કાળો દોરો ખોલી શકે છે કિસ્મત, જાણો કેવી રીતે મળશે લાભ? વાંચો માહિતી

0

જરા વિચારો , બાળકો ના ગળા માં તાબિઝ કાળા દોરા માં જ કેમ બાંધવા માં આવે છે. બાળકો ને માતાઓ આંજણ લગાવી ને એના માથા પર ટીકો કે ચાંદલો કેમ બનાવે છે. પુરુષો ના હાથ માં બાંધવા માં આવતા ગંડા કે તાબિઝ નું કપડું કાળું કેમ હોય છે. નવા બનેલ ઘર માં કાળા રંગ ની મટકી કેમ લટકાવવા માં આવે છે. પગ માં છોકરીઓ કાળો દોરો કેમ બાંધે છે. શું આ બધી બાબતો પર તમે વિચાર કર્યો છે. એના વિશે ક્યારેય વિચાર્યું છે , એના લાભ વિસે વિચાર્યું છે. લગભગ નહીં વિચાર્યું હોય.તો આજે અમે તમને એનું કારણ અને એનો ઉપયોગ વિસ્તાર થી જણાવીએ. જેથી તમે પણ એનો ઉપયોગ કરી ને તમારા જીવન માં ઉચિત બદલાવ લાવી શકો.

તંત્ર મંત્ર ને દરમિયાન તમે હંમેશા જોયું હશે , કાળો ચાંદલો ,કાળા કપડાં ,માતમ ના સમય એ કાળા કપડાં પહેરાય છે. કાળો રંગ હોય કે કાળા કપડાં માણસ માટે બંને લાભકારી ગણાય છે. કારણકે તંત્ર વિદ્યા ના જાણકાર આ વાત ને વિશેષ મહત્વ આપે છે. ધ્યાન થી જોવા પર તમને ખબર પડશે કે તાંત્રિક હંમેશા કાળો ચાંદલો કરી ને ફરે છે. કારણકે કહેવાય છે કે ,સંસાર માં જેટલી ઓન કાળી છાયા અને અને નકારાત્મકત ઉર્જા છે, એ બધી કાળા રંગ ના કપડાં અને દોરો પોતાની અંદર સમાહિત કરી લે છે. લોકો ની લગાવેલ નજર થી પણ આ કાળો દોરો બચાવે છે.

તમે કોઈ પણ સામાન લઈ ઘરે કે બહાર કે ઓફીસ એ લઈ ને પહોંચો ,તો ઘણા લોકો ઈર્ષા ભરી નજરે જુએ છે. એવા માં કાળા દોરા નો ઉપયોગ કરતા હોઉં તો એ તમને એના નકારાત્મક પ્રભાવ થી બચાવે છે. કાળા દોરા માં એ ગુણ હોય છે કે એ નકારાત્મક ઉર્જા ને શોષી લે છે અને એને પહેરવા વાળા પર કોઈ નકારાત્મક ઉર્જા નો પ્રભાવ નથી પડવા દેતા.

તાંત્રિકો ની માનીએ તો નકારાત્મક વસ્તુઓ થી બચવા માટે શનિવાર એ દોરો ધારણ કરો. કારણકે શનિવાર શનિ ભગવાન નો દિવસ હોય છે. એવા માં કાળો દોરો એની પુરી અસર દેખાડે છે. એના સિવાય તમે મંગળવારે પણ કાળા દોરા નો ઉપયોગ કરી શકો છો.કારણકે હનુમાન જી ના આ દિવસ પર કાળો દોરો પહેરવા થી લાભ થાય છે.

શનિવાર કે મંગળવાર નો દિવસ ડૂબવા પછી હનુમાન મંદિર થી સિંદૂર લાવી કાળા દોરા પર લગાવો. દોરા ને મેઇન ગેટ પાસે બાંધો. એવું કરવા થી તમારા ઘર માં નકારાત્મક શક્તિઓ નહીં પ્રવેશે. સાથે જ કોઈ ની નજર નહીં લાગે.

શનિવાર ના દિવસે તમે તમારા કાંડા પર પણ કાળો દોરો બાંધી શકો છો. કાળો દોરો હાથ ના કાંડા પર બાંધવા થી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જશે. લાખો પ્રયાસ પછી પણ ન બનવા વાળા કામ બની જશે. પરેશાનીઓ કોષો દૂર ચાલી જશે. સફળતા મળવા લાગશે. બાળકો નું સ્વાસ્થ્ય સારું રાખવા માટે ,એમને ખરાબ નજરો થી બચાવવા માટે કાળો દોરો બાંધવો જોઈએ.

કાળો રંગ ઉષ્મા નો અવશોષક હોય છે. વૈજ્ઞાનિક તરીકે જોવા માં આવ્યું છે કે કાળો દોરો ખરાબ નજર અને હવાઓ ને અવશોષિત કરે છે. જેની અસર આપણા શરીર માં થાય છે. આ એક રીત નું સુરક્ષા કવચ બનાવે છે. કાળો દોરો શનિ દોષ થી પણ બચાવે છે. કાળો દોરો પહેરવા થી લોકો પર શનિ પ્રકોપ નથી પડતો.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here