ઉપવિભાગના સુરહડ ગામની પાસે આવેલ દેવ હુરંગ મંદિરમાં દર પાંચ વર્ષે એક વખત બની જાય છે. દેવ હુંરંગ નારાયણ મંદિરમાં અહીં દર પાંચ વર્ષે કહિકા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન, તમે અહીંયા ઘણા ચમત્કારો જોવા મળશે. જે સૌથી વધુ આશ્ચર્યજનક બાબત લાગશે. જેમાં પ્રથમ તો વ્યક્તિને દૈવી શક્તિઓથી મારી નાખવામાં આવે છે. ને પછી તે જ દૈવી શક્તિઓની મદદથી તેને જીવંત બનાવવામાં આવે છે.

દર પાંચ વર્ષે ઉજવાય છે આ ત્યોહાર :

સ્થાનિક લોકો અનુસાર, કાહિિકા તહેવાર ખુશાલી અને સમૃદ્ધિનો પ્રતીક છે અને આ તહેવાર ઉજવણી આ વિસ્તારમાં શાંતિ જાળવી રાખવામા આવે છે. વધુમાં, જો કોઈએ કોઈએ પાપ કર્યુ હોય તો, તે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરીને અને આ તહેવાર દરમિયાન તમામ પ્રકારનાં પાપોમાંથી છૂટકારો મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે , આ તહેવાર મંડી જિલ્લાના પધરના ઉપવિભાગના સુરહડ ગામની પાસે આવેલ દેવ હુરંગ મંદિરમાં દર પાંચ વર્ષે એક વાર ઉજવવામાં આવે છે. સ્થાનિક લોકો અનુસાર, કાહિિકા તહેવાર ખુશાલી અને સમૃદ્ધિનો પ્રતીક છે.

ત્રણ દિવસ સુધી ચાલતાં આ કહિકા ઉત્સવના છેલ્લા દિવસે છિદ્રા નામની ધાર્મિક વિધિથી કરવામાં આવે છે. આ દિવસે, દેવ હરંગ નારાયણનો રથ મંદિરથી નીકળી સમગ્ર વિસ્તારની આસપાસ ફરી પરિક્રમાં કરે છે. આ પછી,નડ પંડિત જાતિની એક વ્યક્તિનું સાંજે ભગવાન તરફથી ચયન કરવામાં આવે છે.

જે વ્યક્તિનું ચયન કરવામાં આવે છે. તેને દેવીય શક્તિથી મુર્છીત કરવામાં આવે છે. અને પછી એ વ્યક્તિને મૃત માનવામાં આવે છે.

આ પછી, તે વ્યક્તિની દફનવિધિ માટે સમગ્ર ગામમાં શરીરની તેની અંતિમયાત્રા કાઢવામાં આવે છે.

પછી મૃત શરીરને મંદિરમાં લાવવામાં આવે છે અને તે પછી મંદિરના પાદરી મૃત વ્યક્તિને ધીરેથી કહે છે કે તેને દેવને બોલાવી રહ્યાં છે.

આ પછી, મુર્છીત થયેલ વ્યક્તિ ફરી સજીવન થાય છે. એવું કહેવાય છે કે જો નડ પંડિત જીવંત ન થાય તો મંદિરની કરોડોની સંપતી તે વ્યક્તિનાં પરિવારને આપવામાં આવશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here